શરીરના આ 4 ભાગમાં સોજો આવે તો સમજવું કે આવી બન્યું! તમારી પર છે ગંભીર બીમારીની ઘાત
High cholesterol cause swelling: જો આપણાં શરીરમાં કોઈપણ ભાગ પર વધારે પડતું દબાણ આપવામાં આવે કે કંઈ વાગે તો તેના પર સોજો આવતો હોય છે. એ જ રીતે જેમ શરીરમાં બહારથી કંઈ વાગે એમ શરીરમાં અંદરથી વાગે છે. જે કામ બેડ કોલેસ્ટ્રોલ કરે છે. તે શરીરને અંદરથી હાનિ પહોંચાડે છે. હાઈ કોલેસ્ટ્રોલને કારણે સોજો આવે છે.
High Cholesterol Cause Swelling: બોડીના કેટલાંક મહત્ત્વના ભાગો પર સોજો આવવાથી આપણને મળે છે ગંભીર સમસ્યાનો સંકેત. જીહાં, શરીરના 4 મહત્ત્વના ભાગ પર જો સોજો આવે તો તમારે સમજી જવું કે, તમારા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી રહ્યું છે. આ સમસ્યાને અવગણ્યા વિના તાત્કાલિક કરાવો આની તપાસ...
સૌથી પહેલાં એ જાણો કે કેમ આવે છે સોજો?
જો આપણાં શરીરમાં કોઈપણ ભાગ પર વધારે પડતું દબાણ આપવામાં આવે કે કંઈ વાગે તો તેના પર સોજો આવતો હોય છે. એ જ રીતે જેમ શરીરમાં બહારથી કંઈ વાગે એમ શરીરમાં અંદરથી વાગે છે. જે કામ બેડ કોલેસ્ટ્રોલ કરે છે. તે શરીરને અંદરથી હાનિ પહોંચાડે છે. હાઈ કોલેસ્ટ્રોલને કારણે સોજો આવે છે. જ્યારે શરીરમાં બ્લડ સુગર વધી જાય છે ત્યારે સોજો આવવા લાગે છે. ચાલો જાણીએ કે કયા ભાગોમાં સોજો આવવાની શક્યતા વધુ છે?
હાઈ કોલેસ્ટ્રોલના કારણે આવે છે સોજો:
આધુનિક સમયમાં આપણામાંના ઘણા લોકો આપણા વધતા કોલેસ્ટ્રોલથી પરેશાન છે. શરીરમાં ઉચ્ચ કોલેસ્ટ્રોલ ત્યારે થાય છે જ્યારે તમારા લોહીમાં કોલેસ્ટ્રોલ વધારે હોય છે. જેના કારણે હાર્ટ એટેક કે સ્ટ્રોકનું જોખમ ઘણું વધારે રહે છે. હાઈ કોલેસ્ટ્રોલના કિસ્સામાં, શરીરમાં ઘણા પ્રકારના લક્ષણો જોવા મળે છે, જેમાં શરીરના કેટલાક ભાગોમાં સોજો આવે છે. હા, સોજો વધતા કોલેસ્ટ્રોલને પણ સૂચવી શકે છે. એ જાણવું પણ જરૂરી છેકે, કોલેસ્ટ્રોલ વધે તો કયા ભાગોમાં આવે છે સોજો....
કોલેસ્ટ્રોલ વધે છે ત્યારે શરીરના કયા ભાગોમાં આવે છે સોજો?
યકૃત એટલેકે, લીવરમાં સોજોઃ
વધુ ચરબી અને વધુ પડતી ખાંડ યુક્ત ખોરાક લેવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે. જેને કારણે તમારા યકૃતમાં એટલેકે, લીવરમાં સોજો આવવાની પ્રક્રિયા ઝડપી બની જાય છે. અને તુરંત તમારા લીવરમાં સોજો આવી જાય છે. જો તમે ઈચ્છો છો કે તમને તમારા લીવરમાં સોજાની સમસ્યા ન થાય, તો તમારા લોહીમાં કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરો.
પગમાં સોજોઃ
કોલેસ્ટ્રોલ વધવાને કારણે નસો બ્લોક થવા લાગે છે, જેના કારણે પગમાં રક્ત પરિભ્રમણ યોગ્ય રીતે થઈ શકતું નથી. આવી સ્થિતિમાં દર્દીઓમાં પગમાં સોજા આવવાની સમસ્યા વારંવાર જોવા મળે છે. જો તમારા પગની આસપાસ સોજો આવે છે, તો એકવાર નિષ્ણાતની મદદ લો.
પગના તળિયામાં સોજોઃ
ઉચ્ચ કોલેસ્ટ્રોલના કિસ્સામાં, પગના તળિયામાં સોજો આવી શકે છે. જો તમને તમારા પગ અથવા તળિયામાં સોજો આવે છે, તો તરત જ આ સ્થિતિની તપાસ કરાવો. જેથી પરિસ્થિતિનો સમયસર ઈલાજ થઈ શકે.
નસોમાં સોજોઃ
ઉચ્ચ કોલેસ્ટ્રોલ લોહીના ગંઠાવાનું નિર્માણ કરવામાં ફાળો આપી શકે છે, જે પગને અસર કરી શકે છે. જ્યારે લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધી જાય છે, ત્યારે નસો બ્લોક થવા લાગે છે, જેના કારણે નસોમાં સોજો પણ આવી શકે છે. તેની સાથે જ દુખાવો પણ શરૂ થાય છે.
સોજો કેવી રીતે ઓળખવો?
જો પગના વિસ્તારમાં સોજો આવે છે, તો તેને તમારી આંગળીથી દબાવો. જો ખાડા જેવું થઈ જાય તો સમજવું કે સોજો આવી રહ્યો છે. ઉપરાંત, જ્યારે હલાવવામાં આવે ત્યારે તે ખૂબ જ અસ્વસ્થતા અનુભવે છે. આ સિવાય પગની આસપાસ સોજો આવે છે અને જકડાઈ જાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)