આ શિક્ષકે તો ભારે કરી! પોર્ન વેબસાઈટ પર ભણાવી રહ્યો છે ગણિત, કમાણી બે કરોડને પાર

તાઈવાનના એક ટીચરે આખી દુનિયામાં ઘેલું લગાડે તેવી એક ટેકનિક અપનાવી છે. તેઓ એક કદમ આગળ નીકળીને બાળકોને ભણાવવાનો એક અજીબોગરીબ ટેકનિક અજમાવી છે, જે હાલ ઘણી ચર્ચામાં છે.

Updated By: Oct 25, 2021, 06:17 PM IST
આ શિક્ષકે તો ભારે કરી! પોર્ન વેબસાઈટ પર ભણાવી રહ્યો છે ગણિત, કમાણી બે કરોડને પાર

ઝી ન્યૂઝ/ બ્યૂરો: કોરોના મહામારીના જમાનામાં દરેક નાના મોટા સૌ ઓનલાઈન ભણવાનું કે કામ કરવાનું પસંદ કરી રહ્યા છે. પરંતુ અમુક કિસ્સાઓમાં ઓનલાઈન ભણતર ખતરારૂપ સાબિત થયું છે. બાળકો ઓનલાઈન ભણતરના કારણે પોર્ન વેબસાઈટ પર વીડિયો કે અન્ય વીડિયો જોતા પકડાયા હોવાના અનેક ઘટનાઓ સામે ચૂકી છે. આજકાલ ભણવામાં દરેક બાળકોને જોર આવતું હોય છે, જેના કારણે શિક્ષકો અવનવા કિમીયા અજમાવીને બાળકોને ભણાવતા હોય છે. દરેક શિક્ષકની કોશિશ હોય છે કે તે પોતાના વિદ્યાર્થીઓને સાદી સરળ ટેકનિકથી ભણાવે. પરંતુ તાઈવાનના એક શિક્ષકનો બાળકોને ભણાવવાની રીત તમામ કરતા અલગ છે. 

તાઈવાનના એક ટીચરે આખી દુનિયામાં ઘેલું લગાડે તેવી એક ટેકનિક અપનાવી છે. તેઓ એક કદમ આગળ નીકળીને બાળકોને ભણાવવાનો એક અજીબોગરીબ ટેકનિક અજમાવી છે, જે હાલ ઘણી ચર્ચામાં છે. ગણિતનો ક્લાસ લેનાર તાઈવાનના આ ટીચર પોતાનો વીડિયો પોર્ન વેબસાઈટ પર અપલોડ કરે છે. અત્યાર સુધી તેઓ 200થી વધુ આવા વીડિયો અપલોડ કરી ચૂક્યા છે. સામાન્ય રીતે આજકાલ સેક્સ શબ્દ સાંભળતા જ લોકોના કાન ઉભા થઈ જતા હોય છે. ત્યારે પોર્ન વેબસાઈટ પર ભણવાના વીડિયો પોસ્ટ કરીનેવિદ્યાર્થીઓને ખેંચવાનો આ પ્રયોગ ખુબ ફાયદાકારક નીવડ્યો છે.

આ વિશે જાણવા મળ્યું છે કે ચાંગસું નામના આ શિક્ષકની પાસે ગણિતમાં માસ્ટર ડિગ્રી છે અને તેઓ આશરે 15 વર્ષોથી ઓનલાઈન અને તાઈવાનની સ્કૂલોમાં ભણાવી રહ્યા છે. પહેલા તેઓ ઓનલાઈન ક્લાસ માટે YouTube પર નિર્ભર હતા, પરંતુ ગત વર્ષે તેઓએ Pornhub પર અમુક એપિસોડ કરીને ક્લાસ લેવાનો નિર્ણય કર્યો હતો.

શિક્ષક ચાંગસૂએ આ વિશે જણાવ્યું હતું કે, ખુબ ઓછા લોકો એડલ્ટ વિડિયો પ્લેટફોર્મ પર ગણિત ભણાવે છે, અને આ પ્લેટફોર્મ પર  ઘણા બધા લોકો પોર્ન વીડિયો જુએ છે, ત્યારે મેં વિચાર્યું કે જો હું મારા વીડિયો ત્યાં અપલોડ કરું તો ઘણા લોકો આ વીડિયોને નિહાળશે. ' ચાંગસુએ તેનો વિડિયો XVideos અને NXNN પર અપલોડ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.

જોકે હાલમાં ચાંગસુ પાસે Pornhub ચેનલ છે જેનું નામ 'ચંગસુમથ 666' છે. તેમણે કહ્યું 'ઘણા વિદ્યાર્થીઓને જેમને ગણિત શીખવવા માટે શિક્ષકની જરૂર હોય છે તેઓ મને પોર્નહબ દ્વારા ઓળખે છે અને તેમાંથી કેટલાક મારા અભ્યાસક્રમો ખરીદે છે.' અભ્યાસક્રમ વેચીને ચાંગસુ દર વર્ષે 7,500,000 ન્યૂ તાઈવાન ડોલર (અંદાજે 1.88 કરોડ રૂપિયા) કમાય છે એટલે કે દર મહિને લગભગ 15 લાખ રૂપિયા કમાય છે.

ચાંગસુએ સ્વીકાર કર્યો છે કે તેઓ 'Pornhub પર ગણિત ભણાવવા માંગતા નહોતા, પરંતુ તેના કારણે વિશ્વને એવું બતાવવા માંગતા હતા કે તેઓ તાઈવાનના એક શિક્ષક છે જે કેલ્ક્યુલસને સારી રીતે ભણાવી શકે છે.