ડાયાબિટીસના દર્દી માટે ઝેર સમાન છે આ ફળના જ્યુસ, પીવાથી વધી જાય છે બ્લડ સુગર
Diabetes: ડાયાબિટીસના દર્દી જો બેદરકારી રાખે તો તેમની હાલત બગડી શકે છે. તેવામાં એ જાણવું ખાસ જરૂરી છે કે કઈ વસ્તુનું સેવન કરવું જોઈએ અને કઈ વસ્તુનું સેવન ટાળવું જોઈએ. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓએ કેટલાક ફળના જ્યુસ પીવા જોઈએ નહીં.
Diabetes:ડાયાબિટીસની બીમારી ઝડપથી વધી રહી છે. નાની ઉંમરમાં લોકો આ બીમારીનો શિકાર થઈ જાય છે. ડાયાબિટીસ થઈ જાય તો ખાવા પીવાને લઈને ખાસ ધ્યાન રાખવું પડે છે. ડાયાબિટીસના દર્દી જો બેદરકારી રાખે તો તેમની હાલત બગડી શકે છે. તેવામાં એ જાણવું ખાસ જરૂરી છે કે કઈ વસ્તુનું સેવન કરવું જોઈએ અને કઈ વસ્તુનું સેવન ટાળવું જોઈએ. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓએ કેટલાક ફળના જ્યુસ પીવા જોઈએ નહીં. પીવાથી ડાયાબિટીસના દર્દીની તબિયત બગડી શકે છે કારણ કે તેને પીવાની સાથે જ બ્લડ સુગર હાય થઈ જાય છે.
આ પણ વાંચો:
રોજ સવારે પીવો હિંગનું પાણી, વજન ઘટવા સહિત થશે આ લાભ, પેટની બીમારી દવા વિના થશે દુર
માસિક સમયે થતા દુખાવાને આ Drink 5 જ મિનિટમાં કરે છે દૂર, તુરંત જ મળશે રાહત
સવાર સવારમાં ગોળ સાથે ખાવી આ વસ્તુ, એનર્જી વધવાની સાથે થશે આ 5 જોરદાર ફાયદા
ખાસ કરીને ટાઈપ ટુ ડાયાબિટીસ હોય તેવા લોકોએ આ ફળના જ્યુસ પીવાની ભૂલ કરવી જોઈએ નહીં. જોડાયા બ્રિટિશના દર્દીઓ આ જ્યુસનું સેવન કરે છે તો તેમનું સુગર લેવલ ભયંકર રીતે વધી જાય છે અને તેમને સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે.
ડાયાબિટીસની તકલીફ હોય તેવા લોકોએ શેરડીનો રસ, દાડમનો રસ, મિક્સ ફ્રૂટ જ્યુસ કે સંતરાનું જ્યુસ પીવું જોઈએ નહીં. આ જ્યુસ પીવાથી ડાયાબિટીસના દર્દીઓનું શુગર લેવલ ઝડપથી વધે છે અને તેના કારણે કિડની સહિતના અંગો ઉપર પણ અસર થઈ શકે છે.
ડાયાબિટીસના દર્દીઓએ શાકભાજીના જ્યુસ પીવા જોઈએ. જેમાં પાલક, કાકડી, બ્રોકલી વગેરેનું જ્યુસ પીવાથી ફાયદો થાય છે. કારણ કે આ પ્રકારના શાકમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે જે સુગર લેવલ વધારતું નથી. તેથી ડાયાબિટીસના દર્દીઓએ શાકભાજીના જ્યુસનું સેવન કરવું જોઈએ પરંતુ ફળના રસ પીવાનું ટાળવું જોઈએ.