Uric Acid: વધેલા યુરિક એસિડને કંટ્રોલ કરવા અપનાવો આ આયુર્વેદિક ઉપાય, ઝડપથી થશે ફાયદો
Uric Acid: યુરિક એસિડ વધી જાય તો કોણી, કાંડા, ઘૂંટણ, પિંડી સહિતના સાંધામાં દુખાવો રહે છે. આ દુખાવો મટાડવા માટે લોકો દવા લેતા હોય છે. જોકે યુરિક એસિડને કંટ્રોલ કરવા ફક્ત દવા લેવાથી કામ થતું નથી. તેના માટે ડાયટમાં ફેરફાર કરવો પણ જરૂરી છે. આ સિવાય કેટલાક આયુર્વેદિક ઉપાય પણ છે જે યુરિક એસિડને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
Trending Photos
Uric Acid: શરીરમાં પ્રોટીનનું પ્રમાણ વધી જાય તો યુરિક એસિડની સમસ્યા થઈ જાય છે. યુરિક એસિડના કારણે સાંધામાં દુખાવાની ફરિયાદ પણ રહે છે. યુરિક એસિડ વધી જાય તો કોણી, કાંડા, ઘૂંટણ, પિંડી સહિતના સાંધામાં દુખાવો રહે છે. આ દુખાવો મટાડવા માટે લોકો દવા લેતા હોય છે. જોકે યુરિક એસિડને કંટ્રોલ કરવા ફક્ત દવા લેવાથી કામ થતું નથી. તેના માટે ડાયટમાં ફેરફાર કરવો પણ જરૂરી છે. આ સિવાય કેટલાક આયુર્વેદિક ઉપાય પણ છે જે યુરિક એસિડને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આજે તમને આ આયુર્વેદિક નુસખા વિશે જણાવીએ. આ આયુર્વેદિક ઉપાયો હાઈ યુરિક એસિડને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
યુરિક એસિડને કંટ્રોલ કરવાના ઉપાય
સૂંઠનો પાવડર
સૂંઠ પાવડર હાઈ યુરિક એસિડને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જે લોકોનું યુરિક એસિડ વધારે રહેતું હોય તેમણે સૂંઠનો ઉપયોગ કરવો જોઈએ. સૂંઠ પાવડરને ભોજનમાં પણ લઈ શકાય છે અને સૂંઠ અને હળદરની ફાકી પણ નિયમિત લઈ શકાય છે.
ગિલોઈનો રસ
ગિલોઈમાં ઔષધીય ગુણ હોય છે. તે ઈમ્યૂન સિસ્ટમને મજબૂત કરે છે. ગિલોઈનો રસ યુરિક એસિડને કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. આ સિવાય નિયમિત તેનું સેવન કરવાથી પાચન સુધરે છે.
ત્રિફળા ચૂર્ણ
આયુર્વેદમાં ત્રિફળા ચૂર્ણને અમૃત સમાન ગણવામાં આવે છે. ત્રણ વસ્તુથી ત્રિફળા ચૂર્ણ બને છે. ત્રિફળા ચૂર્ણ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. કે શરીરની અનેક બીમારીને દૂર કરે છે અને સાથે જ યુરિક એસિડને પણ કંટ્રોલ કરે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે