Tomato: નાના-મોટા સૌ કોઈએ રોજ ખાવા જોઈએ ટમેટા, જાણો ટમેટા ખાવાથી થતા લાભ
![Tomato: નાના-મોટા સૌ કોઈએ રોજ ખાવા જોઈએ ટમેટા, જાણો ટમેટા ખાવાથી થતા લાભ Tomato: નાના-મોટા સૌ કોઈએ રોજ ખાવા જોઈએ ટમેટા, જાણો ટમેટા ખાવાથી થતા લાભ](https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/styles/zm_500x286/public/2024/08/05/577010-tomato.jpg?itok=ctff_ezb)
Health Benefits Of Tomato: ટમેટાં ભોજનનો સ્વાદ વધારે છે તેની સાથે જ શરીરને પણ ઘણા ફાયદા કરે છે. આ ફાયદા એવા છે જેના વિશે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.
Health Benefits Of Tomato: ટમેટું એક ફળ છે પરંતુ તેને લોકો શાકમાં ગણે છે. જે રીતે ટમેટા સંબંધિત આ વાત ખૂબ ઓછા લોકો જાણે છે તે રીતે જ ટમેટાં રોજ ખાવાથી શરીરને કેટલા ફાયદા થાય છે તેનાથી પણ લોકો અજાણ હોય છે. ટમેટાં ભોજનનો સ્વાદ વધારે છે તેની સાથે જ શરીરને પણ ઘણા ફાયદા કરે છે. આ ફાયદા એવા છે જેના વિશે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. ટમેટાને લઈને હાલ જે ગીત વાયરલ થઈ રહ્યું છે તે પણ એટલા માટે જ બનાવેલું છે કે બાળકોને મજેદાર રીતે ટમેટાના ફાયદા વિશે જણાવી શકાય.
આ પણ વાંચો: Healthy Roti: રોટલી બની જશે સુપરફૂડ, લોટમાં ઉમેરો આ 3 વસ્તુઓ, શરીર રહેશે હેલ્ધી
કેન્સરથી બચાવ
ટમેટામાં લાયકોપેન નામનું એન્ટિઓક્સિડન્ટ હોય છે. જે ઓક્સિડેટીવ સ્ટ્રેસ ઘટાડે છે. તેના કારણે કેન્સર થવાનું જોખમ ઘટે છે. ઓક્સિડેટીવ સ્ટ્રેસ વધે તો શરીરમાં સોજા આવે છે જેના કારણે શરીરના સેલ્સ ડેમેજ થઈ જાય છે અને કેટલાક પ્રકારના કેન્સર થવાનું જોખમ વધે છે.
આ પણ વાંચો: Uric Acid: વધેલા યુરિક એસિડને કંટ્રોલ કરવા અપનાવો આ આયુર્વેદિક ઉપાય, ઝડપથી થશે ફાયદો
હાર્ટ માટે ફાયદાકારક
ટમેટામાં રહેલું લાઈકોપેન બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. તેનાથી બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. તે હાર્ટના રોગ થવાનું રિસ્ક ઘટાડે છે. નિયમિત ટમેટા ખાવાથી હાર્ટ હેલ્ધી રહે છે અને હાર્ટ સંબંધિત બીમારી થવાનું જોખમ પણ ઘટે છે.
આ પણ વાંચો: Garlic: ઘુંટણના દુખાવાથી લઈ કેન્સરના જોખમને ઘટાડવામાં મદદ કરશે લસણનો આ ઘરેલુ નુસખો
વજન ઉતરે છે
ટમેટામાં ફાઇબર અને પાણી ભરપૂર માત્રામાં હોય છે. ટમેટા ખાવાથી પેટ ઝડપથી ભરાઈ જાય છે અને ઓવર ઇટિંગ થતું નથી. ટમેટામાં કેલેરી ઓછી હોય છે તેથી તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. ટમેટા ડીહાઇડ્રેશનનું જોખમ પણ ટાળે છે.
આ પણ વાંચો: કાજુ-બદામનો છે બાપ! દરેક ટુકડામાં 100 ગણી તાકાત, શક્તિ વધારવા માટે ખાતા હતા રાજાઓ
સ્કીન બને છે હેલ્ધી
ટમેટામાં લાયકોપેન હોય છે જે સ્કીન માટે પણ ફાયદાકારક છે. ટમેટા કોલાજન બનાવવામાં મદદ કરે છે. ટમેટાનું સેવન કરવાથી સ્કીનની એજિંગ પ્રોસેસ ધીમી થઈ જાય છે. ટમેટા સ્કીનને થતા ડેમેજને ઘટાડવામાં પણ મદદ કરે છે.
પાચન સુધરે છે
ટમેટામાં ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. તેને ખાવાથી આંતરડામાંથી ગંદકી નીકળી જાય છે અને ગુડ બેક્ટેરિયા વધે છે. ટમેટા કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે તેનું પાચન પણ સરળતાથી થઈ જાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)