તમને પણ હોઈ શકે છે 'મજબૂર'ના બચ્ચન જેવી બીમારી, માથું દુઃખે તો હવે મોડું ના કરતા

 જો તમારા શરીરમાં આવા ફેરફારો થતા હોઈ તો અવગણવાનું ટાળો અને તરત જ ડૉક્ટરની સલાહ લો. તમારે એ જાણવુ ખૂબ જરૂરી છે કે  બ્રેઈન ટ્યુમરના લક્ષણો શું છે... અને ક્યારે સમજવું જોઈએ કે હવે ડૉક્ટર પાસે જવાની જરૂર છે.

તમને પણ હોઈ શકે છે 'મજબૂર'ના બચ્ચન જેવી બીમારી, માથું દુઃખે તો હવે મોડું ના કરતા

નવી દિલ્હીઃ આજની જીવનશૈલીમાં માથાનો દુખાવો એક સામાન્ય સમસ્યા બની રહી છે. જો કે  વારંવાર અસહ્ય પીડા થાય તો તે બ્રેઇન ટ્યુમરનાં લક્ષણો હોઇ શકે છે. ઝડપથી બદલાતી જીવનશૈલીમાં એવા ઓછા લોકો હશે જેઓ માથાના દુખાવાની ફરિયાદ નથી કરતા. આ તેમના વ્યસ્ત શેડ્યૂલને કારણે હોઈ શકે છે. આ જ કારણ છે કે જ્યારે માથાનો દુખાવો થાય છે ત્યારે લોકો તેને હળવાશથી લે છે અને પેઈન કિલર લઈને તેનો ઈલાજ કરવાનો પ્રયાસ કરે છે. આમ કરવાથી તમે મુશ્કેલીમાં પણ પડી શકો છો. કારણ કે કેટલાક કેસમાં ક્યારેક માથામાં થોડો દુખાવો પણ બ્રેઈન ટ્યુમરનું લક્ષણ હોઈ શકે છે.  જો તમારા શરીરમાં આવા ફેરફારો થતા હોઈ તો અવગણવાનું ટાળો અને તરત જ ડૉક્ટરની સલાહ લો. તમારે એ જાણવુ ખૂબ જરૂરી છે કે  બ્રેઈન ટ્યુમરના લક્ષણો શું છે... અને ક્યારે સમજવું જોઈએ કે હવે ડૉક્ટર પાસે જવાની જરૂર છે.

બ્રેઇન ટ્યૂમર શું છે?
મગજમાં કોષોની અનિયંત્રિત અને અસામાન્ય રીતે વૃદ્ધિને મગજની ગાંઠ કહેવાય છે. તેના બે પ્રકાર છે.  પ્રાઇમરી અને સેકેન્ડરી, આ બીમારીમાં મગજમાં ગાંઠો થાય છે.  મગજના કોષો અસામાન્ય રીતે વધે છે. ગૌણ ગાંઠોમાં, શરીરના અન્ય ભાગોમાંથી અસામાન્ય કોષો મગજમાં પણ ફેલાય છે.  સેકન્ડરી બ્રેઈન ટ્યુમર ખૂબ જ ઝડપથી ફેલાય છે.
હવે બ્રેન ટ્યુમરના લક્ષણો શું છે એ જાણવા પણ ખૂબ જરૂરી છે.

બ્રેઇન ટ્યૂમરના લક્ષણો-
બ્રેઈન ટ્યુમર હોય ત્યારે શરીરમાં ઘણા પ્રકારના લક્ષણો દેખાવા લાગે છે..સામાન્ય કરતા માથામાં અસહય દુખાવો થાય અને આવુ વારંવાર થાય ત્યારે આપે સાવચેતી રાખવાની જરૂર છે
ઉબકા આવવા, ઉલટી થવી અને માંદગીના બિછાને પડવું 
ખેંચ આવવી, બોલવામાં તકલીફ પડવી
ધૂંધળુ દેખાવું , સાંભળવામાં, સૂંઘવામાં અને સ્વાદ પારખવામાં જો તમને મુશ્કેલી થતી હોઈ તો સાચવવું 
વ્યક્તિત્વ અથવા વર્તન બદલાઈ જવું, લકવો આવવો
ચક્કર આવવા એ બ્રેન ટ્યુમરના લક્ષણો છે 
નબળાઇ અનુભવવી છાતીમાં દુઃખાવો થવો
વારંવાર ભૂલી જવું- યાદશક્તિ પર અસર, સંકલનમાં મુશ્કેલી
સ્નાયુઓ નબળા પડી જવા, ચાલવામાં સંતુલન ના રહેવું

શું કરવું  શું ન કરવું? 
માથાનો દુખાવો થવો સામાન્ય વાત છે, આવી સ્થિતિમાં હળવો દુખાવો થાય તો ડોક્ટર પાસે દોડવાને બદલે થોડો આરામ કરવો જોઈએ, પરંતુ તેમ છતાં આ દુખાવો ઠીક ન થાય અને  પેઈનકિલરથી છુટકારો નથી મળતો તો તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. આવા લક્ષણો જોવા પર, જો તમે પેઇન કિલર લેતા હોવ અને જ્યાં સુધી દવા અસર હોય, તો દુખાવો ઠીક છે અને તે પછી તે ફરીથી શરૂ થાય છે, તો પછી વારંવાર દવા ન લો અને ડૉક્ટરની સલાહ લો. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે જો યોગ્ય સમયે બ્રેઈન ટ્યુમરની ખબર પડી જાય તો તેને ઠીક કરી શકાય છે. ખોરાક પર પણ વિશેષ ધ્યાન આપવું જોઈએ. તંદુરસ્ત જીવનશૈલી, કસરત અને સારી ઊંઘ પણ લેવી જોઈએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news