Urine Colour: ઉનાળામાં પુરતા પ્રમાણમાં પાણી પીવાય છે કે નહીં ? પેશાબના રંગ પરથી જાણો

Urine Colour: તમે દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવો છો કે નહીં તે જાણવું પણ ખૂબ જ સરળ છે. તમે પેશાબના રંગ પરથી જાણી શકો છો કે દિવસ દરમિયાન તમે પૂરતું પાણી પીધું છે કે નહીં.

Urine Colour: ઉનાળામાં પુરતા પ્રમાણમાં પાણી પીવાય છે કે નહીં ? પેશાબના રંગ પરથી જાણો

Urine Colour: ઉનાળો શરૂ થાય એટલે શરીરમાં પાણીની ઊણપ સર્જાવાનું જોખમ વધી જાય છે. જો ગરમીની ઋતુમાં યોગ્ય માત્રામાં પાણી ન પીવામાં આવે તો ડીહાઇડ્રેશન થઈ શકે છે. ઉનાળામાં પરસેવાના કારણે પણ શરીરમાંથી પાણી ઓછું થાય છે. તેવામાં જો શરીરને પૂરતા પ્રમાણમાં પાણી ન મળે તો ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે. પૂરતા પ્રમાણમાં પાણી ન પીવાથી ડિહાઇડ્રેશન ના કારણે થાક, નબળાઈ, માથામાં દુખાવો, ચક્કર આવવા, કબજિયાત જેવી તકલીફો થાય છે. માટે જ દિવસ દરમિયાન એક સામાન્ય વ્યક્તિએ ઓછામાં 7 થી 8 ગ્લાસ પાણી પીવું જ જોઈએ. 

પાણીની ઊણપના કારણે સર્જાતી સમસ્યાથી બચવું હોય તો દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહેવું જોઈએ. તમે દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવો છો કે નહીં તે જાણવું પણ ખૂબ જ સરળ છે. તમે પેશાબના રંગ પરથી જાણી શકો છો કે દિવસ દરમિયાન તમે પૂરતું પાણી પીધું છે કે નહીં. 

પેશાબના રંગ પરથી જાણો સ્વાસ્થ્યનો હાલ

- જો પેશાબનો રંગ પાણી જેવો કે ટ્રાન્સપરન્ટ હોય તો સમજી લેવું કે તમે વધારે પાણી પી લીધું છે. 

- જો પેશાબનો રંગ આછો પીળો હોય તો તમે પર્યાપ્ત માત્રામાં પાણી પી રહ્યા છો અને શરીરમાં પાણીની ખામી નથી. 

- પેશાબનો રંગ ડાર્ક યેલો હોય તો તમે જરૂર કરતાં ઓછું પાણી પી રહ્યા છો અને પાણી પીવાનું પ્રમાણ વધારવાની જરૂર છે. 

- જો પેશાબનો રંગ નારંગી કે ભૂરો હોય તો સમજી લેજો કે તમે ગંભીર રીતે ડીહાઈડ્રેટ છો અને તમારે વધારે પાણી પીવાની જરૂરિયાત છે. 

ડિહાઇડ્રેશનથી બચવા કરો આ કામ

- દિવસ દરમિયાન નિયમિત રીતે થોડા થોડા કલાકોએ પાણી પીતા રહો.

- એક વખતમાં વધારે પાણી પીવાથી બચો દર કલાકે પાણી પીવાનું નક્કી રાખો. 

- ગરમીના દિવસોમાં જ્યારે પણ બહાર જાવ ત્યારે પાણીની બોટલ સાથે રાખવી. 

- દિવસ દરમિયાન પાણી સિવાય જ્યુસ, સૂપ અને ફળનું સેવન પણ વધારે કરવું. 

- ગરમીના દિવસોમાં કેફીન યુક્ત વસ્તુઓનું સેવન ઓછું કરો. કારણ કે આવા પદાર્થ શરીરમાં હોય તે પાણીને પણ બહાર કાઢે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news