Pink Guava: અનેક ગુણોનો ભંડાર છે ગુલાબી જામફળ, બ્લડ સુગર કંટ્રોલમાં રાખવા ઉપરાંત કરે છે આટલા ફાયદા

Pink Guava Benefits: ડાયાબિટીસના દર્દીઓને બ્લડ સુગર લેવલ કંટ્રોલ કરવું હોય તો તેના માટે ગુલાબી જામફળ ઉત્તમ છે. ગુલાબી જામફળમાં એન્ટીઓકિસડન્ટસ હોય છે જે ડાયાબિટીસના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે.

Pink Guava: અનેક ગુણોનો ભંડાર છે ગુલાબી જામફળ, બ્લડ સુગર કંટ્રોલમાં રાખવા ઉપરાંત કરે છે આટલા ફાયદા

Benefits of Pink Guava: જામફળ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફળ છે. જામફળ વિટામિન સી, વિટામિન એ, પોટેશિયમ, ફાઇબર અને અન્ય પોષક તત્વોનો સારો સ્ત્રોત છે. જામફળ પણ બે પ્રકારના હોય છે, એક સફેદ અને બીજું ગુલાબી. સફેદ જામફળની જેમ ગુલાબી જામફળના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. 

ગુલાબી જામફળમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. ફાઇબર લોહીમાં ગ્લુકોઝના શોષણને ધીમું કરવામાં મદદ કરે છે.  ડાયાબિટીસના દર્દીઓને બ્લડ સુગર લેવલ કંટ્રોલ કરવું હોય તો તેના માટે ગુલાબી જામફળ ઉત્તમ છે. ગુલાબી જામફળમાં એન્ટીઓકિસડન્ટસ હોય છે જે ડાયાબિટીસના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે.

ગુલાબી જામફળના સ્વાસ્થ્ય લાભ

રોગપ્રતિકારક શક્તિ

ગુલાબી જામફળમાં વિટામિન સીનું પ્રમાણ વધુ હોય છે. વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે. તેનાથી રોગ સામે લડવાની શરીરની ક્ષમતામાં સુધારો થાય છે.

હૃદય રહે છે સ્વસ્થ

ગુલાબી જામફળમાં પોટેશિયમ અને ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. પોટેશિયમ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. જે હૃદયના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. ફાઈબર કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે, જે હાર્ટ એટેકના જોખમને ઘટાડવામાં મદદ કરે છે.

કેન્સરનું જોખમ ઘટાડે છે

ગુલાબી જામફળમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે કેન્સરના કોષોના વિકાસને રોકવામાં મદદ કરે છે.

ત્વચા સ્વસ્થ રહે છે

ગુલાબી જામફળમાં વિટામિન સીનું પ્રમાણ વધુ હોય છે, જે ત્વચાને સ્વસ્થ રાખે છે. વિટામિન સી કોલેજનનું ઉત્પાદન કરવામાં મદદ કરે છે. જે ત્વચાને સુંદર અને લવચીક બનાવે છે.

વજન ઘટે છે

ગુલાબી જામફળમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news