Banana:કેળા હેલ્ધી ફળોમાંથી એક છે. તેમાં પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. હાર્ટનું સ્વાસ્થ્ય સારું રહે અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે તે માટે કેળાનું સેવન કરવું લાભકારક સાબિત થાય છે. કેળા ખાવાથી મૂડ પણ સુધરે છે. કેળા એવું ફળ છે જેને નિયમિત રીતે ખાઈ શકાય છે. પરંતુ એક દિવસમાં કેટલા કેળા ખાવા તે જાણવું જરૂરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો એક દિવસમાં વધારે કેળા ખાવામાં આવે તો તે ફાયદો કરવાને બદલે નુકસાન પણ કરી શકે છે. સાથે જ કેટલીક સમસ્યાઓમાં કેળા ખાવાની પણ મનાઈ હોય છે. તો ચાલો આજે તમને જણાવીએ કે એક દિવસમાં કેટલા કેળા ખાવા લાભકારી છે ? સાથે જ કયા લોકોએ કેળા ખાવાનું ટાડવું જોઈએ. 


દિવસમાં કેટલા કેળા ખાવા લાભકારક ? 


આ પણ વાંચો: Red Potato: લાલ બટેટાના પોષકતત્વો અને ફાયદા જાણશો તો સફેદ બટેટા ખાવાનું છોડી દેશો


કેળા સ્વાસ્થ્ય માટે હેલ્ધી છે. પરંતુ તેની માત્રા નક્કી હોવી જોઈએ. એક સ્વસ્થ વ્યક્તિ દિવસમાં એક અથવા તો બે કેળા ખાઈ શકે છે. બે કેળાથી વધારે ખાવા નહીં. જો રોજ બે કેળાથી વધારે કેળા ખાશો તો વજન ઝડપથી વધવા લાગશે. સાથે જ બ્લડ સુગર પણ અસંતુલિત થઈ શકે છે. 


રોજ કેળા ખાવાથી થતા ફાયદા 


આ પણ વાંચો: આ 5 ફળને ફ્રીજમાં રાખીને ખાવા સૌથી ખતરનાક, ખાધા પછી તરત પેટમાં શરૂ થશે ગડબડ


- કેળામાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે જે પેટ માટે લાભકારી છે. 


- કેળામાં પોટેશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે જે હાર્ટના કાર્યને નિયંત્રિત કરે છે. 


- કેળા ખાવાથી પેટનું એસિડ બેઅસર થઈ શકે છે જેના કારણે છાતીમાં બળતરાથી રાહત મળે છે.


- કેળા ખાવાથી શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે. 


આ પણ વાંચો: Fibroids: ગર્ભાશયમાં થઈ હોય ગાંઠ તો ખાવા લાગો આ ફળ, સંકોચાવા લાગશે ફાઈબ્રોઈડ જાતે જ


કોણે ન ખાવા કેળા ? 


પોષક તત્વથી ભરપૂર કેળા કેટલાક લોકો માટે હાનિકારક સાબિત થઈ શકે છે. કેળા હેલ્ધી ફળ છે પરંતુ બધા લોકો માટે તે સુરક્ષિત નથી. જેમકે જે લોકોને માઈગ્રેનની સમસ્યા હોય તેવો કેળા ખાય તો માઈગ્રેન ટ્રીગર થઈ શકે છે. 


આ પણ વાંચો: ફક્ત હાર્ટ એટેક આવે ત્યારે જ નહીં છાતીમાં દુખાવો આ સ્વાસ્થ્ય સમસ્યામાં પણ અનુભવાય છે


આ ઉપરાંત કેટલાક લોકોમાં કેળાના કારણે એલર્જી પણ વિકસિત થાય છે. આવી તકલીફ હોય તો કેળા ખાતા પહેલા એક્સપર્ટની સલાહ લઈ લેવી.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)