Popcorn Brain: શું તમે 5 મિનિટ પણ ફોન ચેક કર્યા વિના નથી રહી શકતા ? તો તમે થઈ ગયા છો આ ગંભીર બીમારીનો શિકાર

Popcorn Brain: દરેક કામ ઓનલાઈન કરવાની સરળતા હવે લોકો માટે લત બની ગઈ છે. જેના કારણે લોકો સતત ફોનમાં બીઝી જોવા મળે છે. આ સ્થિતિ લોકોના મગજ પર પણ અસર કરે છે. નિષ્ણાંતો અનુસાર આ ડિજિટલ યુગમાં પોપકોર્ન બ્રેન નામની નવી સમસ્યા ઝડપથી વધી રહી છે. 
 

Popcorn Brain: શું તમે 5 મિનિટ પણ ફોન ચેક કર્યા વિના નથી રહી શકતા ? તો તમે થઈ ગયા છો આ ગંભીર બીમારીનો શિકાર

Popcorn Brain: આજની ડિજિટલ દુનિયામાં આપણે સૌ સુચનાઓ અને ટેકનોલોજીથી ઘેરાયેલા છીએ. આપણો આખો દિવસ સ્માર્ટફોન અને લેપટોપમાં પસાર થાય છે. દરેક કામ ઓનલાઈન કરવાની સરળતા હવે લોકો માટે લત બની ગઈ છે. જેના કારણે લોકો સતત ફોનમાં બીઝી જોવા મળે છે. આ સ્થિતિ લોકોના મગજ પર પણ અસર કરે છે. નિષ્ણાંતો અનુસાર આ ડિજિટલ યુગમાં પોપકોર્ન બ્રેન નામની નવી સમસ્યા ઝડપથી વધી રહી છે. 

શું છે પોપકોર્ન બ્રેન સમસ્યા ?

પોપકોર્ન બ્રેન એક પ્રકારની માનસિક સ્થિતિ છે. જે ધ્યાન કેન્દ્રીય કરવાની ક્ષમતાને નબળી કરે છે. આ સ્થિતિમાં મગજ એક વસ્તુમાંથી બીજી વસ્તુ તરફ સતત કુદતું રહે છે. કોઈપણ કામમાં ધ્યાન કેન્દ્રિત કરી શકાતું નથી. મગજમાં સતત નોટિફિકેશન અને ઈંફોર્મેશનના વિચારો આવે છે. 

પોપકોર્ન બ્રેનના કારણે થતી સમસ્યાઓ

- કોઈ એક કામમાં મન લાગતું નથી. વારંવાર ધ્યાન ભટકે છે અને હાથમાં લીધેલા કામને પુરા કરવામાં સમસ્યા થાય છે.

- દર થોડી થોડી મિનિટે મન ભટકે છે અને સોશિયલ મીડિયા કે મેસેજ વાંચવાનું મન થાય છે. થોડીથોડી વારે સ્માર્ટફોન ચેક કરવાનું મન થયા કરે છે. 

- મગજની એકાગ્રતા ખરાબ હોવાથી કામ કરવામાં આનંદ કે સંતોષની લાગણી થતી નથી. જે પણ કામ કરો તે અધુરા રહે છે. 

- મગજ સ્માર્ટફોનની માયાજાળમાં એવું ફસાયેલું રહે છે કે જરૂરી અને મહત્વના કાર્યો યાદ પણ રહેતા નથી.

પોપકોર્ન બ્રેનની સ્થિતિમાં ફક્ત એકાગ્રતાની ખામી સર્જાય છે એવું નથી. તેનાથી સ્ટ્રેસ, ગભરામણ અને ડિપ્રેશન પણ થઈ શકે છે. તેના કારણે મગજ નબળું પડવા લાગે છે અને તેની અસર સંબંધો પર પણ થાય છે. 

પોપકોર્ન બ્રેનથી બચવા શું કરવું ?

જો ઉપર જણાવેલા કોઈપણ લક્ષણ તમને જણાતા હોય તો પોતાની ડિજિટલ આદતો પર ધ્યાન આપો. દિવસ દરમિયાન જરૂરી ન હોય ત્યાં સુધી સ્માર્ટફોનથી દુર રહો. મગજને સમયે સમયે બ્રેક આપો અને કોઈ શાંત જગ્યાએ સ્માર્ટફોન વિના સમય પસાર કરો.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news