Acidity: એસીડીટીથી 5 મિનિટમાં રાહત આપશે ઘરમાં રહેલી આ 6 વસ્તુઓ, હવે થાય ત્યારે કરજો ટ્રાય
Acidity: એસીડીટીમાં પેટમાં અને છાતીમાં અસહ્ય બળતરા થાય છે અને ઘણી વખત એસિડિટીના કારણે ઉલટીઓ પણ થવા લાગે છે. મોટાભાગના લોકો એસીડીટી મટાડવા માટે દવા જ લેતા હોય છે પરંતુ ઘરમાં જ રહેલી કેટલીક વસ્તુઓ ખાવાથી પણ એસીડીટીથી તુરંત રાહત મળે છે.
Trending Photos
Acidity: ખાવા પીવામાં ફેરફાર કે ગડબડ થઈ જાય તો પેટ સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે. જેમાં એસીડીટી સૌથી વધારે થાય છે. જ્યારે તેલ મસાલાવાળું ભોજન કરવામાં આવે તો એસીડીટીની સમસ્યા થઈ જાય છે. એસીડીટીમાં પેટમાં અને છાતીમાં અસહ્ય બળતરા થાય છે અને ઘણી વખત એસિડિટીના કારણે ઉલટીઓ પણ થવા લાગે છે. મોટાભાગના લોકો એસીડીટી મટાડવા માટે દવા જ લેતા હોય છે પરંતુ ઘરમાં જ રહેલી કેટલીક વસ્તુઓ ખાવાથી પણ એસીડીટીથી તુરંત રાહત મળે છે. આજે તમને એવી છ વસ્તુઓ વિશે જણાવીએ જે દરેકના ઘરમાં હોય છે અને તે એસીડીટીમાં દવા જેવું કામ કરે છે.
એસીડીટી મટાડતા ફૂડ
કેળા
એસીડીટી હોય તો કેળા ખાવાથી રાહત મળે છે. કેળા ફાઇબરનો સારો સ્ત્રોત છે તે એસીડીટીને મટાડે છે અને પેટની બળતરાને શાંત કરે છે. કેળા સિવાય તરબૂચ અને શક્કરટેટી ખાવાથી પણ એસિડિટી મટે છે.
બદામ
ફાઇબરથી ભરપૂર બદામ એસિડિટીની સમસ્યા મટાડે છે. જો તમને કાયમી એસિડિટી રહેતી હોય તો સવારે પલાળેલી બદામ ખાવાની શરૂઆત કરી દો તેનાથી છાતીમાં થતી બળતરા મટે છે.
ફુદીનાના પાન
ફુદીનાના પાન પાચન ક્રિયાને સુધારે છે. એસીડીટીમાં જો છાતીમાં બળતરા થતી હોય તો ફુદીનાના પાન ચાવીને ખાવા જોઈએ. ફુદીનાના પાનને પાણીમાં ઉકાળીને પી શકાય છે. તેનાથી છાતીમાં થતી બળતરા મટી જાય છે.
છાશ
એસીડીટી હોય તો છાસનું સેવન કરવું જોઈએ છાશ પીવાથી એસિડિટીથી રાહત મળે છે. છાશમાં સ્મૂધિંગ ઇફેક્ટ હોય છે. એક ગ્લાસ છાસમાં કાળા મરી અને ધાણાનો પાવડર ઉમેરીને પીવાથી લાભ થાય છે.
આદુ
આદુ સ્વાદમાં તીખું લાગે છે પરંતુ તે એન્ટી ઇન્ફ્લિમેન્ટ્રી ગુણથી ભરપૂર હોય છે તેનું સેવન કરવાથી એસિડિટીમાં ફાયદો થાય છે. એસીડીટીના કારણે પેટમાં દુખાવો અને બળતરા થતી હોય તો આદુનો રસ મધ સાથે લેવો.
પપૈયું
પપૈયું પાચન માટે ફાયદાકારક છે. પપૈયું ખાવાથી પેટનું પીએચ લેવલ સામાન્ય થાય છે. તેનાથી એસિડિટીની તકલીફ ઘટી જાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે