ફળ એ સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. દરેક ઉંમરના લોકો માટે ફળનું સેવન સ્વાસ્થ્યવર્ધક હોય છે. ફ્રૂટ્સ શરીરને હાઈડ્રેટ કરવાની સાથે સ્કિન માટે પણ ફાયદાકારક હોય છે. ફળનું અનેક રીતે સેવન કરવામાં આવે છે. કેટલાક ફળને કાપીને ખાતા હોય છે તો કેટલાક સ્મૂધી, જ્યૂસ વગેરે બનાવીને સેવન કરે છે. કેટલાક લોકોને એવી આદત હોય છે કે કાપેલા ફળ પર મીઠું ભભરાવીને ખાય છે. જેથી સ્વાદ સારો આવે. પણ શું તમને ખબર છે કે આ રીતે મીઠું ભભરાવીને ખાવાથી સ્વાદ તો મળે પણ સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે? તમને પણ જો આ આદત હોય તો મીઠું ભભરાવીને ફળ ખાવાથી શું નુકસાન થાય છે તે ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. પોષક તત્વો ઓછા થાય છે
ફળ પર મીઠું ભભરાવવાથી ફળોમાંથી પાણી નીકળવાનું શરૂ થઈ જાય છે. જેના કારણે ફળોમાં રહેલા પોષક તત્વો શરીરને મળતા નથી. ફ્રૂટ્સ પર જ્યારે મીઠું ભભરાવીને ખાતા હશો તો તમે જોયું હશે કે ફળોમાંથી પાણી નીકળવાનું શરૂ થઈ જાય છે. આવામાં આ પોષકતત્વોનો નાશ થાય છે અને તમને તે મળી શકતા નથી. 


2. મીઠાનું પ્રમાણ વધે
ફળ પર મીઠું ભભરાવવાથી શરીરમાં મીઠાનું પ્રમાણ વધે છે. જે શરીર માટે નુકસાનકારક બને છે. દરેક વ્યક્તિએ મીઠાનું મર્યાદિત પ્રમાણમાં જ સેવન કરવું જોઈએ. આવામાં જો તમે ફ્રૂટ ઉપર પણ મીઠું ભભરાવો તો તેનાથી શરીરમાં મીઠું વધે અને બીપી તથા હાર્ટની સમસ્યા થઈ શકે છે. 


3. વોટર રિટેન્શનની સમસ્યા
ફળ પર મીઠું ભભરાવીને ખાવાથી શરીરમાં સોડિયમ વધે છે જેના કારણે શરીરમાં અનેક સમસ્યા થાય છે. શરીરમાં વોટર રિટેન્શનની સમસ્યા વધુ પડતા સોડિયમના કારણે થતી હોય છે. વોટર રિટેન્શનની સમસ્યા થાય તો શરીર  ફૂલેલું દેખાય છે. અનેકવાર  હાથ પગમાં સોજા આવી જાય છે. આ સમસ્યાથી બચવા માટે ફ્રૂટ્સ પર મીઠું ભભરાવવાનું બંધ કરી દો.


4. હ્રદય માટે જોખમી
વધુ પડતું મીઠું હ્રદય માટે જોખમી  બની શકે છે. શરીરમાં મીઠાનું પ્રમાણ વધવાથી હાર્ટ એટેકનું જોખમ વધે છે. આ સમસ્યાને પહોંચી વળવા માટે ફળ પર મીઠું ભભરાવવાનું બંધ કરી દો. 


5. કિડનીની સમસ્યા
ફળો પર વધુ પડતું મીઠું નાખીને ખાવાથી શરીરમાં કિડનીની સમસ્યા થઈ શકે છે. કારણ કે વધુ પડતું મીઠું ખાવાથી શરીરનું પાણી યુરિન અને પરસેવા રૂપે ઝડપથી શરીરમાંથી બહાર નીકળવા લાગે છે. નિયમિત રીતે આવું થવાથી કિડની પર  ભાર વધે છે અને કિડનીની સમસ્યા થવાનું જોખમ વધે છે. 


ઉપર જણાવેલી તમામ સમસ્યાઓ ફળો પર વધુ મીઠું ભભરાવીને ખાવાથી થઈ શકે છે. ફળોને કાપીને એ જ રીતે ખાઈ લેવા જોઈએ. આમ કરવું એ શરીર માટે ફાયદાકારક હોય છે. 


Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના  હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube