Use Of Smartphone: સ્માર્ટ ફોન આપણા જીવનનો અભિન્ન અંગ બની ગયો છે. એક એવી વસ્તુ જે સૌથી નજીક રહે છે. સવારે ઉઠતાની સાથે મોબાઇલથી લઇને રાત્રે સુવા પહેલા પણ કલાકો મોબાઇલ ફોન પર વિતાવતા હોઇએ છીએ.. પણ આપના તમામ કામ સરળ બનાવતા મોબાઇલની આ લત તમારા સ્વાસ્થ્ય પર પણ એટલી જ અસર પાડે છે.. અને તેમા પણ તે લોકો માટે વધારે હાનીકારક બની રહે છે જેઓ રાત્રે સુતા પહેલા લાઇટ બંધ કરીને લાંબા સમય સુધી મોબાઇલમાં લાગેલા રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


કામ કરતાં થાકી જાવ છો? તો સમજજો આ ગંભીર બિમારીમાં સપડાયા છો..


ખરાબ કોલેસ્ટ્રોલનું નામોનિશાન નહીં રહે, આ 10 ઉપાયો હાઈ Cholesterolમાં કરશે ફાયદા


એક રિપોર્ટમાં સામે આવ્યુ છે કે જો તમે રાત્રે સુતા પહેલા મોબાઇલ ફોનનો ઉપયોગ કરો છો તો તેની સીધી અસર તમારી ઉંઘ પર પડે છે.  રાત્રે મોબાઇલના ઉપયોગ કરતાં લોકો સામાન્ય વ્યક્તિ કરતાં ઓછી ઉંઘ લે છે. એક સ્ટડી અનુસાર જો કોઇ વ્યક્તિ રાત્રે સુતાં પહેલા કોઇ બુક રીડ કરે છે અને અન્ય વ્યક્તિ મોબાઇલ વાપરે છે તે મોબાઇલ વાળા વ્યક્તિને ઉંછ ઓછી આવે છે.  હવે ઉંઘ ઓછી આવવાથી શું થાય... સ્વાભાવીક રીતે ઉંઘની ઘટથી વ્યક્તિના મગજને આરામ ઓછો મળશે.. જેની વ્યક્તિની એકાગ્રતાની ક્ષમતા ઘટે છે. ફોકસની કમીના કારણે કાર્યક્ષમતા ઘટે છે. અને તેનાથી યાદશક્તિ પણ ઓછી થાય છે. અને હાલ ખાસ કરીને યુવાઓને આ સમસ્યા ખુબ પરેસાન કરી રહી છે. 


આ પણ વાંચો: 


તમને પણ હોઈ શકે છે 'મજબૂર'ના બચ્ચન જેવી બીમારી, માથું દુઃખે તો હવે મોડું ના કરતા


Bad Cholesterol વધે તો આવી શકે છે અંધાપો, આ 3 લક્ષણ જણાય તો પહોંચી જવું ડોક્ટર પાસે


મોબાઇલમાંથી નિકળતા વાદળી રેયસ આપણી આંખોને નુકસાન પહોંચાડે છે. તેમાં પણ જ્યારે રાત્રી દરમિયાન અંધારામાં મોબાઇલ દેખીએ ત્યારે મોબાઇલની આ વાદળી કિરણો.. આંખો માટે વધુ ખતરનાક બની રહે છે.  એક અધ્યયન પ્રમાણે જો કોઇ સ્માર્ટફોન યુઝર રાત્રે બિસ્તર પર સુઇને 30 મિનિટ સુધી પોતાની આંખો ફોનની સ્ક્રિન પર ટકાવી રાખે છે.. તો અંધ બની શકે છે. આ વિષયમાં એક્સપર્ટ ડોક્ટરનું કહેવુ છે કે જો આપ કોઇ સ્માર્ટફોનનો ઉપયોગ રાત્રે કરો છો તો તેની સ્ક્રિનની બ્રાઇટનેસ મીનીમમ રાખવી.. જેથી આપની આંખોને વધુ સ્ટ્રેસ ના પડે. અંધારામાં સ્માર્ટફોનનો ઉપયોગ કરવાથી શરીરમાં મેલાટોનિનનું લેવલ પણ ઘટે છે. મેલાટોનિન હોર્મોનને સ્લીપ હોર્મોન પણ કહે છે. એટલે જો આ હોર્મોનનું પ્રમાણ ઘટવાથી લોકોને સારી ઉંઘ નથી આવતી.. સવારે મોડા સુધી ઉંઘવા છતાં દીવસ દરમિયાન સ્ફુર્તિ મહેસુસ નથી કરી શકતા. હવે તમને ખબર પડી ગઇ હશે કે અમે અંધારામાં સ્માર્ટફોનનો ઉપયોગ કરવાની કેમ ના પાડીએ છીએ.. રાત્રે મોબાઇલ વાપરાથી દુર રહો અને તમારી આંખોને સુરક્ષિત રાખો.


બચવા શું કરવુ 
એટલે જ આપણે ક્યારેય રાતના અંધારામાં મોબાઇલનો ઉપયોગ ન કરવો જોઇએ.. જે રીતે રાત્રે રીડીંગ કરતી વખતે લાઇટની જરૂર પડે છે તે જ રીતે સ્માર્ટફોનમાં કોઇ પણ કામ કરતા સમયે જો મોબાઇલની સ્ક્રિન તમારા આંખોના સંપર્કમાં આવી રહી છે તો આસપાસ લાઇટ હોવા જરુરી છે.  એટલે કે જો તમે સુતાં પહેલાં ફોનની આદત છે તો તમારી ભલાઇ એમાં જ છે કે તમે તમારી આદત બદલી દો. એટલે કે મોબાઇલના ફાયદા છે તો તેના સાઇડ ઇફેક્ટ પણ તેટલા જ છે. જે ધીમે ધીમે અસર કરે છે. ત્યાં સુધી કે અમેરિકા જેવા દેશોમાં લોકો હવે મોબાઇલથી દુરી બનાવવા લાગ્યા છે.