ઘરની મહિલાએ પણ બનાવી લેવું જોઈએ વસિયતનામું, વકીલોએ આપી આ 6 સલાહ
Legal will in india and points to adhere : જો તમારા નામના, તમારા હકના પૈસા કે મિલકત કોઈ એવી વ્યક્તિ છીનવી લે જે તમને પસંદ નથી તો તમને કેવું લાગશે. જેથી ઘરની સ્ત્રીએ પણ કાયદેસરનું વિલ બનાવવું જોઈએ.
Trending Photos
Why women must make a valid will and what she should not miss: ભારતમાં જ્યારે વારસાની વાત આવે છે, ત્યારે વસિયત લખતા દાદા અથવા પિતાનું ચિત્ર આપણી નજર સમક્ષ ઉભરી આવે છે. પરંપરાગત રીતે સ્ત્રીઓ સામાન્ય રીતે વિલ કરતી જોવા મળતી નથી. મોટાભાગની સ્ત્રીઓ વસિયત અંગે ક્યારેય સીરિયસ હોતી જ નથી અને ન તો કોઈ એવી ક્યારેય જરૂરિયાત અનુભવે છે. બહુ ઓછી સ્ત્રીઓને આ ઉપયોગી લાગે છે. જોકે, મહિલાઓ માટે આ અતિ ગંભીર વિષય છે.
વાસ્તવમાં મહિલાઓમાં વસિયતને લઈને જાગૃતિનો અભાવ છે. સામાન્ય રીતે, તેઓ તેમની મિલકત અને નાણાકીય બાબતો માટે તેમના પતિ, પુત્ર અથવા અન્ય પરિવારના સભ્યો પર આધાર રાખે છે. આજે જ્યારે મહિલાઓ પોતે બિઝનેસ કરી રહી છે, પિતાનો બિઝનેસ ચલાવી રહી છે કે ભાગીદાર બની રહી છે ત્યારે તેમણે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ.
વિલ સાથે જોડાયેલી 6 બાબતો:
1- વસિયતને કાગળ પર લખીને ઘરમાં ગાદલા નીચે ન રાખવી જોઈએ. તમારે સમજવું પડશે કે માત્ર રજિસ્ટર્ડ વસિયત જ સાચી અને માન્ય વિલ છે. સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલ અને મહિલાઓના મુદ્દાઓ પર સક્રિય વકીલના જણાવ્યા અનુસાર, કાયદેસર રીતે નોંધાયેલી વસિયત જ માન્ય ગણાય છે. જેથી તમે સ્ટેમ્પ પર લખીને આ વસિયતને રજિસ્ટર્ડ નહીં કરાવો તો આ ફક્ત કાગળ જ બની રહેશે.
2- મિન્ટમાં પ્રકાશિત એક અહેવાલ મુજબ, હિંદુ મહિલાઓના કિસ્સામાં, વસિયતનામાના નિયમો (Hindu Succession Act, 1956) હેઠળ પતિના વારસદારોને માતા-પિતા અને પરિવારના અન્ય સભ્યો કરતાં અગ્રતા આપવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો તમે ઇચ્છો છો કે આવી સમસ્યા ન થાય અને તમારી મિલકત, શેર, પૈસા વગેરે તમે ઈચ્છો એમના હાથમાં જાય તો તમારે વિલ બનાવવું પડશે.
3- પરિવારમાં મિલકત વગેરેને લગતી કોઈ સમસ્યા ના ઉભી થાય અને ટ્રાન્સફર સરળતાથી થાય એ માટે વિલ બનાવવું ખૂબ જ જરૂરી છે. જો તમે માનસિક રીતે સ્વસ્થ છો અને 18 વર્ષની વય વટાવી ચૂક્યા છો, તો તમે તમારી વસિયત બનાવી શકો છો.
4- કોઈ પણ વ્યક્તિ પાસે નાણાકીય પ્રોડક્ટસ અથવા સંપત્તિ પર માલિકીનો અધિકાર ફક્ત ત્યારે જ હોઈ શકે છે જ્યારે વિલમાં એમનું નામ હોય. જો તમે વસિયતનામું બનાવતા હો, તો આ બધું સ્પષ્ટ રીતે લખવું વધુ સારું છે. એવું માનશો નહીં કે સેવિંગ્સ એકાઉન્ટ અથવા ફિક્સ્ડ ડિપોઝિટમાં નોમિની ભરવાનું પૂરતું હશે.
4- Plan MyEstate સલાહકાર LLP શૈલેન્દ્ર દુબે કહે છે કે જ્યારે પણ તમે વસિયત લખો ત્યારે વર્ષમાં ઓછામાં ઓછા એક વખત વિલમાં વિગતો અપડેટ કરો, જો કોઈ ફેરફાર હોય તો તમારે એ વિગતો એડ કરી દેવી જોઈએ.
5- જો તમારી પાસે ફિજિકલ શેર, બોન્ડ અથવા અન્ય સિક્યોરિટીઝ હોય, તો પછી તમામ જરૂરી માહિતી, નંબરો વગેરે સાથે વિલમાં તેનો અલગથી ઉલ્લેખ કરવો વધુ સારું છે. જેથી તમારા મોત બાદ તેની ટ્રાન્સફરમાં કોઈ સમસ્યા ના આવે...
6- ધ્યાનમાં રાખો કે તમારી વસિયતનામામાં વસિયતનામું કરનારની તમામ બાબતો હોવી જરૂરી છે. જેમ કે સરનામું અને અનન્ય ઓળખ નંબર. જો તમે તમારી ઈચ્છા હેઠળ કોઈપણ સંસ્થાને તમારો હિસ્સો આપતા હોવ તો સંસ્થાની વિગતો આપવી પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે