માસિક સમયે થતા દુખાવાને આ Drink 5 જ મિનિટમાં કરે છે દૂર, તુરંત જ મળશે રાહત

Period Cramps: માસિક સમયે મોટાભાગની મહિલાઓને અસહ્ય પીળામાંથી પસાર થવું પડે છે. માસિક સમયે કમર, પેડુ, પેટમાં સખત દુખાવો થાય છે. આ દુખાવો ખૂબ જ તીવ્ર હોય છે અને તેના કારણે માસિક દરમિયાન મહિલાઓને ખૂબ જ તકલીફ પડે છે. 

માસિક સમયે થતા દુખાવાને આ Drink 5 જ મિનિટમાં કરે છે દૂર, તુરંત જ મળશે રાહત

Period Cramps: માસિક સમયે મોટાભાગની મહિલાઓને અસહ્ય પીળામાંથી પસાર થવું પડે છે. માસિક સમયે કમર, પેડુ, પેટમાં સખત દુખાવો થાય છે. આ દુખાવો ખૂબ જ તીવ્ર હોય છે અને તેના કારણે માસિક દરમિયાન મહિલાઓને ખૂબ જ તકલીફ પડે છે. અસહ્ય દુખાવાના કારણે રોજના કામ પણ બરાબર રીતે કરી શકાતા નથી. તેવામાં આજે તમને એવી વસ્તુ વિશે જણાવીએ જેને પીવાથી માસિક સમયે થતા દુખાવાથી તુરંત જ રાહત મળી શકે છે. 

ગરમ પાણી

શરીર માટે પાણી ખૂબ જ જરૂરી છે જો ઓછું પાણી પીવામાં આવે તો માથાના દુખાવા સહિતની સમસ્યાઓ થઈ શકે છે. તેવામાં માસિક સમયે પણ પાણી પીવાથી દુખાવાથી રાહત મળી શકે છે. માસિક સમયે હુંફાળું પાણી પીવાથી શારીરિક સમસ્યાઓથી મુક્તિ મળી શકે છે. તેનાથી દુખાવો ઘટશે અને શરીર હાઇડ્રેટ થશે.

આ પણ વાંચો:

આદુવાળી ચા

આદુમાં એન્ટી ઇનફ્લેમેટરી અને એન્ટી બેકટેરિયલ ગુણ હોય છે. માસિક દરમિયાન જો તમે ચા માં આદુ ઉમેરીને પીવો છો તો તેનાથી પેટમાં દુખાવો ઓછો થાય છે અને સાથે જ ઊલટી, ઉબકા જેવી સમસ્યાથી પણ રાહત મળે છે. 

હોટ ચોકલેટ

ચોકલેટ પણ એન્ટિઓક્સિડન્ટ ગુણ થી ભરપૂર હોય છે. માસિક સમયે જો તમે હોટ ચોકલેટનું સેવન કરો છો તો તેનાથી હોર્મોન્સમાં થતા ઉતાર ચડાવને અટકાવી શકાય છે પરિણામે પિરિયડ સમયે થતી સમસ્યાઓ દૂર થાય છે. 

પપૈયાનો રસ

પપૈયાનો રસ પણ એન્ટી ઓક્સીડન્ટ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. માસિક ધર્મમાં મહિલાઓ જો પપૈયાના રસનું સેવન કરે તો દુખાવો તુરંત ઓછો થવા લાગે છે. કારણ કે પપૈયામાં એવા ગુણ હોય છે જે સોજા અને દુખાવાને તુરંત જ મટાડે છે 

આ પણ વાંચો:

હળદરવાળું દૂધ

હુંફાળા દૂધમાં હળદર ઉમેરીને પીવાથી પિરિયડ સમયે થયેલી સમસ્યાઓ ઓછી કરી શકાય છે. રાતના સમયે હળદર વાળું દૂધ પીવાથી ઊંઘ પણ સારી આવે છે.

ગાજરનો જ્યુસ

પિરિયડ ના કારણે આયરનની ઉણપ સર્જાય શકે છે. જે મહિલાઓને એનીમિયા હોય તેમના માટે માસિક સમયે તકલીફ વધી જાય છે. તેવામાં એક ગ્લાસ ગાજરનો જ્યુસ પીવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળે છે અને સાથે જ એનર્જી મળે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news