Health Tips: કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે. ગરમીમાં બીમારીઓનું જોખમ પણ વધી જાય છે. ખાસ કરીને ડિહાઇડ્રેશનને લઈને જાગૃત રહેવું જરૂરી છે. ગરમીના કારણે શરીરમાં રહેલું પાણી સુકાવા લાગે છે અને તેના કારણે ડિહાઇડ્રેશન થઈ શકે છે. ડિહાઇડ્રેશન શરીરને અશ્વસ્થ કરી શકે છે. ગરમીના વાતાવરણમાં સ્કીન અને વાળ પણ ઝડપથી ડેમેજ થાય છે. તેથી જરૂરી છે કે આ સમય દરમિયાન પોતાનું ધ્યાન રાખવામાં આવે. આજે તમને એવી 4 રીતો વિશે જણાવીએ જે તમને ગરમીમાં બીમાર પડતા બચાવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગરમીથી બચવા ફોલો કરો આ 4 ટીપ્સ 


આ પણ વાંચો: અજમાનું પાણી બ્લડ પ્રેશરથી લઈ શરદી સુધીની આ 5 બીમારીઓને દવા વિના કરે છે દુર


હેલ્થી અને હળવું ભોજન કરો 


ગરમીના દિવસોમાં નિયમિત રીતે હળવું અને હેલ્ધી ભોજન કરવાનું રાખો. હાઈ કાર્બ અને ફેટ રીચ ફૂડ શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. કારણ કે આવા ખોરાકથી શરીરમાં ગરમી વધે છે. તેને બદલે ઉનાળામાં પાણીથી ભરપૂર તાજા ફળ, શાકભાજીનું સેવન કરવું જોઈએ. ગરમીમાં સંતરા તરબૂચ ટમેટા જેવી વસ્તુઓ ખાવાને પ્રાથમિકતા આપો. સાથે જ તેલ મસાલાવાળું ભોજન ખાવાનું ટાળો. 


આ પણ વાંચો: Heart Attack: હાર્ટ એટેકના 30 દિવસ પહેલાં શરીરમાં જોવા મળે છે આ 7 લક્ષણ


ઓવર એક્સપોઝરથી બચો 


ગરમીના દિવસોમાં તડકો સ્કીન અને વાળને નુકસાન કરી શકે છે. તેના કારણે વિવિધ પ્રકારની ત્વચાની સમસ્યા પણ વધી જાય છે. ઉનાળામાં સ્કીનને હેલ્ધી રાખવી હોય તો ઘરેથી બહાર નીકળતી વખતે સનસ્ક્રીન લગાડવું અને સાથે જ સ્કીનને કવર કરી લેવી. જો તડકામાં બહાર જવાનું વધારે થતું હોય અને ત્વચા પર સોજો બળતરા કે ત્વચા લાલ દેખાવા લાગે તો ડોક્ટરનું તુરંત સંપર્ક કરવો. 


આ પણ વાંચો: મોટી મોટી બીમારીથી બચાવી લે છે એક ગ્લાસ મેથીનું પાણી, આ રીતે કરવું તૈયાર


ખૂબ જ પાણી પીવો 


ગરમીના દિવસોમાં પરસેવો પણ વધારે આવે છે તેથી શરીરને હાઇડ્રેટ રાખવા માટે સતત પાણી પીતા રહેવું. જો શરીરમાં પાણીની ખામી સર્જાય તો તાવ ડિહાઇડ્રેશન જેવી સમસ્યા થઈ શકે છે. ઉનાળાના દિવસોમાં શરીરને હાઈડ્રેટ રાખવા માટે ઓછામાં ઓછા બે થી ત્રણ લીટર પાણી પીવાનું રાખો. પાણી ઉપરાંત તમે હર્બલ ટી, લીંબુ પાણી, નાળિયેર પાણી અને તાજા ફળના રસ પણ પી શકો છો. 


આ પણ વાંચો: Herbs For Summer: ઉનાળામાં રોજ ખાવી આ 5 વસ્તુઓ, ગરમીમાં પણ શરીર અંદરથી રહેશે Cool


આરામ કરો 


ગરમીના દિવસો લાંબા અને થકાવી દેનાર હોય છે. તેથી જરૂરી છે કે થાક દૂર થાય તે માટે પૂરતો આરામ કરવામાં આવે. કામની દિનચર્યા તો બદલી શકાતી નથી પરંતુ ઊંઘ કરવી તમારા હાથમાં હોય છે. તેથી રોજ રાત્રે સાત થી નવ કલાકની ઊંઘ થાય તે રીતે સૂવાનું શેડ્યુલ સેટ કરો. રાત્રે મોડે સુધી જાગવાનું ટાળો જો તમે જાગશો તો વારંવાર કંઈ ખાવાની ઈચ્છા થશે જેના કારણે પાચનની સમસ્યા થઈ શકે છે અને ઊંઘ પણ સારી નહીં આવે. તેથી સૂવાના બે થી ત્રણ કલાક પહેલા જમી અને પછી પૂરતી ઊંઘ થાય તેવો પ્રયત્ન કરો.


આ પણ વાંચો: ઉનાળામાં પીવો આ 5 ડ્રિંક્સ, નહીં થાય ડિહાઈડ્રેશન, જાણો દેશી વસ્તુના ફાયદા


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)