Skin Ageing: વૃદ્ધ ન થવું હોય તો આજથી શરૂ કરો સેવન, કરચલી ગાય થશે અને સ્કીન ઝગારા મારશે
How to Look Younger: આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં કેરાટિનની માત્રા ઘણી વધારે હોય છે. આ બધી વસ્તુઓનું રોજ સેવન કરવાથી કરચલીઓ ઓછી થાય છે. તેમજ આ બધી વસ્તુઓનું સેવન કરવાથી તમારી ઉંમર વધવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે. આવો જાણીએ કેરાટિનથી ભરપૂર આ વસ્તુઓ વિશે -
Skin Care Tips: ઉંમર વધવાની અસર સ્કીન પર પણ જોવા મળે છે. આ દરમિયાન ચહેરા પર સૌપ્રથમ ઝીણી રેખાઓ દેખાવા લાગે છે અને પછી ધીમે ધીમે ત્વચા ઝૂલવા લાગે છે અને કરચલીઓમાં ફેરવાય છે. આવી સ્થિતિમાં આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે બતાવવા જઈ રહ્યા છીએ જેને તમારે તમારા આહારમાં સામેલ કરવી જ જોઈએ. આ બધી વસ્તુઓ વૃદ્ધાવસ્થાની પ્રક્રિયાને ધીમી કરે છે.
જેમ જેમ આપણે મોટા થઈએ છીએ, તેની અસર આપણી ત્વચા પર દેખાવા લાગે છે. ત્વચા પર દેખાતી કરચલીઓની સમસ્યાથી છુટકારો મેળવવા માટે કેરાટિન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કેરાટિન આપણી ત્વચા, વાળ અને નખમાં જોવા મળે છે. આ એક પ્રકારનું પ્રોટીન છે જે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે અને કોઈપણ પ્રકારના ઈન્ફેક્શનને શરીરમાં પ્રવેશતા અટકાવે છે.
આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં કેરાટિનની માત્રા ઘણી વધારે હોય છે. આ બધી વસ્તુઓનું રોજ સેવન કરવાથી કરચલીઓ ઓછી થાય છે. તેમજ આ બધી વસ્તુઓનું સેવન કરવાથી તમારી ઉંમર વધવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે. આવો જાણીએ કેરાટિનથી ભરપૂર આ વસ્તુઓ વિશે -
આ પણ વાંચો: ટીમ ઇન્ડીયાની હારના ગુનેગાર બન્યા આ 5 ખેલાડી, બીજી વનડે મેચમાં રહ્યા ફ્લોપ
આ પણ વાંચો: કાળા બટાકાની ખેતી ચર્ચામાં, સ્પેશિયલ અમેરિકાથી બિયારણ મંગાવી કરી ખેતી
આ પણ વાંચો: અમદાવાદમાં રહો છો તો અહીં માણો 1 day પિકનિકની મજા, એ પણ નજીવા ખર્ચે
સૂર્યમુખીના બીજ:
સૂર્યમુખીના બીજ ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે જે કેરાટિનના ઉત્પાદનમાં વધારો કરે છે. આ બીજ વાળને મજબૂત અને કંન્ડિશન કરે છે. સૂર્યમુખીના બીજમાં પેન્ટોથેનિક એસિડ, સેલેનિયમ, કોપર અને વિટામિન ઇ હોય છે. તમે આ બીજને ખાવા કે પીણામાં ઉમેરીને ખાઈ શકો છો.
ઈંડા:
ઈંડા ખાવાથી શરીરમાં કેરાટિન ઉત્પન્ન થાય છે. કેરાટિનના ઉત્પાદન માટે બાયોટિન જરૂરી છે, તેથી ઇંડા એ બાયોટીનનો સારો સ્ત્રોત છે જેમાંથી કેરાટિન બને છે. એક મોટા ઈંડામાં 6 ગ્રામ પ્રોટીન જોવા મળે છે જે કેરાટિનના નિર્માણને વધારવામાં મદદ કરે છે. આ સિવાય ઈંડામાં વિટામિન A અને B12, રાયબોફ્લોવિન, સેલેનિયમ જેવા ઘટકો પણ જોવા મળે છે.
લસણ:
લસણમાં N-acetylcysteine નામનું પ્લાન્ટ આધારિત એન્ટીઑકિસડન્ટ હોય છે જે વાળના કોષોને સૂર્યના નુકસાનથી બચાવે છે અને તંદુરસ્ત વાળના વિકાસને પ્રોત્સાહન આપે છે. કેરાટિનમાં એલ-સિસ્ટીન નામનું એમિનો એસિડ હોય છે. આ સિવાય લસણમાં વિટામીન C, B6, મેંગેનીઝ અને અન્ય ઘણા મિનરલ્સ મળી આવે છે.
આ પણ વાંચો: Palmistry: હાથની રેખા વડે જાણો કેટલું જીવશો, કમાશો અને બીજું ઘણું બધુ
આ પણ વાંચો: CNG કીટ લગાવી દીધી પરંતુ જો આ વાતનું ધ્યાન નહીં રાખો તો તમારી મુશ્કેલી વધી જશે
આ પણ વાંચો: આ છે દુનિયાનો સૌથી રહસ્યમય કુંડ, જેની ઉંડાઈ વિશે આજ સુધી વિજ્ઞાન પણ જાણી શક્યું નથી
ડુંગળીઃ
ડુંગળીના સેવનથી શરીરમાં કેરાટિનનું ઉત્પાદન વધે છે. આ ઉપરાંત ડુંગળીમાં ફોલેટ હોય છે, જે વાળના છિદ્રોને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ વિટામિન છે.
લીલા પાંદડાવાળા શાકભાજી:
લીલા પાંદડાવાળા શાકભાજી જેમ કે પાલક, કોબી અને લેટસ કેરાટિનથી ભરપૂર હોય છે. રાંધેલા લીલા પાંદડાવાળા શાકભાજીના 1 કપમાં 15.3 મિલિગ્રામ કેરાટિન જોવા મળે છે. આ સિવાય આ લીલા પાંદડાવાળા શાકભાજીને પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ, આયર્નનો પણ સારો સ્ત્રોત માનવામાં આવે છે.
શક્કરિયાઃ
શક્કરિયામાં ઘણા પ્રકારના પોષક તત્વો જોવા મળે છે, જેના કારણે તેને સુપરફૂડ કહેવામાં આવે છે. તેમાં બીટા-કેરોટીન, પ્રો વિટામીન Aનો એક પ્રકાર છે. તે કેરોટિન બનાવે છે અને જ્યારે શરીર આ કેરાટિનનો ઉપયોગ કરે છે, ત્યારે તે વિટામિન Aમાં ફેરવાય છે. જેના કારણે તમારા વાળ ખૂબ જ સ્વસ્થ બને છે. શક્કરિયા સામાન્ય બટાકાની તુલનામાં વધુ ફાયદાકારક માનવામાં આવે છે.
ગાજર :
વિટામીન એ, વિટામીન સી, વિટામીન કે અને વિટામીન બી-8, પેન્ટોથેનિક એસિડ, ફોલેટ, પોટેશિયમ, આયર્ન, કોપર અને મેંગેનીઝ અને અન્ય ઘણા ખનિજો અને વિટામીન ગાજરમાં જોવા મળે છે. ગાજરમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર અને બીટા કેરોટીન મળી આવે છે. જે ત્વચાને સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવે છે અને ક્ષતિગ્રસ્ત ત્વચાને સુધારવામાં મદદ કરે છે.
આ પણ વાંચો: કોઈ પણ ભોગે સફળતા મેળવવાનું ઝૂનૂન હોય છે આ રાશિની છોકરીઓમાં, કરે છે ખૂબ પ્રગતિ
આ પણ વાંચો: Twitter પછી, Facebook-Instagram એ શરૂ કરી Paid સેવા, જાણો પ્રક્રિયા
આ પણ વાંચો: EV ખરીદવાનું સપનું પૂરું કરો, 15 લાખની અંદર મળશે આ શાનદાર રેન્જવાળી કાર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube