નવી દિલ્હી: લોકોને જ્યારે દિલ તૂટી જાય, બ્રેકઅપ થાય, કોઈ ખરાબ સમાચાર સાંભળે કે અચાનક કોઈ પ્રકારનો આઘાત લાગે ત્યારે શા માટે છાતી પર હાથ રાખે છે? આ પાછળનું વિજ્ઞાનિક કારણ હવે સામે આવ્યું છે. એક સંશોધન મુજબ, જો અચાનક કોઈ ખરાબ સમાચાર અથવા એવા કોઈ અકસ્માત થાય કે જેના માટે વ્યક્તિ અગાઉથી તૈયાર ન હોય તો તે બ્રોકન હાર્ટ સિન્ડ્રોમ (Broken Heart Syndrome) નો શિકાર બની શકે છે. આવું કેમ અને કેવી રીતે થાય છે, વૈજ્ઞાનિકોએ પણ આ વાત શોધી કાઢી છે. અચાનક આંચકાને કારણે છાતીમાં થતો તીવ્ર દુ:ખાવો હાર્ટ એટેક જેવો અનુભવ કરાવે છે, અને હૃદયને પણ નુકસાન પહોંચાડે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું હોય છે બ્રોકન હાર્ટ સિન્ડ્રોમ?
સામાન્ય રીતે જો હાર્ટ એટેકનો હુમલો આવે છે, તો તેનું કારણ એ છે કે હૃદયમાં લોહી પંપ કરતી નસો બ્લોક થઈ જાય છે. તેમાં કેલ્શિયમ કે ચરબી જમા થાય છે અને લોહી હૃદય સુધી બરાબર પહોંચી શકતું નથી. પરંતુ બ્રોકન હાર્ટ સિન્ડ્રોમમાં આવું થવું જરૂરી નથી. આંચકા કે તીવ્ર અકસ્માત કે ભયની સ્થિતિમાં હૃદયની ચેતા પર અચાનક તાણ આવે છે, જેના કારણે તે ખૂબ જ નબળા પડી જાય છે. બ્રોકન હાર્ટ સિન્ડ્રોમને ટાકોત્સુબો સિન્ડ્રોમ  (Takotsubo Syndrome) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રોગને જાપાનમાં 1990ના દાયકામાં જોવા મળ્યો હતો. જાપાનમાં તેને તાકોત્સુબો કાર્ડિયોમાયોપેથી  (Takotsubo Cardiomyopathy) નામ આપવામાં આવ્યું હતું. ત્યાં ઓક્ટોપસને પકડનાર જાળને તાકોત્સુબો (Takotsubo) કહેવામાં આવે છે. અચાનક અકસ્માત થાય, કોઈ શારીરિક નુકસાન પહોંચે અથવા તો માનસિક તણાવ (Emotional Stress) થવાથી પણ થઇ શકે છે.


આ શિક્ષકે તો ભારે કરી! પોર્ન વેબસાઈટ પર ભણાવી રહ્યો છે ગણિત, કમાણી બે કરોડને પાર  


શું મહિલાઓ વધુ ભોગ બને છે?
રિસર્ચ અનુસાર, બ્રોકન હાર્ટ સિન્ડ્રોમના મોટાભાગના કેસ મહિલાઓમાં જોવા મળે છે. શું સ્ત્રીઓ નબળું હૃદય ધરાવે છે? વાસ્તવમાં એવું નથી. જો કે, સંશોધન મુજબ 80થી 90 ટકા કેસોમાં 50થી 70 વર્ષની મહિલાઓ તેનો શિકાર બને છે. વૈજ્ઞાનિકોના મતે, આનું કારણ એ છે કે મેનોપોઝ દરમિયાન સ્ત્રીઓમાં એસ્ટ્રોજન હોર્મોનની ઉણપ હોય છે. આ ઉણપ મહિલાઓ માટે આ રોગનું જોખમ વધારે છે. ફોર્ટિસ હૉસ્પિટલના મનોચિકિત્સક ડૉ. મનુ તિવારીના જણાવ્યા અનુસાર, આ બાબતે વધુ સંશોધનની જરૂર છે, કારણ કે એક વિજ્ઞાનિક હકીકત એ પણ છે કે મહિલાઓ તણાવ અને મુશ્કેલીઓ ઉઠાવવા મામલે પુરૂષો કરતાં વધુ મજબૂત હોય છે અને તેઓ વેદનામાંથી ઝડપથી બહાર નીકળે છે.


T20 World Cup માં ટીમ ઈન્ડિયાનો આગામી ગેમ પ્લાન શું હશે? કોહલીએ જણાવ્યો પ્લાન


આ અભ્યાસને અમેરિકન હાર્ટ એસોસિએશનના જર્નલ (Journal of the American Heart Association)માં પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ અભ્યાસ પર ફોર્ટિસ હોસ્પિટલ, નોઈડાના કાર્ડિયાક સાયન્સના અધ્યક્ષ ડૉ. અજય કૌલનું કહેવું છે કે આવા દર્દીઓ સાજા થઈ શકે છે. થોડા સમય માટે આપણે તેને હાર્ટ પેશન્ટ માનીએ છીએ. પરંતુ તેનું હૃદય ફરીથી મજબૂત થઈ શકે છે. આવા કિસ્સાઓમાં પરિવારના સભ્યો અને મિત્રોનો સાથ ખૂબ ઉપયોગી છે. જ્યારે મનોવૈજ્ઞાનિક ડો. મનુ તિવારીના જણાવ્યા મુજબ, પરિવારના સભ્યો અને મિત્રોએ આવા દર્દીઓને ક્યારે જજ કરવા જોઈએ નહીં, તેમને કોઈ સલાહ ન આપવી જોઈએ. માત્ર થોડા દિવસો માટે તેમને સાથ આપો, જો તમે તેમની વાતો સાંભળો છો, તો દર્દી જલ્દી સ્વસ્થ થઈ શકે છે.