ગુજરાતમાં કોન્ટ્રાક્ટર ભરતીમાં પણ ખૂલ્યો સૌથી મોટો ગોટાળો! છૂટ્યા તપાસના આદેશ
વડોદરા કોર્પોરેશને તાજેતરમાં અલ્ટ્રા મોડેલ એજેન્સીને 1.50 કરોડના ખર્ચે 100 પ્યુનનો ઇજારો 11 માસના કરાર આધારિત આપ્યો છે. જેમાં ઈજારદાર કર્મચારીઓ પાસેથી 8 કલાક કામ કરાવશે, અંદાજિત 18000 મહિનાનો પગાર ચુકવશે, મહિનામાં 4 રજા ફરજિયાત આપશે તેમજ કર્મચારીઓના PF અને ESI ભરશે તેવી શરતો થઈ હતી..
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા: વડોદરા કોર્પોરેશને 100 પ્યુન કોન્ટ્રાક્ટ પર રાખવા માટે ઇજારો આપ્યો છે, જે ઈજારાદાર કર્મચારીઓને પૂરતો પગાર ન ચૂકવી પગારમાંથી કટકી કરી રહ્યો હોવાના ગંભીર આક્ષેપ થતાં હડકંપ મચી જવા પામ્યો છે. કેવી રીતે કોન્ટ્રાક્ટર કર્મચારી અને પાલિકાને લગાવી રહ્યો છે ચૂનો.
વડોદરા કોર્પોરેશને તાજેતરમાં અલ્ટ્રા મોડેલ એજેન્સીને 1.50 કરોડના ખર્ચે 100 પ્યુનનો ઇજારો 11 માસના કરાર આધારિત આપ્યો છે. જેમાં ઈજારદાર કર્મચારીઓ પાસેથી 8 કલાક કામ કરાવશે, અંદાજિત 18000 મહિનાનો પગાર ચુકવશે, મહિનામાં 4 રજા ફરજિયાત આપશે તેમજ કર્મચારીઓના PF અને ESI ભરશે તેવી શરતો થઈ હતી, પણ કોન્ટ્રાક્ટર દ્વારા શરતોનું પાલન કરવાના બદલે શરતોને ઘોળીને પી ગયો છે.
ત્યારે પાલિકાના વિપક્ષ નેતાએ કોન્ટ્રાક્ટર પર કર્મચારીઓનું શોષણ કરવાનો આક્ષેપ કર્યો છે તેમજ કોન્ટ્રાક્ટર એક કર્મચારી દીઠ કોર્પોરેશન પાસેથી 18થી 19 હજાર પગાર વસૂલે છે જેની સામે કર્મચારીઓને માત્ર 10થી 11 હજાર પગાર આપે છે એટલે કે કોન્ટ્રાક્ટર દર મહિને 8 લાખ રૂપિયાનો ભ્રસ્ટાચાર આચરી રહ્યો છે જેના પુરાવા સાથેની અરજી વિપક્ષ નેતાએ મ્યુનિસિપલ કમિશનરને કરી છે. આ ઉપરાંત કોન્ટ્રાક્ટર કર્મચારીઓનું PF કે ESI પણ ન ભરતો હોવાનો આક્ષેપ થયો છે.
વિપક્ષ નેતાની ફરિયાદ બાદ પાલિકાના સ્ટેન્ડીંગ કમિટી ચેરમેને અધિકારીઓને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ તપાસ કરવાના આદેશ આપ્યા છે. તપાસ બાદ કોન્ટ્રાક્ટર કસૂરવાર સાબિત થશે તો તેના પર કડક કાર્યવાહી કરી બિલ અટકાવી દેવાની કાર્યવાહી કરાશે.
મહત્વની વાત છે કે પાલિકાએ પહેલીવાર કોન્ટ્રાક્ટ પર પ્યુન લેવાનો ઈજારો આપ્યો છે જેમાં પણ ગોટાળો સામે આવ્યો છે. વિપક્ષે મેયર અને મ્યુનિસિપલ કમિશનરને કાયમી કોન્ટ્રાક્ટર લેવા માટેની માંગ કરી છે, ત્યારે શાસક પક્ષ તેના તરફેણમાં નથી, ત્યારે શું પ્યુનના ઇજારાના નામે કોઇને કમાવી આપવાનો ખેલ તો નથી ને તે સવાલ ઊઠવા પામ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે