Onion For Summer: જેમ જેમ ગરમી વધતી જાય છે તેમ લુ લાગવાનું જોખમ પણ વધી જાય છે. ઉનાળામાં અંગ દઝાડતો તડકો અને હીટ વેવ લોકો માટે મુશ્કેલીનું કારણ બની જાય છે. હીટ વેવ ઘણી બધી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનું કારણ બની શકે છે. જો આ સમય દરમિયાન થોડી પણ બેદરકારી રાખવામાં આવે તો સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. સ્થિતિ એવી પણ સર્જાઈ શકે છે કે તમારે હોસ્પિટલમાં દાખલ થવું પડે. તેથી જ ઉનાળામાં કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાસ કરીને હીટ વેવ દરમિયાન લોકો ડુંગળી સાથે રાખવાની સલાહ આપે છે. તમને પણ ઘણી વખત સાંભળવા મળ્યું હશે કે તડકામાં બહાર જતી વખતે ખિસ્સામાં ડુંગળી રાખવાથી લુ થી બચી જવાય છે. ઘણા લોકો આ વાતને સાચી માને છે અને ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે શું ખરેખર સાથે ડુંગળી રાખવાથી લુ ન લાગે ? તમારા મનમાં પણ આ પ્રશ્ન હોય તો આજે તમને તેનું સમાધાન જણાવીએ. 


આ પણ વાંચો: Healthy Heart: ગરમીમાં હાર્ટને રાખવું હોય હેલ્ધી તો આ ફ્રુટ જ્યૂસને સામેલ કરો ડાયટમા


શા માટે ડુંગળીને રાખવામાં આવતી સાથે ? 


પહેલાના સમયમાં સુવિધાઓનો અભાવ હતો તેથી જ્યારે લોકોને ગરમીના દિવસોમાં દૂર જવાનું થતું તો તેઓ પોતાની પાસે કેટલીક વસ્તુઓ રાખતા. જેમાં ગરમીના દિવસોમાં લુ થી બચવા માટે લોકો ડુંગળી સાથે લઈને પણ નીકળતા. તેનું મુખ્ય કારણ એ છે કે ડુંગળી ખાવાથી શરીરને એવા પોષક તત્વો મળે છે જે લુના કારણે થતી સ્વાસ્થ્ય સમસ્યાથી બચાવ કરે છે. 


આ પણ વાંચો: Health Tips: તડકામાં બહાર નીકળો ત્યારે આ વાતનું રાખશો ધ્યાન તો નહીં બગડે તબિયત


શું કહે છે વિજ્ઞાન ? 


વાત જો ડુંગળી રાખવાની વાત હોય તો તેનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. પરંતુ એ વાત નક્કી છે કે ગરમીના દિવસોમાં કાચી ડુંગળી ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. હેલ્થ એક્સપર્ટ પણ જણાવે છે કે ગરમીના દિવસોમાં જો કાચી ડુંગળી ખાવામાં આવે તો હિટ સ્ટ્રોક જેવી સમસ્યા થતી નથી. ગરમીના વાતાવરણમાં હીટ સ્ટ્રોક અને લુથી બચવું હોય તો ડુંગળી ખાવાની સાથે આ બાબતોનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. 


લુ થી બચવા આ બાબતોનું રાખો ધ્યાન


આ પણ વાંચો: Urine Colour: ઉનાળામાં પુરતા પ્રમાણમાં પાણી પીવાય છે કે નહીં ? પેશાબના રંગ પરથી જાણો


- ગરમીના દિવસોમાં લિક્વિડ ઇન્ટેક વધારી દેવું. દિવસ દરમિયાન પાણી પીવાની સાથે વિવિધ ફળના જ્યુસ, છાશ, દાળ, દૂધ જેવી વસ્તુઓનો પણ ડેલી ડાયટમાં સમાવેશ કરો. 


- લુ થી બચવું હોય તો પાણીનું સેવન વધુમાં વધુ કરો. ઉનાળાના દિવસોમાં દિવસ દરમિયાન સાતથી આઠ ગ્લાસ પાણી તો પીવું જ જોઈએ. 


- જ્યારે પણ તડકામાંથી પરત આવો ત્યારે તુરંત જ પાણી પીવાનું ટાળો. તડકામાંથી આવ્યા પછી થોડીવાર પછી પાણી પીવું જોઈએ તુરંત પાણી પીવાથી તબિયત બગડી શકે છે. 


આ પણ વાંચો: Papaya: સ્વાદમાં ભયંકર કડવું લાગે પણ તેની એક ચમચી શરીરને બનાવી દેશે લોખંડ જેવુ મજબૂત


- મોટાભાગના લોકોને એવી આદત હોય છે કે જ્યારે તરસ લાગે તો એકદમ ઠંડુ ફ્રીજનું પાણી પીવે છે. આમ કરવાથી સારું તો લાગે છે પરંતુ શરીરની પાણીની જરૂરિયાત સંતોષાતી નથી. 


- ઉનાળા દરમિયાન બપોરના સમયે બહાર જવાનું ટાળવું અને કપડાં પણ આછા રંગના પહેરવા. 


- જ્યારે પણ બહાર જવાનું થાય ત્યારે માથાને ઢાંકીને રાખવું જોઈએ તેનાથી શરીરનું તાપમાન કંટ્રોલમાં રહે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)