Tea Side Effects: તમે 30 દિવસ ચા ન પીવો તો શરીરમાં થાય આ ફેરફાર, જાણીને જાતે નક્કી કરો ચા પીવી કે નહીં...
Tea Side Effects: આજે તમને જણાવીએ કે જો 30 દિવસ સુધી તમે ચા નથી પીતા તો તેનાથી શરીરમાં કેવી અસર થાય છે. આ અસરો વિશે જાણીને તમે જાતે નક્કી કરી શકો છો કે ચા પીવી કે પછી ચા પીવાની આદત છોડી દેવી જોઈએ.
Tea Side Effects: આપણામાંથી મોટાભાગના લોકોના દિવસની શરુઆત ચા સાથે થાય છે. ચા પીવી ફાયદાકારક કે નુકસાનકારક તે મુદ્દે ચર્ચા પણ લાંબા સમયથી થતી રહી છે. આ અંગે થયેલી રિસર્ચમાં પણ અલગ અલગ પરિણામ જોવા મળે છે. કેટલાક સંશોધનનું તારણ એમ કહે છે કે દૂધવાળી ચાને બદલે બ્લેક ટી લાભકારી છે તો કેટલાક લોકો માને છે કે કોઈપણ ચા વધારે પીવામાં આવે તો તે નુકસાન કરે છે.
આ પણ વાંચો: શું તમે 5 મિનિટ પણ ફોન ચેક કર્યા વિના નથી રહી શકતા? તો તમે છો આ ગંભીર બીમારીનો શિકાર
આજે તમને જણાવીએ કે જો 30 દિવસ સુધી તમે ચા નથી પીતા તો તેનાથી શરીરમાં કેવી અસર થાય છે. આ અસરો વિશે જાણીને તમે જાતે નક્કી કરી શકો છો કે ચા પીવી કે પછી ચા પીવાની આદત છોડી દેવી જોઈએ.
એક મહિના સુધી ચા પીવામાં ન આવે તો તેનાથી શરીરમાં સ્વસ્થ પરિવર્તન આવી શકે છે. 30 દિવસ સુધી જો કેફીનનું સેવન ઘટાડી દેવામાં આવે તો શરીરને અનેક લાભ થાય છે. આ લાભ નીચે દર્શાવ્યાનુસાર છે.
આ પણ વાંચો: Morning Anxiety:સવારે જાગો ત્યારે અનુભવો છો ઉદાસી ? જાણો તેના કારણો અને રાહતના ઉપાય
ઊંઘની ગુણવત્તા સુધરશે
ચામાં પ્રાકૃતિક રીતે કેફીન હોય છે. વધારે માત્રામાં કેફીન ઊંઘને બાધિત કરે છે. વધારે કેફીન લેવાથી મેલાટોનિન હોર્મોનના ઉત્પાદનમાં પણ બાધા ઉત્પન્ન થાય છે. જેના કારણે ઊંઘની ખામી, થાક, સ્થુળતા, બ્લડ શુગર જેવી સમસ્યા થાય છે. જો કેફીન લેવાનું બંધ કરો છો તો ઊંઘની ગુણવત્તા સુધરે છે અને ઉપરની સમસ્યાઓ ઓછી થઈ જશે.
આ પણ વાંચો: ઘઉં નહીં આ લોટની રોટલી ખાવાની કરી દો શરુઆત, લોખંડ જેવું મજબૂત અને નિરોગી રહેશે શરીર
કેફીનની લત છુટી જશે
કેફીન ઉત્તેજક હોય છે જેની લત લાગી જાય છે. ઘણા લોકોને આવું હોય છે. તેમને ચા વિના ચાલતું જ નથી. વારંવાર તેમને ચા પીવાની ઈચ્છા થાય છે. ચા ન મળે તો માથામાં દુખાવો, ચિડીયાપણું અનુભવાય છે. જો કેફીનની લત છુટી જશે તો આ સમસ્યા નહીં થાય.
આ પણ વાંચો: Acidity: એસીડીટીથી 5 મિનિટમાં રાહત આપશે ઘરમાં રહેલી આ 6 વસ્તુઓ, ટ્રાય કરી જુઓ એકવાર
પાચન સુધરશે
ચાની ભુક્કીમાં ટેનિન વધારે હોય છે જે પાચનમાં સમસ્યા વધારે છે. તેથી જ તો ઘણા લોકો ચા પીવે પછી પેટમાં દુખાવો, ગેસ, એસિડીટી જેવી સમસ્યા થાય છે. રોજ વધારે માત્રામાં ચા પીવાથી પાચનની સમસ્યાઓ સર્જાય છે. તેનાથી વિરુદ્ધ ચા ન પીવાથી પાચનની સમસ્યાઓ ઠીક થવા લાગે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)