Janmashtami 2023: કાનુડાની પ્રિય પંજરી સ્વાસ્થ્ય માટે લાભકારી, જાણો કેવી રીતે બનાવવી અને ખાવાથી થતા લાભ વિશે
Janmashtami 2023: જન્માષ્ટમી પર પંજરીનો પ્રસાદ સૌથી પહેલા ગ્રહણ કરવામાં આવે છે. પંજરીનો પ્રસાદ ગ્રહણ કરવાની લઈને વૈજ્ઞાનિક તર્ક પણ છે. પંજરી આપણા સ્વાસ્થ્યને ઘણા ફાયદા કરે છે. ખાસ કરીને બદલતા વાતાવરણમાં વ્રત કર્યા બાદ પંજરી ગ્રહણ કરવા પાછળ ખાસ કારણ છુપાયેલું છે.
Janmashtami 2023: જન્માષ્ટમીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભગવાન કૃષ્ણની પૂજાની સાથે તેમને વિવિધ પ્રકારના પ્રસાદ પણ ધરાવવામાં આવે છે. તેમાં પંજરીનો પ્રસાદ સૌથી મુખ્ય હોય છે. દરેક ઘરમાં પણ જન્માષ્ટમીના દિવસે પંજરી ભગવાનને ધરાવવામાં આવે છે. પંજરી એવી વસ્તુ છે જે માત્ર જન્માષ્ટમીના અવસર પર જ બને છે. પંજરી ધાણા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.
જન્માષ્ટમી પર પંજરીનો પ્રસાદ સૌથી પહેલા ગ્રહણ કરવામાં આવે છે. પંજરીનો પ્રસાદ ગ્રહણ કરવાની લઈને વૈજ્ઞાનિક તર્ક પણ છે. ભગવાન કૃષ્ણનો જન્મ વર્ષાઋતુમાં થયો હતો આ ઋતુમાં વાત, કફ અને પિત્તની સમસ્યાઓ વધારે થતી હોય છે. આવી સ્થિતિમાં ધાણાનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. ધાણા ખાવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.
આ પણ વાંચો:
Health Tips: કેળા સાથે આ ફળ ખાવાની ન કરવી ભુલ, એકસાથે ખાવાથી શરીરમાં ફેલાશે ઝેર
પાણીમાં પલાળેલા અંજીર સાથે પી લેવું તેનું પાણી, 7 દિવસમાં આ બીમારીથી મળશે છુટકારો
શું તમને પણ મોબાઈલ જોતાં જોતાં જમવાની ટેવ છે? તો તૈયાર રહો આ બીમારીઓ માટે
આ સિવાય જન્માષ્ટમીના દિવસે વ્રત રાખવામાં આવેલું હોય છે રાત્રે 12:00 વાગે કૃષ્ણ જન્મ પછી સૌથી પહેલા પંજરી ખાવામાં આવે છે. આખા દિવસના ઉપવાસ પછી પંજરીનું સેવન કરવાથી શરીરમાં પિત દોષ નિયંત્રણમાં રહે છે. આવી સ્થિતિમાં પંજરી ખાવાથી ગેસ અને અપચાની સમસ્યા પણ થતી નથી.
કેવી રીતે બનાવવી પંજરી
સૂકા ધાણા - બે કપ
સુકુ નાળિયેર - અડધો કપ
ઘી - 1/4 કપ
કાજુ, બદામ - 15 થી 20 નંગ
મખાના - અડધો કપ
દળેલી સાકર - અડધો કપ
પંજરી બનાવવાની રીત
એક વાસણમાં ધીમા તાપે ઘી ગરમ કરો તેમાં કાજુ અને બદામના ટુકડા ઉમેરી બ્રાઉન થાય ત્યાં સુધી તળવું. ત્યાર પછી તેને એક પ્લેટમાં કાઢી અલગ રાખો. ઘીમાં મખાના ઉમેરીને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી અને તેનો પાવડર કરી લો. હવે જે ઘી બચેલું છે તેમાં ધાણા ઉમેરીને ધીમા તાપે સુગંધ આવે ત્યાં સુધી શેકો. ત્યાર પછી તેમાં મેવા અને ક્રશ કરેલા મખાણા ઉમેરી દો. ધાણાને ગેસ પરથી ઉતારી સૂકું નાળિયેર અને ખાંડ ઉમેરો. બધી સામગ્રી ઠંડી થઈ જાય પછી તેને પીસી અને પંજરી તૈયાર કરો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)