Body: શરીરના આ ભાગ પર તલ વાળી સ્ત્રીઓમાં હોય છે ગુણોનો ભંડાર, જાણો શરીર પર દેખાતા ટપકાનું શું છે મહત્વ
શરીરના તમામ અંગ પર દેખાતા ડાર્ક અથવા લાઈટ રંગના દેખાતા કાળા ટપકા, જાણો આ ટપકાઓનું મહત્વ. અનેક દેશમાં તલને લઈ અલગ અલગ માન્યતાઓ છે. યૂરોપના દેશમાં તલ હોવું એટલે રાક્ષસ કે દાનવની કક્ષા માનવામાં આવે છે. કેટલીક જગ્યાએ તેને બ્યૂટી સિક્રેટ પણ માનવામાં આવે છે. કહેવાય છે તલ જો કોઈના ગળા પર હોય તો તે અઢળક સોનું પ્રાપ્ત કરે છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ હિંદૂ સંસ્કૃતિમાં તલના અલગ અલગ શુભ અને અશુભ ફળનું વર્ણન કરવામાં આવ્યું છે. તેનાથી ધન, સમૃદ્ધી વધે છે તેવા વિધાન પણ કરવામાં આવેલા છે. પરંતુ સાયન્સ કહે છે કે તલનો વ્યક્તિના સ્વાસ્થ્ય સાથે ખાસ સંબંધ હોય છે. સાયન્સ અનુસાર તલ પિગમેંટ મેલાનિનથી બનેલા હોય છે જે શરીરના અલગ અલગ રંગ માટે જવાબદાર હોય છે. શરીરમાં તલ કોઈપણ ઉંમરે થઈ શકે છે. જન્મ સમયે તેમજ 20થી 30 વર્ષ સુધીમાં તલ થઈ શકે છે. જો કે સારી વાત એ છે તલ થાય છે અને જતા પણ રહે છે. ક્યારેક તે ડાર્ક રંગના હોય તો હળવા થતા થતા જતા રહે છે...અનેક દેશમાં તલને લઈ અલગ અલગ માન્યતાઓ છે. યૂરોપના દેશમાં તલ હોવું એટલે રાક્ષસ કે દાનવની કક્ષા માનવામાં આવે છે. કેટલીક જગ્યાએ તેને બ્યૂટી સિક્રેટ પણ માનવામાં આવે છે. કહેવાય છે તલ જો કોઈના ગળા પર હોય તો તે અઢળક સોનું પ્રાપ્ત કરે છે.
1 April થી બદલાવાના છે બધા નિયમો, જાણો સામાન્ય વ્યક્તિના ખિસ્સા પર શું પડશે અસર
1-પેટ પર તલ
જે વ્યક્તિના પેટ પર તલ હોય છે તેને મીઠું ખૂબ જ પસંદ હોય છે અને આ વ્યક્તિ બુદ્ધિમાન અને જ્ઞાની હોય છે. પોતાનું જ્ઞાન અને બુદ્ધિથી ખૂબ જ ધન મેળવે છે. સાથે ખર્ચ પણ એવી જ રીતે કરે છે જો સમયની સાથે પૈસા બનાવવાનું શીખી જાય તો તે ધનિક વ્યક્તિ બની શકે છે.
2-ગાલ ઉપર તલ
ગાલ પર તલ ખરાબ નજરથી બચાવે છે. જો ગાલ પર ડાબી બાજુ તલ હોય તો તેને શુભ માનવામાં આવે છે પરંતુ જમણી બાજુનો તલ થોડી પરેશાની આપે છે.
3-માથા પર તલ
માથામાં જમણી બાજુ રહેલો તલ કષ્ટ અને પરેશાનીઓ આપે છે અને ડાબી બાજુ રહેલો તલ સુખ અને સમૃદ્ધિ આપે છે.
April મહિનામાં 15 દિવસ બંધ રહેશે બેંકો, સમય મળે તો જલદી પતાવી દેજો આ જરૂરી કામો
4-આંખની અંદર તલ
આંખની એકદમ વચ્ચે રહેલો તલ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે લોકોનું દાંપત્ય જીવન પણ ખૂબ જ ખુશખુશાલ રહે છે અને તેમને ધન પણ વધુ મળે છે.
5-હોઠ પર તલ
હોઠ પર તલ લોભ, કામુક અને વિલાસિતાનો સંકેત છે. હોઠ પર તલ મહિલાઓના વધુ દિવાના હોય છે. આ મહિલાઓ વધુ ચાલાક અને લોકોને પોતાની વાતોમાં ફસાવીને તેને નુકસાન પહોંચાડવામાં માહીર હોય છે.
1 એપ્રિલથી પાણીની બોટલો વેચવા માટે બદલાઇ જશે નિયમ, જાણો શું છે FSSAI નો આદેશ
6-નાક ઉપર તલ
જેના નાક પર તલ હોય છે તે ખૂબ જ દયાળુ સ્વભાવના હોય છે અને આ લોકોને ઓછી મહેનત કરીને વધુ ફાયદો પણ મળે છે. આ મહિલાઓ ખૂબ જ નસીબદાર હોય છે નાકની ડાબી બાજુ તલ હોય છે તે મહિલા હંમેશા શાંત અને એકાંત પસંદ કરે છે.
7-જાંઘ પર તલ
કમર ઉપર રહેલો તલ ખૂબ જ શુભ હોય છે. પરંતુ જો ગુપ્તાંગ પર તલ હોય તો વિપરીત વ્યક્તિ પ્રત્યે વધુ આકર્ષિત થાય છે. પગમાં તલનું નિશાન ઉચ્ચ પદ ઉપર પહોંચાડે છે. જે મહિલાને જાંઘ પર તલ હોય છે તેના પ્રત્યે પુરુષો વધુ આકર્ષિત હોય છે.
8- કપાળમાં તલ
જે સ્ત્રીના કપાળમાં બંને ભ્રમર વચ્ચે કાળો અથવા લાલાશ પડતો તલ હોય તો તે સ્ત્રી સુખી અને વૈભવી જીવન જીવે છે. આવી સ્ત્રી પોતાના ભાગ્યથી પિતાને અને પતિને ધનવાન કરતી હોય છે.
આ ફ્રિજ દૂધમાંથી દહીં પણ બનાવી આપશે...! જાણો હજુ બીજી ઘણી વિશેષતા છે આ ફ્રિજમાં
9-સ્ત્રીના ગુપ્તાંગ પર તલ
જો કોઈ સ્ત્રીના ગુપ્તાંગ પાસે કે આસપાસમાં તલનું ચિહ્ન હોય તો રાજકારણી જેવું સુખ ભોગવે છે. આ સ્ત્રીથી શરૂ થનાર વંશવેલો પેઢી સુધી ચાલે છે. અને આ કુટુંબના બધા જ સ્ત્રી પુરુષ કર્તવ્યપરાયણ હોય છે.
10- ગળા પર તલ
જે સ્ત્રીના ગળા પર કોઈ પણ હોઠ પર અથવા જમણા હાથના કાંડા પર તલ ચિહ્ન હોય તો તે સ્ત્રીના બધા પુત્રો ઉચ્ચ પદ પર હોય છે. આ ઉચ્ચ પદ નોકરીમાં અથવા રાજકારણમાં પણ હોય શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube