Uric Acid: વધેલા યુરિક એસિડને કંટ્રોલ કરે છે રસોડાની આ વસ્તુઓ, સાંધાના દુખાવા અને સોજા થશે દુર
Uric Acid: શરીરમાં યુરિક એસિડ વધી જાય છે તો તેના કારણે ઘૂંટણ, આંગળીઓ અને અંગૂઠામાં દુખાવો થવા લાગે છે. આ પીડા સહન કરવો મુશ્કેલ હોય છે. આજે તમને એવી વસ્તુઓ વિશે જણાવીએ જે યુરિક એસિડને ઘટાડે છે. જો તમે આ વસ્તુઓ ખાવાનું શરુ કરશો તો યુરિક એસિડ ઘટી શકે છે.
Uric Acid: આજના સમયમાં ઘણા લોકો યુરિક એસિડની સમસ્યાથી પીડિત જોવા મળે છે. યુરિક એસિડમાં સાંધાનો દુખાવો પીડાદાયક હોય છે. જો કે આ દુખાવાથી તમે કેટલીક વસ્તુઓનું સેવન કરીને મુક્તિ મેળવી શકો છો. આજે શરીરમાં વધેલા યુરિક એસિડને ઘટાડવા માટેના આવા જ કેટલાક ખોરાક વિશે જણાવીએ. જેના દ્વારા તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. જ્યારે શરીરમાં યુરિક એસિડ વધી જાય છે તો તેના કારણે ઘૂંટણ, આંગળીઓ અને અંગૂઠામાં દુખાવો થવા લાગે છે. આ પીડા સહન કરવો મુશ્કેલ હોય છે. આજે તમને એવી વસ્તુઓ વિશે જણાવીએ જે યુરિક એસિડને ઘટાડે છે. જો તમે આ વસ્તુઓ ખાવાનું શરુ કરશો તો યુરિક એસિડ ઘટી શકે છે.
આ પણ વાંચો: Headache: આ 4 વસ્તુઓ ખાશો તો ભયંકરમાં ભયંકર માથાનો દુખાવો પણ દવા વિના થશે દુર
લસણ
લસણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. લસણમાં ઘણા પોષક તત્વો હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ખાસ વાત એ છે કે લસણ ખાવાથી યુરિક એસિડની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.
મેથીના દાણા
મેથીના દાણા યુરિક એસિડની સમસ્યાને દૂર કરવામાં પણ મદદરૂપ છે. મેથીના દાણામાં તે તમામ પૌષ્ટિક તત્વો હોય છે જે યુરિક એસિડને સરળતાથી ઘટાડી શકે છે. દરરોજ સવારે તેને ચાવવાથી સાંધામાં સોજો ઝડપથી ઓછો થાય છે.
આ પણ વાંચો: Health Tips: શિયાળામાં રોજ એક મુઠ્ઠી પલાળેલા ચણા ખાશો તો નહીં આવે હાર્ટ એટેક
અજમા
યુરિક એસિડ ઘટાડવા માટે તમે અજમાનું સેવન કરી શકો છો. તમે તેને પાણીમાં ઉમેરીને પણ પી શકો છો. દરરોજ સવારે અને સાંજે અજમાનું પાણી પીવાથી તમને ફાયદો થશે.
ધાણા
સુકા ધાણા યુરિક એસિડની સમસ્યાને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ધાણામાં ઘણા બધા પોષક તત્વો હોય છે જે સાંધાના દુખાવા અને સોજાને ઝડપથી ઘટાડવામાં મદદ કરે છે.
આ પણ વાંચો: Cardiac Arrest: કાર્ડિયક અરેસ્ટમાં પુરુષો અને મહિલાઓમાં જોવા મળે છે અલગ અલગ લક્ષણ
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)