Ayurvedic Tea: આ આયુર્વેદિક ચા પુરુષો માટે વરદાન, સ્ટ્રેસથી લઈ લો સ્પર્મ કાઉન્ટની સમસ્યા કરી શકે છે દુર

Ayurvedic Tea: સ્ટ્રેસ મહિલાઓ અને પુરુષો બંને માટે ખતરનાક છે. તેના કારણે હાર્ટ પર પણ ખરાબ અસર પડે છે અને ઊંઘની સમસ્યા પણ થઈ શકે છે. સાથે જ સ્વાસ્થ્ય પણ પ્રભાવિત થાય છે. પુરુષો માટે સ્ટ્રેસ એટલે ખરાબ છે કે સ્ટ્રેસ વધવાથી સ્પર્મ કાઉન્ટ પર પણ અસર પડે છે.

Ayurvedic Tea: આ આયુર્વેદિક ચા પુરુષો માટે વરદાન, સ્ટ્રેસથી લઈ લો સ્પર્મ કાઉન્ટની સમસ્યા કરી શકે છે દુર

Ayurvedic Tea: સ્ટ્રેસને મોટાભાગના લોકો સિરિયસલી લેતા નથી. પરંતુ સ્ટ્રેસને અવોઇડ કરવું જોખમી સાબિત થઈ શકે છે. લાંબા સમય સુધી વ્યક્તિ સ્ટ્રેસમાં રહે તો ડિપ્રેશન પણ થઈ શકે છે. ડિપ્રેશન વિશે આજે પણ લોકો ખુલીને વાત કરતા નથી. સ્ટ્રેસના કારણે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે. ખાસ તો પુરુષોમાં સ્ટ્રેસ સેક્સ લાઈફને પણ પ્રભાવિત કરે છે તેથી સ્ટ્રેસને લઈને ગંભીર રહેવું જોઈએ. 

સ્ટ્રેસ મહિલાઓ અને પુરુષો બંને માટે ખતરનાક છે. તેના કારણે હાર્ટ પર પણ ખરાબ અસર પડે છે અને ઊંઘની સમસ્યા પણ થઈ શકે છે. સાથે જ સ્વાસ્થ્ય પણ પ્રભાવિત થાય છે. પુરુષો માટે સ્ટ્રેસ એટલે ખરાબ છે કે સ્ટ્રેસ વધવાથી સ્પર્મ કાઉન્ટ પર પણ અસર પડે છે. પુરુષોમાં સ્ટ્રેસને દૂર કરવા માટે એક આયુર્વેદિક ચા વરદાન સમાન સાબિત થાય છે. 

પુરુષો માટે ફાયદાકારક આયુર્વેદિક ચા 

ઘરમાં રહેલી ત્રણ વસ્તુઓથી જ આ ચા બની જાય છે અને તે પુરુષો માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ચા બનાવવા માટે કેસર, એલચી અને ગુલાબના પાનની જરૂર પડે છે. આ ચા બનાવવા માટે સૌથી પહેલા એક ગ્લાસ પાણીને ઉકાળો અને તેમાં એક એલચી અને બે થી ત્રણ કેસરના તાંતણા ઉમેરો. તેમાં થોડા ગુલાબના પાન ઉમેરો અને 10 મિનિટ ઉકાળો. ત્યાર પછી તેને ગાળી અને ઠંડુ કરી પી લો. આ ચા સ્વાસ્થ્યને કેટલા ફાયદા કરે છે તે પણ જાણી લો. 

આયુર્વેદિક ચા થી થતા ફાયદા 

આ આયુર્વેદિક ચા પીવાથી હાર્ટ હેલ્ધી રહે છે અને બ્લડ પ્રેશર તેમજ બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. તેનાથી ઊંઘ સંબંધિત સમસ્યા પણ દૂર થાય છે. આ ચા પાચનશક્તિ વધારે છે અને ભૂખ ઉઘડે છે. આ ચા સ્પર્મ કાઉન્ટને પણ વધારી શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news