ફાલ્ગુની લાખાણી, અમદાવાદઃ  બાળપણથી જ તમને દૂધ પીવાના ફાયદા જણાવવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય માટે દૂધ ખૂબ જ જરૂરી હોય છે. પોતાના પૌષ્ટિક ગુણોના કારણે દૂધ બધાની પહેલી પસંદ હોય છે. તમામ ઉંમરના લોકો માટે દૂધ ગુણકારી માનવામાં આવે છે. જો કે, દૂધના તમામ ફાયદા મેળવવા માટે દૂધ સાચી રીતે પીવું જરૂરી છે. દૂધના તમામ પૌષ્ટિક ગુણ મેળવવા માટે તમામ વસ્તુઓનું ધ્યાન રાખવાનું હોય છે નહીં તો દૂધ ફાયદાના બદલે નુકસાન પહોંચાડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દૂધ પીધા બાદ પાણી ન પીઓ
તમે ઘણી વાર બુઝુર્ગોને કહેતા સાંભળ્યા હશે કે દૂધ પીધા બાદ ક્યારેય પાણી ન પીવું જોઈએ. કે પછી દૂધ પીધા બાદ ક્યારેય ખાટા ફળ ન ખાવા જોઈએ. તેનું ખાસ કારણ છે. દૂધ પીધા બાદ ક્યારેય તરત પાણી ન પીવું જોઈએ. તેનાથી પેટ ખરાબ થાય છે. સાથે જ તો દૂધ પીધા બાદ તરત પાણી પીવામાં આવે તો દૂધના પૌષ્ટિક ગુણો શરીરને નથી મળી શકતા.


દૂધ પીધા બાદ જો તરત જ પાણી પીવામાં આવે તો તેનાથી પાચનની પ્રક્રિયા ધીમી થઈ જાય છે. જો તમે પાણી પી લેશો તો દૂધ તમને જલ્દી નહીં પચે. તમને એસિડિટી થવા લાગશે. 


આ પણ વાંચોઃ શિંગોડા છે ગુણોની ખાણ, અનેક બિમારી સામે શિંગોડા આપશે રાહત 


ભોજન કર્યા બાદ ન પીઓ દૂધ
ક્યારેય પણ ભોજન લીધા બાદ તરત જ દૂધ ન પીવું જોઈએ. જેનાથી ફૂડ પોઈઝનિંગ, ગેસ, અપચો, ઉલ્ટી થવી, પેટમાં દુઃખાવો થવો, લૂઝ મોશન જેવી સમસ્યાઓ થઈ શકે છે. જેની પાછળનું કારણ છે ભોજનમાં રહેલું નમક અને તેલ. જે દૂધના વિરુદ્ધ આહાર છે.


બેસીને ન પીઓ દૂધ
દૂધ પીવાનો એક ખૂબ જ જરૂરી નિયમ છે. દૂધ ઉભા-ઉભા જ પીવું જોઈએ. જેનાથી તમારા ઘૂંટણ ખરાબ નહીં થાય. અહીં એ પણ જાણવું જરૂરી છે કે પાણી હંમેશા બેસીને પીવું જોઈએ. આયુર્વેદમાં દૂધ પીવાના અનેક રસ્તાઓ બતાવવામાં આવ્યા છે. દૂધ સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે. જેને પીવાથી હાડકા મજબૂત થાય છે. સાથે જ તે ભરપૂર એનર્જી પણ આપે છે. દૂધ પીવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદાઓ થાય છે. જો કે દૂધ પીવાથી ગેસની સમસ્યા પણ રહે છે. પરંતુ  બસ તેને યોગ્ય રીતે પીવું જોઈએ.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube