High protein milk: માન્યામાં નહીં આવે પણ સાચું છે, પ્રોટિનની પાવરબેંક છે કોકરોચનું દૂધ
Protein in buffalo milk: જો તમારે હાઈ પ્રોટીન દૂધ પીવું હોય તો ગાય કે ભેંસનું દૂધ પીવાનું બંધ કરો કારણ કે એક રિસર્ચમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ભેંસના દૂધ કરતાં ત્રણ ગણું વધારે પ્રોટીન વંદાના દૂધમાં જોવા મળે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ભવિષ્યમાં તેનો ઉપયોગ પ્રોટીન સપ્લીમેન્ટ્સ બનાવવા માટે પણ થઈ શકે છે.
Cockroach milk: કોઈ કહે છે કે ગાયનું દૂધ પીઓ... કેટલાક કહે છે કે ભેંસ, બકરી કે ઊંટનું દૂધ પીવો, પણ હવે લાગે છે કે કદાચ આ વાત જૂની થવા જઈ રહી છે. એક સંશોધનમાં એક નવી વાત સામે આવી છે કે કોકરોચના દૂધમાં ભેંસના દૂધ કરતાં ત્રણ ગણી વધારે એનર્જી હોય છે. હા, તમને આ વાત આશ્ચર્યજનક લાગશે. પરંતુ આ બાબતે વૈજ્ઞાનિકો નવા દાવા કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દૂધનો ઉપયોગ આગામી સમયમાં પ્રોટીન સપ્લિમેન્ટ માટે થઈ શકે છે.
કોકરોચ દૂધ કોણ વેચે છે?
ભારતમાં આ દૂધ કોણ તૈયાર કરે છે તેના વિશે હાલમાં કોઈ માહિતી મળી નથી, પરંતુ દક્ષિણ આફ્રિકાની એક કંપનીએ કોકરોચમાંથી બનેલું દૂધ બનાવવાનું શરૂ કર્યું છે. દાવો કરવામાં આવ્યો છે કે તેનો સ્વાદ ચોકલેટ, પીનટ બટર અને ચા જેવો છે. તેઓ એમ પણ કહે છે કે કોકરોચના દૂધમાં સારી માત્રામાં પ્રોટીન હોય છે. આ સિવાય તેમાં સારી ચરબીનું પ્રમાણ પણ જોવા મળે છે. વૈજ્ઞાનિકો આશા વ્યક્ત કરી રહ્યા છે કે ટૂંક સમયમાં તેનો પ્રોટીન સપ્લિમેન્ટ માટે ઉપયોગ કરી શકાશે.
આ પણ વાંચો: 'એન્ટીલિયા' છોડો, અનિલ અંબાણી 'મહેલ' જેવું મકાન જોશો તો જોતા રહી જશો!
આ પણ વાંચો: કોણ છે ગૌતમ અદાણીના પુત્રવધુ પરિધિ શ્રોફ ? મોટા મોટા દિગ્ગજો પણ લે છે સલાહ
આ પણ વાંચો: Mukesh Ambani પાસે છે દુનિયાની સૌથી મોંઘી કારો : કારની કિંમત છે અધધ..બાપ્પા...
કોકરોચ દૂધની આટલી લોકપ્રિયતા શા માટે?
બાયોકેમિસ્ટ સુબ્રમણ્યમ રામાસ્વામીએ વોશિંગ્ટન પોસ્ટને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આ દૂધ કોઈને ગમશે નહીં, તેમ છતાં અમે તેને બનાવી રહ્યા છીએ કારણ કે આ દૂધના ફાયદા ઘણા છે. તેમણે કહ્યું કે ધીમે ધીમે તેનું સેવન કરવાથી વ્યક્તિને ફાયદો થશે અને આ દૂધની કોઈ આડઅસર થશે નહીં. તેઓ કહે છે કે તે મનુષ્યો માટે સંજીવની બુટી જેવું કામ કરશે. એક સંશોધકે જણાવ્યું કે તેમાં પ્રોટીન ક્રિસ્ટલ નામની ધાતુ હોય છે. જે ચરબી, પ્રોટીન અને ખાંડને મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે. કોકરોચના દૂધમાં ભેંસના દૂધ કરતાં ત્રણ ગણી વધારે એનર્જી હોય છે.
આ પણ વાંચો: Hair Care: નાની ઉંમરમાં જ વાળ થઈ ગયા છે સફેદ તો આ ઘરેલું ઉપાયો અજમાવો
આ પણ વાંચો: નાની બચત મોટું વળતર, દરરોજ ફક્ત 58 રૂપિયામાં મેળવો 8 લાખ રૂપિયા
આ પણ વાંચો: પ્રિયતમા સાથે જાવ કે પરિવાર સાથે...પણ જવાનું ચૂકતા નહી, ગજબના છે આ પિકનિક સ્પોટ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube