પગમાં થતા દુખાવાની ન કરવી અવગણના, આ 5 બીમારીઓનું હોય શકે છે કારણ

Leg Pain Reason: પગમાં કોઈ ઈજા થાય કે પગ અચાનક મચકોડાઈ જાય તો તેના કારણે દુખાવો થાય તે સામાન્ય વાત છે. પરંતુ જો કોઈ કારણ વગર અચાનક તમારા પગમાં તીવ્ર દુખાવો થવા લાગતો હોય તો આ બાબતની અવગણના કરવી જોઈએ નહીં.

પગમાં થતા દુખાવાની ન કરવી અવગણના, આ 5 બીમારીઓનું હોય શકે છે કારણ

Leg Pain Reason: પગમાં કોઈ ઈજા થાય કે પગ અચાનક મચકોડાઈ જાય તો તેના કારણે દુખાવો થાય તે સામાન્ય વાત છે. પરંતુ જો કોઈ કારણ વગર અચાનક તમારા પગમાં તીવ્ર દુખાવો થવા લાગતો હોય તો આ બાબતની અવગણના કરવી જોઈએ નહીં. પગમાં સતત તીવ્ર દુખાવો થવો તે કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાનું લક્ષણ પણ હોય શકે છે. તેથી જો અચાનક તમને આવી તકલીફ થાય તો તેના પર ધ્યાન આપી સમયસર સારવાર કરાવી લેવી જોઈએ.  પરંતુ સૌથી પહેલા જાણો એ વાત કે કઈ કઈ સમસ્યાઓમાં પગમાં અચાનક દુખાવો થતો હોય છે. 

આ પણ વાંચો:
  
સ્ટ્રેચ મસલ્સ

વધારે કસરત, શારીરિક પ્રવૃત્તિ જેમકે દોડવું, જીમમાં એક્સરસાઈઝ વગેરેના કારણે સ્નાયૂ ખેંચાઈ જતા હોય છે. તેના કારણે પગમાં દુખાવો થવા લાગે છે. આ સમસ્યામાં ઘણીવાર સોજો પણ આવી જાય છે. 

આર્થરાઈટિસ

પગમાં દુખાવો થવાનું એક કારણ આર્થરાઈટિસ પણ હોય શકે છે. આ સમસ્યામાં સાંધા જકડાઈ જવા અને સોજા આવવાને કારણે ઘણી વખત પગમાં દુખાવો રહેતો હોય છે. 

 
યુરિક એસિડ

જ્યારે શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધી જાય છે ત્યારે પગમાં ભારે દુખાવો થાય છે.  યુરિક એસિડનું લેવલ વધવાથી પગના રક્ત પરિભ્રમણ પર ખરાબ અસર પડે છે. જેના કારણે પગમાં દુખાવો થવા લાગે છે.

 
હાઈ બ્લડ પ્રેશર

હાઈ બ્લડ પ્રેશર પણ એક કારણ છે જેમાં પગમાં દુખાવો થવાની સમસ્યા વધી જાય છે.  

 
કેલ્શિયમની ખામી

જો તમારા શરીરમાં કેલ્શિયમની ખામી હોય તો પણ પગમાં દુખાવો થવાની સમસ્યા થઈ શકે છે.  

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય  જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news