ગજબ...આયુર્વેદથી 90% બ્લોકેજ થયું દૂર, હાર્ટએટેકનો દર્દી સંપૂર્ણ રીતે સાજો થઈ ગયો
હોસ્પિટલમાં આયુર્વેદના પ્રોફેસર ડોક્ટર દિવ્યા કજારિયાએ અવધેશકુમારની સારવાર કરી હતી. વૈદ્ય દિવ્યા કજારિયાનો એવો દાવો છે કે આયુર્વેદની વિધિથી 100 ટકા બ્લોકેજવાળા દર્દીની પણ સારવાર કરાઈ છે. તે દર્દીના પરિણામ જલદી જોવા મળશે. તેમના જણાવ્યાં મુજબ એન્જિયોગ્રાફી દ્વારા અમે સાબિત કરી રહ્યા શકીએ છીએ કે આયુર્વેદથી હાર્ટએટેકના દર્દીને સંપૂર્ણ રીતે સાજો કરી શકાય છે.
દિલ્હીના સૌથી મોટા આયુર્વેદિક હોસ્પિટલ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદમાં હાર્ટ એટેકના ભોગ બનેલા એક દર્દીની સારવાર માત્ર દવા અને થેરેપી દ્વારા કરવામાં આવી. ચોંકાવનારી વાત એ છે કે દર્દીની આર્ટરી (નસ) 90% થી વધુ બ્લોક હતી. જે સારવાર બાદ ફક્ત 5 ટકા રહી ગઈ. આયુર્વેદિક સારવારથી આ દર્દી સંપૂર્ણ રીતે સાજો થઈ ગયો છે.
દિલ્હીના જૈતપુરના રહીશ અવધેશકુમાર (50 વર્ષ) ને 21 નવેમ્બર 2022ના રોજ હાર્ટએટેક આવ્યો હતો. તેમનો પરિવાર તેમને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલ લઈ ગયો. જ્યાં 15 દિવસ સુધી તેમની સારવાર ચાલી. એન્જિયોગ્રાફી બાદ ડોક્ટરે બે સ્ટેન્ટ નાખવાની સલાહ આપી. પરંતુ સારવારનો આ ખર્ચ અવધેશકુમારના ગજા બહાર હતો. તેઓ અધૂરી સારવાર છોડીને પાછા ફર્યા.
તબિયત ફરી બગડી
થોડા દિવસ બાદ ફરી તબિયત બગડતા દિલ્હીના બદરપુરમાં બનેલા ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદમાં તેઓ સારવાર માટે પહોંચી ગયા. ત્યાં ફરીથી એન્જિયોગ્રાફી કરવામાં આવતા 90 ટકાથી વધુ બ્લોકેજ જોવા મળ્યું. અવધેશકુમારને હોસ્પિટલમાં દાખલ કરાયા. પંચકર્મ ચિકિત્સા (આયુર્વેદમાં જણાવેલી એક વિશિષ્ટ મેડિકલ પ્રેક્ટિસ છે જે દોષોને શરીરમાંથી બહાર કાઢીને બીમારીને જડથી ખતમ કરે છે.) દ્વારા તેમને થેરેપી આપવામાં આવી અને સાથે સાથે આયુર્વેદિક દવાઓ ચાલુ કરવામાં આવી. ત્યારબાદ 3 મહિના સુધી તેમને ઘરે આયુર્વેદિક દવાઓ અપાઈ. હોસ્પિટલમાં આવતા ફરીથી એન્જિયોગ્રાફી કરાઈ તો આ વખતે બ્લોકેજ 5 ટકાથી પણ ઓછું જોવા મળ્યું.
એક્સપર્ટનો મત
હોસ્પિટલમાં આયુર્વેદના પ્રોફેસર ડોક્ટર દિવ્યા કજારિયાએ અવધેશકુમારની સારવાર કરી હતી. વૈદ્ય દિવ્યા કજારિયાનો એવો દાવો છે કે આયુર્વેદની વિધિથી 100 ટકા બ્લોકેજવાળા દર્દીની પણ સારવાર કરાઈ છે. તે દર્દીના પરિણામ જલદી જોવા મળશે. તેમના જણાવ્યાં મુજબ એન્જિયોગ્રાફી દ્વારા અમે સાબિત કરી રહ્યા શકીએ છીએ કે આયુર્વેદથી હાર્ટએટેકના દર્દીને સંપૂર્ણ રીતે સાજો કરી શકાય છે. મોટાભાગે આયુર્વેદિક એક્સપર્ટ એન્જિયોગ્રાફી જેવા ટેસ્ટ કરાવતા નથી. આથી આ રીતને ચોક્કસ રીતે રજૂ કરી શકતા નથી. પરંતુ અમે એક સ્ટડી કરી રહ્યા છીએ જેના દ્વારા અમે વૈજ્ઞાનિક રીતે એ સાબિત કરી શકીશું કે આયુર્વેદિક સારવારથી મુશ્કેલમાં મુશ્કેલ બીમારીઓ સંપૂર્ણ રીતે ઠીક કરી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube