ગુજરાતીઓ જ્યાં રાત રંગીન કરવા જાય છે એ શહેર ડૂબી જશે પાણીમાં

Bangkok May Drown In The Sea : થાઈલેન્ડની રાજઝાની બેંગકોકના ડૂબવા પર ખતરો મંડરાઈ રહ્યો છે, આ ખતરો ધરતીનું તાપમાન વધવાથી અને ગ્લેશિયર પીઘળવાથી વધી રહ્યું છે, એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, જળવાયુ પરિવર્તનને કારણે દુનિયાના અનેક શહેરો 2050 સુધી ડૂબી જશે 
 

ગુજરાતીઓ જ્યાં રાત રંગીન કરવા જાય છે એ શહેર ડૂબી જશે પાણીમાં

gujarati in thailand : દુનિયાભરના લોકોનું પહેલું ટુરિસ્ટ આકર્ષણ થાઈલેન્ડ હોય છે. તેમાં પણ ગુજરાતીઓનું તો આ મોસ્ટ ફેવરિટ ડેસ્ટિનેશન છે. ગુજરાતીઓ થાઈલેન્ડ ફરવાના બહાના શોધતા હોય છે. અહીં રાતો રંગીન કરવાના ખેલ થતા હોય છે. ત્યારે દુનિયાભરના લોકોનું આ ગમતુ શહેર થોડા વર્ષોમાં પૃથ્વી પરથી ગાયબ થઈ જશે. કારમ કે, જળવાયુ પરિવર્તનને કારણે આ શહેર સમુદ્રમાં ડૂબવાનો ખતરો છે. વર્ષ 2050 સુધી થાઈલેન્ડનું બેંગકોક શહેર દ્વારકાની જેમ દરિયામાં સમાઈ જઈ શકે છે. 

થાઈલેન્ડને પોતાની રાજધાની બદલવી પડી શકે છે. હકીકતમાં થાઈલેન્ડની રાજધાની બેંગકોકના જળવાયુ પરિવર્તનને કારણે સમુદ્રમાં ડૂબવાનો ખતરો વધી ગયો છે. થાઈલેન્ડના ક્લાયમેટ ચેન્જના ઓફિસના અનુસરા, સમુદ્રના વઘતા સ્તરને કારણે થાઈલેન્ડને પોતાના રાજધાની બેંગકોકને ટ્રાન્સફર કરવા પર વિચાર કરવો પડશે. પહેલા અનુમાન હતું કે, આ સદીના અંત સુધી બેંગકોકના તટીય વિસ્તારો પર સમુદ્રનો ખતરો મંડરાઈ રહ્યો છે. 

કહેવાય છે કે, રાતના લાલ રોશનીમાં જ્યાં લોકો આવીને ડૂબી જાય છે, ત્યાં હાલ ભારે વરાસદનો માહોલ છે. ક્લાયમેટ ચેન્જ ઓફિસ અનુસાર, આપણી ધરતી પહેલાથી જ 1.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાનથી ઉપર છે. આવામાં આપણને જલ્દી જ કંઈક કરવું પડશે. 

2050 સુધી ડૂબી શકે છે આ શહેર
એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ કે, જળવાયુ પરિવર્તનને કારણે દુનિયાના અનેક શહેર વર્ષ 2050 સુધી ડૂબી શકે છે. તેમાં અમેરિકાના સવાના અને ન્યૂ ઓરિલિયન્સ, ગુઆનાની રાજધાની જ્યોર્જટાઉન, થાઈલેન્ડની રાજધાની બેંગકોક, ભારતનું કોલકાત્તા શહેર અને મુંબઈ, વિયેતનામનું હો ચી મિન્હ સિટી, ઈટલીનું વેનિસ શહેર, ઈરાકનું બસરા અને નેધરલેન્ડનું એમ્સ્ટરડેમ સામેલ છે. 

જળવાયુમાં કેમ થઈ રહ્યો છે બદલાવ
જમીનની અંદર મોટી માત્રામાં કાર્બન અલગ અલગ રૂપમાં મોજૂદ છે. આ કાર્બન લાખો વર્ષોથી ધરતીની અંદર મોજૂદ છે. આ કાર્બન પેટ્રોલિયમ, ગેસ કે કોલસાના રૂપમાં છે. જેમ આ કાર્બન ધરતીમાંથી બહાર આવશે તો વાતાવરણમાં ગરમી ફેલાવાની શરૂ થઈ જશએ. તેનાથી ગ્લેશિયર કે ધ્રુવોનો બરફ પીગળવાનો શરૂ થઈ જશે. 

ધરતીમાં જ્યાં સુધી કાર્બન રહ્યો તો ગ્લેશિયર અને પોલર્સ પણ ઠંડા બની રહેશે. તે જામેલા રહેશે, પરંતું જ્યારે કાર્બન બહાર આવ્યો તો તેમાં ગરમી વધશે. ગ્લેશિયર અને પોલરનો બરફ પીગળવાની શરૂઆત થશે. ધરતી પોતાના જ બચાવ માટે પાણીને વહાવવાનું શરૂ કરી દેશે. જેનાથી તાપમાનને કાબૂમાં કરી શકાય. આ પાણી વધવાથી દરિયાઈ કાંઠાના વિસ્તારો ડૂબી જવાનો ખતરો વધી જાય છે. ભારતનું માજુલ ટાપુ આ જ કારણે ડૂબી ગયો હતો.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news