Stomach Pain: 10 મિનિટમાં દવા વિના મટી જાશે પેટનો દુખાવો, કરો હીંગ-અજમાનો આ ઉપાય

Stomach Pain: અજમા અને હિંગ બે એવી વસ્તુ છે જે પેટની સમસ્યા માટે રામબાણ દવા છે. આ બંને વસ્તુ પેટની કોઈ પણ સમસ્યા હોય તો તેને તુરંત જ દૂર કરી શકે છે. હિંગ અને અજમાનું પાણી પીવાથી પેટની તકલીફો દૂર થવાની સાથે પેટનો તીવ્ર દુખાવો તુરંત મટે છે. 

Stomach Pain: 10 મિનિટમાં દવા વિના મટી જાશે પેટનો દુખાવો, કરો હીંગ-અજમાનો આ ઉપાય

Stomach Pain: ઘણા લોકો સાથે એવું થાય છે કે જમ્યા પછી અચાનક જ પેટમાં અસહ્ય દુખાવો થવા લાગે. પેટમાં થતા દુખાવાના કારણ અલગ અલગ હોઈ શકે છે. પાચન સંબંધિત સમસ્યાના કારણે પણ ઘણી વખત તીવ્ર દુખાવો થાય છે. આ સિવાય કિડનીમાં પથરી કે કબજિયાતના કારણે પણ પેટમાં દુખાવો થઈ શકે છે. જો આ રીતે અચાનક પેટમાં દુખાવો થાય તો દવા વિના તેનાથી મુક્તિ મેળવી શકાય છે. ઘરમાં રહેલી 3 વસ્તુની મદદથી તમે એક ડ્રીંક બનાવી તેનું સેવન કરો છો તો પેટનો દુખાવો 10 મિનિટની અંદર જ દૂર થઈ જાય છે અને તમારે કોઈ દવા પણ નથી લેવી પડતી. 

અજમા અને હિંગ

અજમા અને હિંગ બે એવી વસ્તુ છે જે પેટની સમસ્યા માટે રામબાણ દવા છે. આ બંને વસ્તુ પેટની કોઈ પણ સમસ્યા હોય તો તેને તુરંત જ દૂર કરી શકે છે. હિંગ અને અજમાનું પાણી પીવાથી પેટની તકલીફો દૂર થવાની સાથે પેટનો તીવ્ર દુખાવો તુરંત મટે છે. આ પાણી પીવાથી પેટ સંબંધિત અને પાચન સંબંધિત દરેક સમસ્યા દૂર થઈ જાય છે. 

અજમા અને હિંગનું પાણી બનાવવાની રીત

પેટનો દુખાવો તુરંત મટાડતું આ પાણી બનાવવા માટે એક ગ્લાસ પાણીને ઉકાળવા મૂકો. તેમાં એક ચમચી અજમા એક ચપટી હિંગ અને જરૂર અનુસાર સંચળ ઉમેરો. ત્રણેય વસ્તુને ઉકાળ્યા પછી પાણીને ગાળીને પી જવું. જો નિયમિત પેટમાં દુખાવો રહેતો હોય તો દિવસમાં એક કે બે વખત આ પાણી પીવું. આ પાણી પીવાથી પેટના ગેસથી તો તુરંત જ રાહત મળી જશે. 

હિંગ અને અજમાનું પાણી પીવાથી થતા ફાયદા

- જે લોકોને જમ્યા પછી એસીડીટી થઈ જતી હોય તેમણે આ પાણી પીવું જોઈએ. આ પાણી એસિડિટી કંટ્રોલ કરે છે અને સાથે જ પેટમાં જમા ગેસને પણ ઘટાડે છે. 

- જમ્યા પછી જો પેટ ફૂલી જતું હોય તો હિંગ અને અજમાનું પાણી પીવું જોઈએ. તેનાથી પેટ ફુલવાની સમસ્યા ઓછી થઈ જાય છે. 

- જો શરીરનું વજન વધી ગયું હોય તો પણ આ પાણી પી શકાય છે. તેનાથી પેટ અને કમરની ચરબી ઘટાડવામાં મદદ મળે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news