Herbal Tea: મોટાભાગના લોકોની સવાર ચાની ચુસ્તી સાથે થાય છે. સવારે ગરમાગરમ મસાલેદાર ચા પીવાથી શરીર અને મન તરોતાજા થઇ જાય છે. જોકે ચા સ્વાસ્થ્ય માટે સારી છે કે નુકસાનકારક છે તેવા હંમેશા ચર્ચામાં રહે છે. જોકે આજે તમને એવી ચા વિશે જણાવીએ જે સ્વાસ્થ્યવર્ધક ગુણ ધરાવે છે. આ હર્બલ ચા પીવાથી અલગ અલગ સ્વાસ્થ્ય સમસ્યાઓમાં સુધારો થઈ શકે છે. સામાન્ય રીતે ચા બનાવતી વખતે તેમાં મસાલા અને વિવિધ વસ્તુઓ ઉમેરવામાં આવે છે જે તેનો સ્વાદ વધારે છે. પરંતુ ચા માં કેટલીક વસ્તુઓ ઉમેરવાથી તે હર્બલ ચા બની જાય છે. આ ચા પીવાથી પાચન ક્રિયાથી લઇ માથાનો દુખાવો, માસિક સમયે થતો દુખાવો, ઊંઘનો અભાવ વગેરે તકલીફોને પણ દૂર કરી શકાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Diabetes ના દર્દી નાળિયેર પાણી પીવે તો શુગર વધે કે ઘટે ? જાણો સાચો જવાબ


પગમાં થતા દુખાવાની ન કરવી અવગણના, આ 5 બીમારીઓનું હોય શકે છે કારણ


સવારે જાગો એટલે તમને પણ રોજ આવે છે ઉપરાઉપરી છીંક? જાણો તેનું કારણ


કેમોમાઈન ટી


આ છે ખાસ કરીને ઊંઘ સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. ચા પીવાથી ઊંઘ નથી આવતી તેવું તમે ઘણીવાર સાંભળ્યું હશે પરંતુ આ ચા માં એવા ગુણ હોય છે જે તમને ઝડપથી અને ગાઢ ઊંઘ લાવવામાં મદદ કરે છે.  આ ચા પીવાથી તમે શાંત અને રિલેક્સ અનુભવ કરશો જેના કારણે સારી ઊંઘ આવે છે. 


આદુવાળી ચા


આદુ વાળી ચા સ્વાસ્થ્ય માટે લાભકારક છે. આદુ માં જીંજરોલ નામનું તત્વ હોય છે જે બેચેની, ઉલટી, ઉબકા જેવી સમસ્યામાં રાહત કરે છે. આ ચા પીવાથી દુખાવા અને સોજામાં પણ રાહત મળી શકે છે. આર્થરાઇટિસ જેવી તકલીફમાં આદુવાળી ચાર સવારે પીવાની સલાહ આપવામાં આવે છે.


લેમનગ્રાસ ટી


લેમનગ્રાસમાં બ્લડ ગ્લુકોઝને કંટ્રોલ કરવાના ગુણ હોય છે. લેમન ગ્રાસવાળી ચા બ્લડ ગ્લુકોઝ લેવલને ઓછું કરવા માટે જાણીતી છે. સવારે તમે લેમનગ્રસ્ત ટી પીશો તો શરીરમાં સ્ફૂર્તિ પણ જળવાઈ રહે છે.


તુલસીની ચા


તુલસીની અસ્થમા, બ્રોન્કાઇટીસ જેવી તકલીફોને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેનાથી ઇમ્યુનિટી પણ વધે છે અને તે વાઇટ બ્લડ સેલને વધારે છે. ખાસ કરીને જો તમને તાવ શરદી જેવી વાઇરલ સમસ્યાઓ હોય તો તુલસીની ચા પીવી જોઈએ. આ ચા અલગ રીતે બનાવવાની હોય છે. એક કપ પાણીને બરાબર ઉકાળો અને તેમાં 10 તુલસીના પાન ઉમેરો. તેને પાંચ મિનિટ ઉકાળો અને પછી ગાળી અને તેમાં મધ ઉમેરીને પીવાનું રાખો.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)