ડાયાબિટીસમાં બ્લડ સુગર રહેતું હોય હાય તો ટ્રાય કરો આમાંથી કોઈ એક ઘરગથ્થુ ઉપાય, થશે ફાયદો
How To Control Blood Sugar: ડાયાબિટીસમાં જો સતત બ્લડ સુગર હાઈ રહેતું હોય તો તેના માટે કેટલાક ઘરગથ્થુ ઉપચાર કામ આવી શકે છે. ઘરમાં ઉપલબ્ધ કેટલીક ઔષધિઓ એવી છે જ બ્લડ સુગરને કંટ્રોલ ઝડપથી કરે છે. તો ચાલો આજે તમને જણાવીએ કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરી તમે બ્લડ સુગર કંટ્રોલ કરી શકો છો.
How To Control Blood Sugar: આજના સમયમાં ડાયાબિટીસ ખૂબ જ ઝડપથી ફેલાતી બીમારી બની છે. ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે. ડાયાબિટીસમાં જો બ્લડ સુગર સતત વધારે રહેતું હોય તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. ત્યારે આજે તમને કેટલાક એવા ઘરગથ્થુ ઉપાયો વિશે જણાવીએ જેને કરવાથી તમારું બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહેશે.
આદુ
સુગરને કંટ્રોલ કરવા માટે આદુ ઉપયોગી છે. તમે તેના નાના ટુકડા કરીને અથવા તો વાટીને ચામાં કે અન્ય રીતે ઉપયોગમાં લઈ શકો છો. આદુ વાળી ચા પીવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે.
આ પણ વાંચો:
આ 4 વસ્તુ વાયરલ ઈન્ફેકશનનું કામ કરી દેશે તમામ, શરદી-ઉધરસ તો થશે જ નહીં ક્યારેય
Health: પુરુષો આ 5 વસ્તુ ખાય નિયમિત તો શક્તિ વધારવા માટે દવા લેવાની ન પડે જરૂર
Health Care: તાવ આવવાથી મોં થઈ જાય કડવું તો આ ટીપ્સ ફોલો કરી બદલો જીભનો સ્વાદ
તજ
એક વાસણમાં એક કપ પાણીમાં એક ઇંચ નો તજનો ટુકડો ઉમેરી બરાબર ઉકાળો. તજ બરાબર ઉકળી જાય પછી આ પાણીને ગાળીને પી જવું. તજની આ ચા ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ સારી રહે છે.
સુકી મેથી
એક વાટકીમાં એક ચમચી સુકી મેથીના દાણા પલાળી દેવા અને સવારે ખાલી ભેટ આ આ પાણી પી જવું. તેનાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે અને હાર્ટ પણ હેલ્ધી રહે છે.
લવિંગ
લવિંગમાં એન્ટિવાયરલ અને એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે. તેનું સેવન કરવાથી પણ ડાયાબિટીસના દર્દીઓનું બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. તેના માટે એક ગ્લાસ પાણીમાં પાંચ લવિંગને રાત્રે પલાળી દેવા અને સવારે આ પાણી પી જવું અને લવિંગને ચાવીને ખાઈ જવા.
હળદર
હળદરમાં અનેક ઔષધીય ગુણ હોય છે. હળદર નો ઉપયોગ અનેક રોગમાં થાય છે તેવી રીતે ડાયાબિટીસમાં પણ કરી શકાય છે. હળદરને તમે પાણીમાં ઉકાળીને અથવા તો દૂધમાં ઉકાળીને પી શકો છો.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)