Gum Bleeding: બ્રશ કરતી વખતે પેઢામાંથી લોહી નીકળે તો અપનાવો આ 3 માંથી કોઈ એક ઉપાય, તુરંત દેખાશે અસર
Gum Bleeding: ઘણીવાર એવું થાય છે કે જ્યારે આપણે દાંત સાફ કરતા હોય ત્યારે પેઢામાંથી લોહી નીકળવા લાગે છે. મોટાભાગના લોકો તેને નાની સમસ્યા ગણીને અવગણે છે. પરંતુ ડેન્ટિસ્ટ જણાવે છે કે જ્યારે પેઢામાંથી લોહી નીકળવાની સમસ્યા જણાય તો તેને મટાડવાના ઉપાય કરવા જોઈએ. ખાસ કરીને જો શરુઆતમાં કેટલાક ઘરેલુ ઉપાય કરી લેવામાં આવે તો આ સમસ્યા ગંભીર રુપ ધારણ કરતી નથી.
Gum Bleeding: ઓરલ હેલ્થ ખૂબ જ જરૂરી હોય છે. એટલે જ તો નિયમિત રીતે દાંતની સફાઈને વિશેષ મહત્વ આપવામાં આવે છે. દાંતની સારી રીતે સફાઈ કરવામાં આવે તો દાંત અને પેઢાના પોલાણને વધતું અટકાવી શકાય છે અને શ્વાસની દુર્ગંધ રોકવામાં પણ મદદ મળે છે. જો કે ઘણીવાર એવું થાય છે કે જ્યારે આપણે દાંત સાફ કરતા હોય ત્યારે પેઢામાંથી લોહી નીકળવા લાગે છે. મોટાભાગના લોકો તેને નાની સમસ્યા ગણીને અવગણે છે. પરંતુ ડેન્ટિસ્ટ જણાવે છે કે જ્યારે પેઢામાંથી લોહી નીકળવાની સમસ્યા જણાય તો તેને મટાડવાના ઉપાય કરવા જોઈએ. ખાસ કરીને જો શરુઆતમાં કેટલાક ઘરેલુ ઉપાય કરી લેવામાં આવે તો આ સમસ્યા ગંભીર રુપ ધારણ કરતી નથી.
પેઢામાંથી રક્તસ્ત્રાવ બંધ કરવાની રીતો
આ પણ વાંચો:
સવારે બ્રશ કર્યા વિના પી લેવું આ દાણા પલાળેલું હુંફાળુ પાણી, ઓગળી જશે શરીરની ચરબી
વધારે પડતું ખાધા બાદ પેટમાં ચઢે ગેસ તો આમાંથી કોઈ એક ઉપાય અજમાવો, તુરંત મળશે આરામ
અતિ ભારે વરસાદ બાદ તોળાતું રોગચાળાનું જોખમ, બીમાર ન પડવું હોય તો અપનાવો આ 5 ટીપ્સ
લીંબુ પાણી
ગરમીમાં લીંબુ પાણીનો ઉપયોગ સૌથી વધુ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે તેની મદદથી તમે પેઢામાંથી નીકળતા લોહીને પણ અટકાવી શકો છો? તેના માટે હુંફાળું પાણી લેવું અને તેમાં લીંબુ નિચોવી તેનાથી કોગળા કરવા.
લવિંગનું તેલ
જ્યારે પણ બ્રશ કરતી વખતે પેઢામાંથી લોહી નીકળવા લાગે ત્યારે તમે લવિંગના તેલનો ઉપયોગ કરી શકો છો. લવિંગ ઓરલ હેલ્થ માટે પણ ખૂબ ફાયદાકારક છે. પેઢામાંથી નીકળતા લોહીને બંધ કરવા માટે લવિંગનું તેલ રુ વડે પેઢાની પાસે લગાવી દો. આમ કરવાથી લોહી નીકળવાનું બંધ થઈ જશે.
ફટકડી
જ્યારે પણ પેઢામાંથી લોહી નીકળે તો ફટકડીના પાણીથી કોગળા કરો. દિવસમાં 3 થી 4 વખત આમ કરવાથી લોહી નીકળતું બંધ થઈ જશે અને તમને આ સમસ્યાથી રાહત મળી જશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)