Heart Health: હાર્ટ પેશન્ટ માટે આ ડેરી પ્રોડક્ટ છે અસુરક્ષિત, હાર્ટ પ્રોબ્લેમનું જોખમ વધારે છે
Heart Health:નાનપણથી જ બાળકોને આ વસ્તુઓ ખવડાવવા પર જોર રાખવામાં આવે છે. કારણકે તેને સૌથી વધારે પૌષ્ટિક માનવામાં આવે છે. આ વાત સાચી પણ છે. ડેરી પ્રોડક્ટ પોષક તત્વોનો ખજાનો હોય છે. પરંતુ હાર્ટ પેશન્ટે ડેરી પ્રોડક્ટનો ઉપયોગ સાવધાની સાથે કરવો જોઈએ.
Heart Health: દૂધ, દહીં, ઘી, માખણ, છાશ જેવા ડેરી પ્રોડક્ટ ભારતીય રસોડાનો મહત્વનો ભાગ છે. રોજની રસોઈમાં આ વસ્તુઓનો ઉપયોગ થાય છે. નાનપણથી જ બાળકોને આ વસ્તુઓ ખવડાવવા પર જોર રાખવામાં આવે છે. કારણકે તેને સૌથી વધારે પૌષ્ટિક માનવામાં આવે છે. આ વાત સાચી પણ છે. ડેરી પ્રોડક્ટ પોષક તત્વોનો ખજાનો હોય છે. પરંતુ હાર્ટ પેશન્ટે ડેરી પ્રોડક્ટનો ઉપયોગ સાવધાની સાથે કરવો જોઈએ.
આ પણ વાંચો: શરીરમાં લોહીની ઉણપ હોય તો આ 5 વસ્તુઓને આહારમાં સામેલ કરો, દવા લેવાની જરૂર નહીં પડે
ડેરી પ્રોડક્ટમાં સેચ્યુરેટેડ ફેટ હોય છે જે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધારી શકે છે. બેડ કોલેસ્ટ્રોલ હાર્ટના પેશન્ટ માટે ખતરનાક માનવામાં આવે છે. જોકે એવું નથી કે બધા જ ડેરી પ્રોડક્ટ હેલ્થ માટે ખરાબ છે. કેટલાક ડેરી પ્રોડક્ટ હાર્ટ માટે સારા પણ છે. પરંતુ તેનો ઉપયોગ યોગ્ય માત્રામાં કરવો જોઈએ.
ડેરી પ્રોડક્ટમાં રહેલા પોષક તત્વો
આ પણ વાંચો: Health Tips: જો તમે 1 મહિના સુધી ચા કે કોફી પીતા નથી તો શરીરમાં થાય છે આ 5 ફેરફાર
બેલેન્સ ડાયટ માટે જરૂરી છે કે દૈનિક આહારમાં ડેરી પ્રોડક્ટનો પણ સમાવેશ કરવામાં આવે. ડેરી પ્રોડક્ટથી જ શરીરને કેલ્શિયમ, વિટામીન બી, ફોસ્ફરસ અને વિટામિન ડી મળે છે. ડેરી પ્રોડક્ટ હાડકાને મજબૂત બનાવે છે અને સ્નાયુની સમસ્યા દૂર કરે છે. ડેરી પ્રોડક્ટ દાંત અને વાળ માટે પણ જરૂરી છે. પરંતુ હાર્ટ પેશન્ટે સાવધાની પૂર્વક ડેરી પ્રોડક્ટનું સેવન કરવું જોઈએ
હાર્ટ પેશન્ટે આ વાતનું રાખવું ધ્યાન
ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ માટે ડેરી પ્રોડક્ટનું સેવન કરવું જરૂરી છે. એક રિસર્ચ અનુસાર ડેઇલી ડાયેટમાં 200 ગ્રામ ડેરી પ્રોડક્ટનો સમાવેશ કરવો જોઈએ. જો આટલા પ્રમાણમાં ડેરી પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવે તો હાર્ટ પેશન્ટને કોઈ નુકસાન થતું નથી.
હાર્ટ પેશન્ટ માટે લાભકારક વસ્તુઓ
આ પણ વાંચો: Stomach Pain: 10 મિનિટમાં દવા વિના મટી જાશે પેટનો દુખાવો, કરો હીંગ-અજમાનો આ ઉપાય
હાર્ટ પેશન્ટે લો ફેટ અથવા તો સ્કીમ્ડ મિલ્કનો ડાયટમાં સમાવેશ કરવો જોઈએ. તેનાથી હાર્ટ હેલ્ધી રહે છે અને વજન પણ કંટ્રોલમાં રહે છે.
દહીં
હાર્ટ પેશન્ટ માટે દહીં પણ સારો વિકલ્પ છે. દહીં પ્રોટીનનો સૌથી સારો સોર્સ છે. તેમાં કાર્બોહાઈડ્રેટ પણ ઓછા હોય છે દહીં હાર્ટને હેલ્ધી રાખે છે.
લો ફેટ પનીર
લો ફેટ પનીર હાર્ટ પેશન્ટ માટે બેસ્ટ ઓપ્શન છે. ડેઇલી ડાયેટમાં લો ફેટ પનીર નો સમાવેશ કરવો જોઈએ તેનાથી શરીરને જરૂરી પ્રોટીન પણ મળે છે અને કેલરી પણ મળે છે.
આ પણ વાંચો: Bad Breath: બ્રશ કર્યા પછી પણ મોંમાંથી આવે છે દુર્ગંધ ? તો આ રીતે મેળવો છુટકારો
આ ડેરી પ્રોડક્ટ સિવાય હાર્ટ પેશન્ટે ક્રીમ ચીઝ, ચેડર ચીઝ, બટર વગેરેનો વધારે ઉપયોગ ન કરવો. આ વસ્તુઓનું સેવન કરવાથી બેડ કોલેસ્ટ્રોલ વધે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)