Heart Attack in Children : આધુનિક સમયમાં હાર્ટ એટેકના કેસ ઝડપથી વધી રહ્યા છે. સૌથી ચૌંકાવનારી વાત એ છે કે હાર્ટ એટેક માત્ર વૃદ્ધો કે મોટી ઉંમરના  લોકોને નહીં પરંતુ હવે યુવાઓ પણ તેની ઝપેટમાં આવી રહ્યા છે. આવામાં હાર્ટ એટેકના લક્ષણો અને તેના વિશેની જાણકારી અગત્યની બની ગઈ છે. આજે અમે તમને બાળકોમાં હાર્ટ એટેકના કારણ, લક્ષણો અને બચાવવાના ઉપાયો વિશે જણાવીશું. અમારી સહયોગી વેબસાઈટ ધ હેલ્થસાઈટ ડોટ કોમે આ વિષય પર જાણકારી માટે દિલ્હીની શાલીમાર બાગમાં સ્થિત મેક્સ સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલના પિડિયાટ્રિક્સ હેડ ઓફ ડિપાર્ટમેન્ટના ડોક્ટર પરવિન્દર સિંહ નારંગ સાથે વાતચીત કરી..ખાસ જાણો આઅંગે શું કહે છે એક્સપર્ટ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાળકોમાં હાર્ટ એટેકના કારણો!
ડોક્ટર પરવિન્દરનું કહેવું છે કે બાળકોમાં હાર્ટ એટેકની સંભાવનાર સરખામણીએ ઓછી હોય છે. જો કે આધુનિક સમયમાં આવા કેસોમાં પણ વધારો જોવા મળ્યો છે. બાળકોમાં હાર્ટ એટેકના અનેક કારણ હોઈ શકે છે. જેના પ્રમુખ કારણોમાં જન્મજાત હ્રદયરોગ, ડાબી બાજુની કોરોનરી આર્ટરીમાં કોઈ પ્રકારની પરેશાની હોઈ શકે છે. આ ઉપરાંત કેટલાક બાળકોમાં રૂમેટિક હાર્ટ ડિસિઝ હોય છે જેના કારણે પણ તેમનામાં હાર્ટ એટેકની શક્યતા વધી જાય છે. આ ઉપરાંત છાતીની આજુબાજુ કોઈ પ્રકારની ગંભીર ઈજા થવાના કારણએ પણ બાળકોમાં હાર્ટ એટેક આવી શકે છે. 


ડોક્ટરનું કહેવું છે કે આધુનિક સમયમાં બાળકોની લાઈફસ્ટાઈલમાં ખુબ ફેરફાર જોવા મળી રહ્યા છે. તેમની ફિઝિકલ એક્ટિવિટી પહેલાની સરખામણીએ ઘણી ઓછી થઈ છે. આ સિવાય અનેક બાળકો પોતાની ખોટી ખાણીપીણીની આદતોના કારણે મોટાપાનો ભોગ બની રહ્યા છે. જેના કારણે પણ બાળકોમાં હાર્ટ એટેકનું જોખમ વધી રહ્યું છે. 


બાળકોમાં હાર્ટ એટેકના લક્ષણો
બાળકોમાં હાર્ટ એટેક આવતા પહેલા કેટલાક ફેરફાર નજરે ચડી શકે છે જેમ કે...


- અન્ય બાળકોની સરખામણીએ કોઈ પણ પ્રકારની શારીરિક એક્ટિવિટીમાં અસમર્થ મહેસૂસ કરવું. 
- અન્ય બાળકોની તુલનામાં થોડી પણ એક્ટિવિટી બાદ શ્વાસ ફૂલવા.
- હળવી કસરતથી પણ વધુ પરસેવો આવવો. 
- પેઢા/જીભ વાદળી પડવા.
- કસરત દરમિયાન છાતીમાં ખુબ દુ:ખાવો થવો. 


હ્રદયના ધબકારા અટકી જવા કે અસામાન્ય રીતે જોવા મળે વગેરે પણ હાર્ટ એટેકના લક્ષણો હોઈ શકે છે. 


શું 30 પછી યુવતીનું ગર્ભવતી થવું મુશ્કેલ છે? પ્રેગ્નેન્સી સાથે જોડાયેલી છે આ 5 ખોટી


સ્વાસ્થ્ય માટે બહુમૂલ્ય વરદાન છે બાજરીનો રોટલો


ચીનના આ ફળની ભારતમાં બોલબાલા!  ફાયદા જાણીને ખરીદવા દોડશો, કહેવાય છે અમરફળ 


બાળકોમાં હાર્ટ એટેકથી બચાવ કેવી રીતે કરવો
ડોક્ટરોનું કહેવું છે કે જો તમે ઈચ્છતા હોવ કે તમારું બાળક હાર્ટ એટેક જેવી ઘાતક બીમારીથી દૂર રહે તો સૌથી પહેલા બાળકોની લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવો જરૂરી છે. માતા પિતા અને પરિવાર બાળકોના પહેલા રોલ મોડલ હોય છે. આવામાં જો તમે હેલ્ધી લાઈફસ્ટાઈલ ફોલો કરતા હશો તો તમારું બાળક પણ નાની ઉંમરથી જ હેલ્ધી લાઈફસ્ટાઈલ ફોલો કરશે. તેનાથી હાર્ટ એટેકનું જોખમ દૂર કરવામાં મદદ મળી શકે છે. 


તેમાં સૌથી પહેલા તમે તમારા આહારમાં સંતુલિત અને સ્વસ્થ ડાયેટની પસંદગી કરવાની જરૂર છે. આ સાથે જ ફેટયુક્ત આહાર ન ખાઓ અને બાળકોને પણ ન આપો. આ સાથે જ બાળકોની સાથે નિયમિત રીતે એરોબિક કસરત કરો. જેથી કરીને બાળક એક્ટિવ રહી શકે. 


બાળકોમાં હાર્ટ એટેકના કેસ ઘણા વધી રહ્યા છે. આવામાં તમારે તમારી સાથે સાથે બાળકોની લાઈફ સ્ટાઈલ ઉપર પણ ધ્યાન આપવાની જરૂર છે. જેથી કરીને તમે બાળકોને એક સ્વસ્થ અને હેલ્ધી લાઈફ જીવવા માટે પ્રેરિત કરી શકો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube