Plant Health Benefits: ઘરમાં નાના નાના છોડ રાખવા તે ઘણી રીતે ફાયદાકારક છે. કેટલાક છોડ ઘરની સુંદરતા વધારવાની સાથે સ્વાસ્થ્ય પણ સુધારે છે. કારણ કે આ છોડ હવાની ગુણવત્તામાં સુધારો કરે છે. તેનાથી શરીરમાં સકારાત્મક ઊર્જા પણ વધે છે. આજે તમને આવા જ કેટલાક ઈન્ડર છોડ વિશે જણાવીએ જેને તમે ઘરમાં રાખી શકો છો અને તે તમારા પરિવારના લોકોનું સ્વાસ્થ્ય સારું રાખવામાં મદદ પણ કરશે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:
 
સ્નેક પ્લાન્ટ


સ્નેક પ્લાન્ટ એક એવો છોડ છે જેને ઘરમાં રાખવો ખૂબ જ સરળ કામ છે. તેને તડકો ઓછો જોઈએ છે અને ઓછા પાણીમાં પણ તે જીવિત રહી શકે છે. આ છોડની ખાસિયત એ છે કે તે હવાની શુદ્ધ કરે છે અને ઓક્સિજન પ્રવાહને સુધારે છે. તેના વિશે એવું માનવામાં આવે છે કે તે ઘરમાં સ્ટ્રેસ અને ચિંતા પણ ઓછી કરે છે. આ છોડને બેડરૂમમાં પણ લગાડી શકાય છે તેનાથી પોઝિટિવ એનર્જી વધે છે. 


બામ્બુ પ્લાન્ટ


બામ્બુ પ્લાન્ટ ના પણ ઘણા બધા ફાયદા છે તેને ઘરમાં રાખી શકાય છે અને તે મનને શાંતિ આપે છે. તેનાથી મેન્ટલ હેલ્થ સારી રહે છે. બાબુ પ્લાન્ટને પણ તમે ઘરમાં કોઈપણ જગ્યાએ લગાવી શકો છો. જો ઘરમાં પોઝિટિવ એનર્જી અને મનમાં શાંતિ જાળવી રાખવી હોય તો તેને એવી જગ્યા પર રાખો જ્યાં તમારી નજર સતત પડતી હોય. 


તુલસી


તુલસી એવો છોડ છે જે ઘરની બહાર પણ લગાવી શકાય છે અને ઘરની અંદર પણ. તુલસી નું ધાર્મિક મહત્વ છે એટલું જ મહત્વ આયુર્વેદમાં પણ તેનું છે. તેમાં ઘણા બધા ઔષધીય ગુણ હોય છે. તુલસી પણ ઘરમાં પોઝિટિવ એનર્જી વધારે છે. તુલસીનો છોડ ઘરમાં રાખવાથી એન્ઝાઇટી નો અનુભવ થતો નથી.


લીલી


લીલી નો છોડ પણ ખુબ જ સુંદર હોય છે અને તેને ઘરમાં રાખી શકાય છે. તે આંખને ઠંડક આપનાર છોડ હોય છે. કહેવાય છે કે આ છોડ જ્યાં હોય છે ત્યાં આસપાસ પોઝિટિવ એનર્જી વધે છે અને સ્ટ્રેસ ફ્રી અનુભવ થાય છે. ટેન્શન થતું હોય ત્યારે તેને જોવાથી શાંતિ મળે છે. 


મની પ્લાન્ટ


મોટાભાગના ઘરમાં તમે મની પ્લાન્ટ જોયું હશે. લોકો ઘરમાં ધનની આવક વધે તે માટે આ પ્લાન્ટ લગાવે છે પરંતુ મની પ્લાન્ટ ઘરમાં પોઝિટિવ એનર્જી પણ ક્રિએટ કરે છે. મની પ્લાન્ટ હોય છે ત્યાં વાતાવરણ શુદ્ધ અને શાંત રહે છે. તેનાથી ઘરમાં રહેતા લોકો પણ ખુશ રહે છે.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)