કઠોળ ખાવાના છે અધધધ...ફાયદા, આ 5 ગંભીર સમસ્યામાંથી પણ મળશે છૂટકારો
શું તમે જાણો છો તમારી સમસ્યાની દવા તમારા રસોડામાં જ છે. જી હા, વાત થઈ રહી છે કઠોળની...કઠોળ ખાવાથી તમે 5 ગંભીર સમસ્યાથી આસાનીથી છૂટકારો મેળવી શકશો.
જિનેશ અડેસરા, અમદાવાદ: દરેક માણસ કોઈને કોઈ સમસ્યાથી પીડાતો હોય છે. આ સમસ્યા દૂર કરવા માટે લોકો ડોકટર પાસે ધક્કા ખાય છે અને પૈસાનો બિનજરૂરી વ્યય કરે છે. તેમ છતાં પણ સમસ્યાનું સમાધાન આવતું નથી. પણ શું તમે જાણો છો તમારી સમસ્યાની દવા તમારા રસોડામાં જ છે. જી હા, વાત થઈ રહી છે કઠોળની...કઠોળ (Beans) ખાવાથી તમે 5 ગંભીર સમસ્યાથી આસાનીથી છૂટકારો મેળવી શકશો.
શિયાળામાં સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક વસાણા ઘરે જ બનાવો, જાણો રેસિપી
કઠોળ ખાવાથી આ 5 ગંભીર સમસ્યાથી મળશે છૂટકારો
- લોહી શુદ્ધ થશે
- પાચન તંત્ર મજબૂત થશે
- હાડકા મજબૂત બનશે
- તમારુ વજન કંટ્રોલમાં રહેશે
- વાળની દરેક સમસ્યા માટે કઠોળ ફાયદાકારક
જિમ વિના ઘરે બેઠાં કઈ રીતે રહેશો 'ફીટ એન્ડ ફાઈન'
હવે જાણો કયા કયા કઠોળ તમે દરરોજ ખાઈ શકો છે
ફણગાવેલાં ચણા ખાવાના ફાયદા
1.ચણામાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે, જે ખાવાથી ભૂખ લાગતી નથી અને વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
2.ચણામાં ગ્લાઈસેમિક ઈન્ડેક્સનું સ્તર નીચું હોય છે. તેમાં રહેલું ફાઈબર અને પ્રોટીન બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરે છે.
3.ચણામાં રહેલું આયર્ન એનિમિયાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.
4.ચણામાં રહેલું અલ્ફા લિનોલેનિક એસિડ અને ઓમેગા-3 ફેટી એસિડ કોલેસ્ટ્રોલ ઓછું કરે છે અને હાર્ટ એટેકથી બચાવે છે.
5.ચણામાં રહેલાં એમિનો એસિડ્સ સારી ઉંઘ લાવવામાં મદદ કરે છે, ટેન્શન અને સ્ટ્રેસને દૂર રાખે છે.
6.ચણામાંથી દૂધ અને દહીં જેટલું કેલ્શિયમ મળી રહે છે, જે હાડકાંને તંદુરસ્ત અને મજબૂત રાખે છે.
7.ચણામાં ભરપૂર પ્રમાણમાં ફોસ્ફરસ હોય છે જે હીમોગ્લોબિનના લેવલને વધારે છે અને કિડનીમાંથી વધારાના ક્ષાર બહાર કાઢે છે.
8.ચણામાં રહેલા આયર્ન, પ્રોટીન સહિતના મિનરલ્સથી શરીરને એનર્જી અને એન્ટીઓક્સીડેન્ટ મળે છે. જે નબળાઈથી બચાવે છે.
કોરોનાકાળમાં આ 5 સૂપ પીઓ અને રહો એકદમ 'હિટ એન્ડ ફીટ'
હવે વાત ફણગાવેલા મગની
કહેવત છે કે "મગ ચલાવે પગ". મગ એ એક એવું કઠોળ છે કે જેમાં બધા જ વિટામિન,પ્રોટીન,ખનીજ તત્વો ભરપૂર હોય છે તેમજ મગ એ એક પ્રકારની દાળ જ છે જેના ઘણા બધા ફાયદા છે. મગની દાળ ખાવાથી તેમાં રહેલા પોટેશીયમ,મેગ્નેશિયમ,જિંક જેવા ખનીજ તત્વો શરીરનો પાવર વધારવામાં મદદરૂપ થાય છે. મગની દાળ કેન્સર સામે લડવામાં પણ મદદરૂપ થાય છે કારણ કે મગમાં રહેલો એમીનો ઍસિડ ભરપૂર માત્રમાં તેમની સામે લડવામાં મદદ કરે છે. ફણગાવેલા મગની સાથે સાથે મગનું પાણી પણ તેટલું જ મદદરૂપ છે. મગનું પાણી પીવાથી સ્કીનને લગતી ઘણી બીમારીમાં મદદરૂપ થાય છે.
રાજમા છે બેસ્ટ
ગુજરાતીઓમાં રાજમા ચાવલનું ચલણ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. રાજમા ખાવાથી તમારું બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. આજકાલ લોકોમાં કબજીયાતની સમસ્યા વધી રહી છે. એટલે જે વ્યક્તિને આ સમસ્યા હોય તેને રાજમાનું સેવન કરવું જોઇએ. તેમજ રાજમાને બાફી સલાડના સ્વરુપમાં આરોગવા જોઇએ. રાજમામાં વિટામિન બી, ખુબ સારા પ્રમાણમાં જોવા મળે છે. જે મગજની કોશિકાઓ માટે ખૂબ જરુરી હોય છે. રાજમામાં પ્રોટીન અને ફાઇબરની પૂરતી માત્રા હોવાથી શરીરમાં શુગરના પ્રમાણને કંટ્રોલમાં રાખે છે.
કોરોનાકાળમાં આ 15 'ઈમ્યુનિટી બુસ્ટર' વસ્તુઓનું ખાસ કરો સેવન, વાયરસને હરાવવામાં થશે મદદરૂપ
લીલા વટાણા
લીલા વટાણામાં વધારે પ્રમાણમાં વિટામિન હોય છે. જે હાડકા મજબૂત કરે છે. તે ઓસ્ટીયોપોરોસિસ સામે અસરકારક રીતે કાર્ય કરે છે. એકંદરે લીલા વટાણા પાવર પેક તરીકે કામ કરે છે. તેમા રહેલા ગુણ વજનને નિયંત્રિત કરવાનું કામ કરે છે. વટાણામાં લો કેલરી અને લો ફેટ હોય છે. લીલા વટાણામાં હાઇ ફાઇબર હોય છે જે વજન વધવાથી રોકે છે. જો વજન ઓછુ કરવા માંગો છો તો તમારા ભોજનમાં લીલા વટાણાનો ઉપયોગ વધારે કરવો જોઇએ.
1.વટાણામાં એન્ટીઓક્સીડેટ હોય છે. જે શરીરની પ્રતિકારક શક્તિ વધારે છે.જેથી શરીર બિમારીઓથી મુક્ત રહી શકે.
2.લીલા વટાણામાં એવા સ્વાસ્થ્યવર્ધક ગુણ હોય છે જે શરીરમાં કોલેસ્ટ્રોલ વધવા દેતા નથી.
3. લીલા વટાણા શરીરમાંથી ટ્રાઇગ્લિસરાઇડ્સના સ્તરને ઓછુ કરવાના ગુણ હોય છે અને તેના સેવનથી બલ્ડમાં કોલેસ્ટ્રોલ સંતુલિત રહે છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube