Health Tips: 40 વર્ષની ઉંમરમાં વ્યક્તિના સ્વાસ્થ્યમાં ઘણા ફેરફાર થાય છે. ખાસ કરીને આ સમયે ચયાપચય એટલે કે મેટાબોલિઝમ પહેલા જેવું રહેતું નથી. ચયાપચયની ક્રિયા દ્વારા શરીર ભોજનને ઉર્જામાં પરિવર્તિત કરે છે. વધતી ઉંમરની સાથે મેટાબોલિઝમ સ્લો થઈ જાય છે અને તેના કારણે શરીરને કેલેરી બર્ન કરવામાં વધારે સમય લાગે છે તેના કારણે વજન વધે છે સાથે જ ચયાપચય સંબંધિત બીમારી થવાનું જોખમ પણ વધી જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે ચયાપચયની ક્રિયાને તમે ઉંમર વધવાની સાથે પહેલા જેવી ઝડપી કરી શકો છો. જો આ કામ કરી લેશો તો વધતી ઉંમરે વજન વધવા સહિતની સમસ્યાઓ તમને નહીં સતાવે. સાથે જ વજન ઓછું કરવા માટે પણ તમારે વધારે મહેનત નહીં કરવી પડે કારણ કે જો તમારું મેટાબોલિઝમ મજબૂત હશે તો 40 વર્ષ પછી પણ શરીર પહેલાની જેમ જ ભોજનને ઉર્જામાં પરિવર્તિત કરશે અને ચરબી બનવા નહીં દે.


મેટાબોલિઝમ બુસ્ટ કરવાની ટીપ્સ


આ પણ વાંચો:


આ વિટામિનની ખામીના કારણે વારંવાર થાય મૂડ સ્વિંગ, આ વસ્તુનું સેવન કરવાથી દુર થશે ખામી


વધારે વજનથી લઈ પાચન સંબંધિત સમસ્યાને દુર કરે છે રસોડાની આ વસ્તુ, 10 મિનિટમાં થશે અસર


Health Tips: ઈંડા અને ચિકન કરતાં વધારે પ્રોટીન હોય છે આ કઠોળમાં, જાણો તેના લાભ વિશે


નિયમિત વ્યાયામ


મેટાબોલિઝમ બુસ્ટ કરવા માટે સૌથી સરળ અને અસરકારક ઉપાય છે એક્સરસાઇઝ કરવી. નિયમિત રીતે ઓછામાં ઓછી 30 મિનિટ સુધી કસરત કરવાનું રાખવું. શરૂઆત 15 મિનિટ થી કરી શકાય છે.


સ્વસ્થ આહાર લેવો


મેટાબોલિઝમ બુસ્ટ કરવા માટે સ્વસ્થ આહાર ખૂબ જ જરૂરી છે તેના માટે આખા અનાજ, તાજા ફળ, લીલા શાકભાજી અને ઓછા ફેટ તેમજ પ્રોટીન ધરાવતા પૌષ્ટિક ફૂડનું સેવન કરવું.


પૂરતી ઊંઘ કરવી


જો પૂરતી ઊંઘ ન થતી હોય તો પણ મેટાબોલિઝિમ સ્લો થઈ જાય છે તેથી નિયમિત રીતે સાતથી આઠ કલાક ઊંઘ કરવાનું લક્ષ્ય રાખો.


સ્ટ્રેસ ન લો


સ્ટ્રેસ ના કારણે પણ મેટાબોલિઝિમ સ્લો થઈ જાય છે તેથી સ્ટ્રેસ દુર કરવા માટે યોગ-ધ્યાન અથવા તો અન્ય ટેકનીકનો અભ્યાસ કરવાનું રાખો.


આ પણ વાંચો:


હાર્ટ ફેઈલ થતા પહેલા શરીરમાં અનુભવાય છે આ 7 સમસ્યા, સમયસર સમજી લેવાથી બચી શકે છે જીવ


દવા વિના બ્લડ સુગર લેવલ રહેશે કંટ્રોલમાં, રોજ સવારે ચાવીને ખાઈ લેવા આ ઝાડના પાન


કબજિયાતથી લઈ લોહીની ઊણપ સુધીની સમસ્યા દુર કરે છે ખજૂર, જાણો ખાવાની સાચી રીત


શરીરમાં પાણીની ઉણપ


શરીરને દરેક કામ કરવા માટે ઊર્જાની જરૂર પડે છે. તેથી દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું પણ જરૂરી છે. દરેક વ્યક્તિએ દિવસમાં આઠથી દસ ગ્લાસ પાણી પીવાનું લક્ષ્ય રાખવું જોઈએ.


વ્યસનથી બચો


દારૂ-સિગરેટ જેવા વ્યસનના કારણે પણ મેટાબોલિઝમ સ્લો થઈ જાય છે તેથી આ પ્રકારના વ્યસનને તુરંત છોડી દેવા જોઈએ.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)