ઝી બ્યૂરો, અમદાવાદઃ જીરુ દરેકના ઘરમાં આસાનાથી મળી જાય છે. જીરા વિના રસોડામાં બનતી વાનગીનો ટેસ્ટ અધૂરો રહી જાય છે. જીરાનો ઉપયોગ દાળ અને શાકમાં તડકો લગાવવામાં થતો હોય છે. છાશમાં પણ જીરાનો મસાલો નાખવામાં આવે છે.પરંતુ આજે અમે તમને જીરાનું પાણી પીવાથી કંઈ 5 બિમારીઓ છુમંતર થશે, તેના વિશે જણાવીશું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાચનતંત્ર બનાવે છે તંદુરસ્ત


આજના જમાનામાં લોકોને ટેસ્ટી વાનગી ખાવાનો ખૂબ શોખ છે.ટેસ્ટ વગર ખાવાનું પણ નથી ભાવતું.પરંતુ ટેસ્ટી અને મસાલા યુક્ત ખાવથી પાચનતંત્ર નબળું થઈ જાય છે.તેવામાં સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટે જીરાનું પાણી પીવાથી તમારૂ પાચનતંત્ર ધીમેધીમ સુધરશે. કારણકે જીરાની અંદર એન્ટીઓક્સીડેન્ટ સાથે વિટામીન અને મિનરલ્સના ગુણો પણ હોય છે, જે પાચનતંત્રને તંદુરસ્ત રાખવામાં ખુબ મહત્વનો ભાગ ભજવે છે.


શરદી, કફ અને તાવને રાખે દૂર


વાતાવરણ બદલાતા શરદી, કફ અને તાવ આવવો તે સામાન્ય બાબત ગણવામાં આવે છે પરંતુ રોજ સવારે તમે ખાલી પેટે જીરાનું પાણી પીવો છો તો આ સમસ્યા સામે રાહત મળશે, કેમ કે જીરાની અંદર ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ રહેલું છે.જે તમારા શરીરમાં જમા થતાં ઝેરીલા પદાર્થોને દૂર કરવામાં મદદ કરે છે.


ગેસ અને કબજિયાતથી છુટકારો મેળવો


મોટા ભાગના લોકોને ગેસ થવો અને કબજિયાતની સમસ્યા રહેતી હોય છે.આ સમસ્યા બહારના ટેસ્ટફુલ ખોરાક અને જમવામાં અનિયમિતતાને કારણે થાય છે. પરંતુ આ સમસ્યાથી છુટકારો મેળવવો છે તો જીરાનું પાણી ખૂબ લાભદાયી છે. જીરાને રાત્રે પલાળીને જો સવારે પીવામાં આવે તો લીવર મજબૂત થાય છે.


રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે "જીરૂ"


જીરાના પાણીમાં વિટામીન A અને  વિટામીન C પણ ભરપૂર માત્રામાં હોય છે.જે શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેમના શરીરમાં ઘણી-ખરી બિમારીઓ ઘર કરી જાય છે.


અનિંદ્રાની સમસ્યા દૂર કરે છે "જીરુ"


વધુ પડતી ચિંતા અને માનસિક તણાવની સમસ્યાથી સૌ કોઈ લોકો પીડાતા હોય ચે. પરંતુ જો તમે રોજ સવારે ખાલી પેટ જીરાનું પાણી પીવાનું શરૂ કરશો તો આ સમસ્યાથી છુટકારો મળશે. અપૂરતી ઉંઘને કારણે મોટાપા  જેવી સમસ્યાઓ વધી શકે છે.