Let Us All Celebrate Vedic Holi સમીર બલોચ/અરવલ્લી : ભારતીય સંસ્કૃતિમાં પરંપરાગત ચાલી આવતા હોળીનો તહેવાર દરેક શહેર  ગામેગામ મહોલ્લા શેરી કે સોસાયટીઓ વચ્ચે હોળી પ્રગટાવાય છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં ઋતુકાળના વાતાવરણને અનુરૂપ તહેવારોની ઉજવણી થતી આવી છે. તહેવારોની ઉજવણીમાં એકતા ,સામુહિકતા, નવો ઉત્સાહ તેમજ આધ્યાત્મિક ભાવનાની સાથે સાથે ક્યાંક વૈજ્ઞાનિક તથ્ય છુપાયેલ હોય છે. શહેરો, ગામેગામ ઠેર ઠેર શેરી, મહોલ્લા, સોસાયટી વચ્ચે હોળી પ્રગટાવાય છે. અનેક લોકો હોળી ઉજવવાની સાચી રીત જાણતા નથી. આપણા શાસ્ત્રોમાં વેદિક હોળીનો ઉલ્લેખ કરાયો છે. વેદિક હોળી સ્વાસ્થય માટે બહુ જ સારી હોય છે. શાસ્ત્રોમાં તેનો મહિમા લખાયો છે. જો તમે તમારી આસપાસ હોળી પ્રગટાવવા માંગતા હોવ તો વેદિક હોળી કોન્સેપ્ટ અપનાવો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હોળી પ્રગટાવવાનું કારણ શું 
હોળીની ઉજવણીની એક પરંપરા છે, પરંપરાની સાથે તેનો એક ચોક્કસ હેતુ પણ છે. શિયાળાના સમાપન અને ઉનાળાની શરૂઆત વચ્ચે બે ઋતુના આ સમયમાં વાતાવરણમાં રહેલ જીવાણુંઓ નાશ પામી હોળી પ્રગટાવવાથી હવામાન શુદ્ધ થાય છે. રોગચાળાનો વધુ સામનો ના કરવો પડે તેવી સામુહિક આરોગ્યની વ્યવસ્થા બને છે. ગુજરાતમાં હવે આ મામલે જાગૃતિ આવે છે. અનેક લોકોએ વેદિક હોળી પ્રગટાવવાની પહેલ કરી છે. ત્યારે અરવલ્લીના મોડાસામાં વૈદિક હોળી ઉજવાશે. ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા પવિત્ર હોળી યજ્ઞ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. 6 માર્ચ, સોમવારે મોડાસામાં વૈદિક હોળી પ્રગટાવાશે. 


આ પણ વાંચો : 


નકલી PSI મયુર તડવી કેસમાં મોટું એક્શન : 6 પોલીસ કર્મીઓને રાતોરાત સસ્પેન્ડ કરાયા
 
આ વિશે સ્થાનિક હરેશભાઈ કહે છે કે, મોડાસામાં વિશેષ મંત્રોચ્ચાર સાથે કર્મકાંડ પૂજન સહિત હોળી યજ્ઞ કરવામાં આવશે. આમ તો વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ઠેર ઠેર હોળી પ્રગટાવાય છે. પરંતુ હાલની સ્થિતિમાં આ હોળીમાં ઘણીવાર છોકરાઓ મૂળ તથ્યને ભૂલ્યા હશે. મઝાકમાં પર્યાવરણને નુકસાન થઈ શકે તેવા પદાર્થો, કચરો, પ્લાસ્ટીકની કોથળીઓ જેવી ચીજ વસ્તુઓ પણ ક્યારેક હોમી દેતા હોય છે. જેથી વાયુ દૂષિત થઈ પર્યાવરણ બગાડે છે. જેથી આપણી મૂળ પરંપરા જાગૃત થાય તેમ પ્રયાસ રુપે ગાયત્રી ચેતના કેન્દ્ર આગળ શુદ્ધ અને પવિત્ર વૈદિક હોળીનું આયોજન કરવામાં આવેલ છે. 


આ વૈદિક હોળી યજ્ઞમાં ગાયના છાણાંમાંથી બનાવેલ ગૌ કાષ્ટ, ગાયનું ઘી, ગાયના છાણાં-ઓરાયા, આંબો, પીપળી, વડ, ખેર, ઉમરો, ખાખરો, બીલી જેવાં વૃક્ષોની સમિધાઓ, સાત પ્રકારના ધાન્ય, ગુગળ, ઈલાયચી, લવિંગ, કપૂર, શ્રીફળ તેમજ હિમાલયની જડીબુટ્ટીઓ યુક્ત હવન સામગ્રી આ વૈદિક હોળીમાં હોમવામાં આવશે.


આ પણ વાંચો : 


આ રીતે હોળી પ્રગટાવો તો રોડને નુકસાન નહિ થાય, AMC એ અમદાવાદીઓને કરી ખાસ અપીલ