Garlic Home Remedies: ઘુંટણના દુખાવાથી લઈ કેન્સરના જોખમને ઘટાડવામાં મદદ કરશે લસણનો આ ઘરેલુ નુસખો
Garlic Home Remedies: બીમારીઓના જોખમને ટાળવું હોય તો ઘરમાં રહેલી એક વસ્તુ મદદરૂપ થઈ શકે છે. દરેક ઘરના રસોડામાં આ વસ્તુ હોય છે અને તેને આયુર્વેદમાં ઔષધી ગણવામાં આવે છે. આ વસ્તુનું સેવન કરવાથી એક નહીં અનેક સમસ્યામાં રાહત મળે છે.
Trending Photos
Garlic Home Remedies: લાઈફસ્ટાઈલ અને ખાણીપીણીમાં થયેલા ધરખમ ફેરફારોના કારણે ક્યારે કઈ બીમારી થઈ જાય તે કહી શકાતું નથી. જો કે કોરોના વાયરસ પણ લોકો સ્વાસ્થ્યની કાળજી રાખતા થયા છે અને હેલ્ધી લાઈફસ્ટાઈલનું મહત્વ સમજવા લાગ્યા છે. તેમ છતાં કેટલીક સ્વાસ્થ્ય સમસ્યા પીછો છોડવાનું નામ નથી લેતી.
આજના સમયમાં નાની વયે લોકોને કેન્સર, હાર્ટ એટેક, સાંધાના દુખાવા, ડાયાબિટીસ જેવી સમસ્યા જોવા મળે છે. આ સમસ્યાઓમાં જો સમયસર ઈલાજ કરવામાં ન આવે તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. આ બીમારીઓના જોખમને ટાળવું હોય તો ઘરમાં રહેલી એક વસ્તુ મદદરૂપ થઈ શકે છે. દરેક ઘરના રસોડામાં આ વસ્તુ હોય છે અને તેને આયુર્વેદમાં ઔષધી ગણવામાં આવે છે. આ વસ્તુનું સેવન કરવાથી એક નહીં અનેક સમસ્યામાં રાહત મળે છે.
લસણ ઘરમાં રહેલી એવી વસ્તુ છે જે શરીરને સ્વસ્થ અને નિરોગી રાખે છે. તેનાથી થતા લાભ વિશે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. લસણમાં એવા ઔષધીય ગુણ હોય છે જે શરીર માટે ફાયદાકારક હોય છે. આજે તમને લસણના આવા જ ફાયદા વિશે જણાવીએ.
હાર્ટ માટે લસણ
બેઠાડુ જીવનશૈલી અને અનહેલ્ધી ખોરાકના કારણે હાર્ટ સંબંધિત અલગ અલગ સમસ્યાઓ નાની વયે થઈ જાય છે. આ સમસ્યાને દવા વિના મટાડવી હોય તો રોજ લસણની 3 કળી જમ્યા પછી ખાવાનું શરુ કરી દો. તેનાથી બેડ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશરની તકલીફ ઓછી થાય છે.
કેન્સરનું જોખમ ઘટાડવા
કેન્સરનું જોખમ ઘટાડવું હોય તો ડાયટમાં લસણને સામેલ કરો. લસણમાં એવા એન્ટી ઓક્સીડન્ટ હોય છે જે શરીરમાં ગુડ સેલ્સ વધારે છે અને કેન્સર વધારતા સેલ્સનો નાશ કરે છે. તેના માટે લસણને ખાલી પેટ સવારે ખાવું.
ઘુંટણના દુખાવા
ઘુંટણનો દુખાવો વધી જાય તો વ્યક્તિ પથારી પકડી લે છે. હલનચલનમાં પણ તકલીફ પડી જાય છે. ઘુંટણ સહિત શરીરમાં થતા કમરના દુખાવા, સાંધાના દુખાવાને પણ લસણ મટાડી શકે છે. આ પ્રકારના દુખાવા મટાડવા હોય તો સરસવના તેલમાં 3 કળી લસણની ઉકાળી લેવી. આ તેલ વડે દુખતા સાંધા પર માલિશ કરવી.
પાચન સુધારવા માટે
લસણનો ઉપયોગ કરીને તમે પાચનતંત્રને સુધારી શકો છો. લસણ ખાવાથી ડાયજેશન સુધરે છે. લસણનો ઉપયોગ શાકમાં કરવાથી તેનું પાચન સારી રીતે થઈ જાય છે. આ સિવાય લસણને શેકીને ભોજન સાથે લઈ શકાય છે.
હેલ્ધી અને ગ્લોઈંગ સ્કિન માટે
બીમારીઓને દુર કરતું લસણ ત્વચા માટે પણ વરદાન છે. લસણથી સ્કિન પરથી ડાઘ, ખીલ, કરચલીઓ દુર થઈ શકે છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે ત્વચા માટે લાભકારી છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે