નવી દિલ્લીઃ બદલાતી લાઈફ સ્ટાઈની સાથો-સાથ ખાન-પાન પણ બદલાયું છે. અને તેની સીધી અસર આપણાં શરીર અને આપણાં મગજ ઉપર પડે છે. ત્યારે વજન વધવું અને બેલી ફેટની સમસ્યાએ આજકાલ કોમન છે. આ સમસ્યાઓનું નિરાકરણ તમે ઘરે કે ઓફિસમાં માત્ર બેઠાં-બેઠાં કરી શકો છો. એના માટે તમારો કોઈ વધારે પડતી મહેનત કરવાની જરૂર નથી. અહીં દર્શાવવામાં આવેલાં સ્પેટપને ફોલો કરશો તો સાવ સરળતાથી તમે વજન ઘટાડી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધતુ વજન એક બીમારી છે જેના કારણે શરીરમાં ઘણી બીજી બિમારીઓ ઘુસી શકે છે. ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર જેવી બિમારીઓનું થવું સામાન્ય બાબત છે અને તેના હોવા પાછળનું કારણ વેટ ગેન પણ હોઈ શકે છે. જોવા મળે છે કે લોકો ઘણા પ્રયત્ન બાદ પણ વજન ઓછુ નથી કરી શકતા. પરંતુ તે ઓછુ થવાનું નામ નથી લેતું. પરંતુ જો કોઈ તમને કહે કે ખુરસી પર બેઠા બેઠા પણ તમારૂ વજન ઓછુ થઈ શકે તો? અહીં અમે તમને એક્સરસાઈઝની અમુક એવી રીતો જણાવવા જઈ રહ્યા છીએ. જેને ટ્રાય કરીને તમે ઘણા હદ સુધી વધતા વજનને ઓછુ કરી શકો છો. 


કેટ કાઉઃ
અહીં તમને કેટ કાઉ નામની એક્સરસાઈઝનું રૂટીન ફોલો કરવાનું છે. તેના માટે ખુરસી પર આગળની તરફ થોડુ સરકીને બેસો અને બન્ને હાથને પગ પર મુકો. હવે બોડીને સીધા અને ખભાની તરફ ખેચો. આ સમયે ચેસ્ટને પણ આગળની તરફ લાવો અને આ એક્સરસાઈઝને લગભગ 10 મિનિટ કરો. 


ટ્વિસ્ટઃ
ખુરશી પર બેસતી વખતે તમારે ટ્વિસ્ટ નામની કસરત કરવાની રહેશે. જેમાં તમારે ઘુટણને ડાબી તરફ અને શરીરને જમણી તરફ વાળવાનું રહેશે. બોડીને ટ્વિસ્ટ કરવાથી તે સ્ટ્રેચ કરી શકાશે. આ એક્સરસાઈઝને તમે ઘરે કે ઓફિસમાં કરી શકો છો. 


હેંગિંગ બોડીઃ
અમે તમને હેંગિંગ બોડી નામની એક્સરસાઈઝ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે સીધુ ફેટને બર્ન કરવામાં મદદ કરશે. તેમાં ખુરસી પર બેસીને બન્ને હાથથી ખુરસીના હેન્ડલ્સને પકડો. હવે થોડુ ઉપર ઉઠો અને આ રીતે તમારા શરીરને 90 ડિગ્રીના કોણ જેવું વાળો. આ એક્સરસાઈઝને દિવસમાં બેથી ત્રણ વખત ઓછામાં ઓછુ 10 મિનિટ માટે કરો.