lychee Side Effects: ગરમીની સીઝનમાં મળતા વિવિધ ફળમાંથી એક લીચી પણ છે. લીચી રસદાર અને સ્વાદિષ્ટ ફળ છે. તે સ્વાસ્થ્ય માટે લાભકારક પણ છે. પરંતુ તેની તાસીર ગરમ હોય છે. તેથી ઉનાળામાં તેનું સેવન કેટલીક વાતોને ધ્યાનમાં રાખીને કરવું. નહીં તો તે મગજને ડેમેજ પણ કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લીચીમાં વિટામીન સી, ફાઈબર, એંટીઓક્સીડેંટ જેવા પોષકતત્વો હોય છે. આ ફળ ગરમીમાં ખાવાની મજા પણ આવે છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે લીચી સાથે એક જીવલેણ નુકસાન પણ જોડાયેલું છે. નેશનલ ઈંસ્ટીટ્યુટ ઓફ હેલ્થના રિપોર્ટ અનુસાર લીચીમાં મિથિલીન સાઈક્લોપ્રોપિલ ગ્રાઈસિન નામનું ટોક્સિન હોય છે. 


આ પણ વાંચો: આ આયુર્વેદિક ચા પુરુષો માટે વરદાન, સ્ટ્રેસથી લઈ લો સ્પર્મ કાઉન્ટની સમસ્યા થશે દુર


મીડિયા રિપોર્ટ અનુસાર બિહારમાં 1995 માં લીચી ખાવાથી બાળકોનું મોત થયું હોય તેવી ઘટના બની હતી. ઉત્તર ભારતમાં પણ ચમકી તાવના કેસ જોવા મળ્યા હતા. જો કે તેનો અર્થ એ નથી કે લીચી ખાવી જ નહીં. કેટલીક વાતોનું ધ્યાન રાખવામાં આવે તો લીચીથી થતા નુકસાનને ટાળી શકાય છે. 


આ પણ વાંચો: Dates Benefits: સોહા અલી ખાન ખાલી પેટ ખાય છે નાળિયેર તેલમાં પલાળેલા ખજૂર, જાણો ફાયદા


લીચીમાં જે ટોક્સિન મિથિલીન સાઈક્લોપ્રોપિલ ગ્રાઈસિન હોય છે તેના કારણે ઈન્સેફેલાઈટિસ નામની જીવલેણ બીમારી થાય છે. જોન્સ હોપકિંગ મેડિસિન અનુસાર ઈન્સેફેલાઈટિસ બ્રેન ટિસ્યૂમાં થતા સોજા કે ઈંફેકશનના કારણે થાય છે. જેમાં મગજમાં સોજો આવી જાય છે. જેના કારણે માથામાં દુખાવો, ગરદન જકડાઈ જવી, એટેક આવવા લાગે છે. 


ખાલી પેટ ક્યારેય ન ખાવી લીચી


આ પણ વાંચો: Roti In Breakfast: સવારે નાસ્તામાં આ રોટલી ખાશો તો આખો દિવસ બ્લડ સુગર રહેશે કંટ્રોલ


લીચીના નુકસાનથી બચવું હોય તો લીચીને ક્યારેય ખાલી પેટ ખાવી નહીં. ખાલી પેટ લીચી ખાવાથી તેમાં રહેલા ટોક્સિનના કારણે બ્લડ શુગર ઝડપથી ઘટવા લાગે છે. આ સિવાય ઉલટી, આંચકી જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. 


એક દિવસમાં કેટલી લીચી ખાવી સુરક્ષિત?


આ પણ વાંચો: Banana: એક દિવસમાં કેટલા કેળા ખાઈ શકાય ? જાણો કોના માટે કેળા ખાવા હાનિકારક


લીચીથી થતા ફાયદા મેળવવા અને તેના નુકસાનથી બચવું હોય તો દિવસમાં 6 થી 7 લીચી જ ખાવી જોઈએ. જો તમને કોઈ બીમારી હોય અને તેની દવા લઈ રહ્યા હોય તો લીચી ખાતા પહેલા ડોક્ટરની સલાહ લેવી. સાથે જ લીચી ખાતા પહેલા ધ્યાનમાં રાખવું કે તે બરાબર રીતે પાકેલી હોય. આ સિવાય ખાલી પેટ લીચી ખાવાનું ટાળવું, 


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)