1 April થી બદલાવાના છે બધા નિયમો, જાણો સામાન્ય વ્યક્તિના ખિસ્સા પર શું પડશે અસર

પહેલી એપ્રિલથી દેશની 10 સરકારી બેંકોને મર્જ કરી ચાર મોટી બેંક બનાવવામાં આવશે. પહેલી એપ્રિલથી નાણાંકીય વર્ષ 2021-22ની શરૂઆત થઈ રહી છે ત્યારે ઈન્કમ ટેક્સના નિયમોને બદવામાં આવ્યા છે જે પહેલી એપ્રિલથી લાગુ થઈ જશે. GST રીટર્નમાં પણ ફેરફાર થશે.

1 April થી બદલાવાના છે બધા નિયમો, જાણો સામાન્ય વ્યક્તિના ખિસ્સા પર શું પડશે અસર

ઝી બ્યૂરો, અમદાવાદઃ જો તમારુ ખાતુ દેના બેંક, આધ્ર બેંક, કોર્પોરેશન બેંક, ઓરીએન્ટલ બેંક ઓફ કોમર્સ, યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયા અને ઈલાહાબાદ બેંકમાં હોય તો પહેલી એપ્રિલથી  તમારી પાસબુક અને અને ચેકબુક નહીં કરે કામ. આ બેંકો મર્જ થઈ ચુકી છે. દેના બેંક અને વિજયા બેંક, બેન્ક ઓફ બરોડામાં મર્જ કરવામાં આવી. આજ પ્રકારે  ઓરીયન્ટ બેંક ઓફ ઈન્ડિયા અને યુનાઈટેડ બેંકને પંજાબ નેશનલ બેંન્કમાં મર્જ કરવામાં આવી. કોર્પોરેશન બેંક અને આધ્ર બેંકને યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં મર્જ કરવામાં આવશે.

1. ખાનગી કંપનીઓમાં કામ કરતા કર્મીઓ આપે ધ્યાન
ગયા વર્ષે જ કેન્દ્ર સરકારે નવો વેજ કોર્ડ લાગુ કર્યો હતો જેની અસર ખાનગી કંપની અને કોન્ટ્રાક્ટમાં કામ કરતા કર્મીઓને થશે. નવા કાયદા અનુસાર પ્રોવિડેન્ટ ફંડ અને ગ્રેચ્યુટી અંતરગત જમા થવાવાળી રકમને વધારવામાં આવશે. પગાર ઓછો પણ થઈ શકે છે. કર્મચારીઓને આપવામાં આવનારુ એલાઉન્સ કુલ પગારના 50 ટકાથી વધારે ના હોઈ શકે. કંપનીઓને આ  સુધારવા માટે બેઝિક સેલરી વધારવી પડશે જેનાથી PF અને ગ્રેચ્યુટીની રકમમાં વધારો થશે.

2. વધી શકે છે LPG ગેસના ભાવ
સરકાર દર મહિનાના પ્રથમ દિવસે LPG ગેસના ભાવમાં સુધારો કરે છે. માર્ચ 2021માં રાજધાની દિલ્લીમાં LPG ગેસનો ભાવ 769 રૂપિયાથી વધીને 819 રૂપિયા થઈ ગયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે પહેલી એપ્રિલથી LPG ગેસના ભાવ ફરી એક વખત વધી શકે છે.

3. ટેક્સ ચોરી કરવાવાળા થઈ જાઓ સાવધાન
પહેલી એપ્રિલથી સરકાર ટેક્સ ચોરી સામે પણ કાર્યવાહી કરશે. બજેટ સત્ર દરમિયાન નાણાંમંત્રીએ નિર્દેશ આપ્યો હતો કે ટેક્સ ચોરી કરવાવાળા, નકલી બિલ બનાવવાળા અને  ટેક્સ બચાવવાવાળા સાવધાન થઈ જાઓ કેમકે સરકાર હવે આર્ટીફિશીયલ ઈન્ટેલિજન્સ અને ડેટા એનાલિસિસના આધારે સુરક્ષા વધારશે.

4. ખાતામાં લેવળ-દેવળ પર લાગશે ચાર્જ
જો તમારું ખાતુ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB) માં છે તો તમારે પહેલી એપ્રિલ 2021થી રૂપિયા જમા કરવા અથવા નિકાળવા સિવાય આધાર આધારીત પેમેન્ટ સિસ્ટમ (AEPS) પર ચાર્જ આપવો પડશે. આ ચાર્જ ફ્રી ટ્રાન્જેક્શન લીમીટના પૂર્ણ થયા પછી લેવામાં આવશે.

5. પેન્શન ધારકોને ફાયદો
પહેલી એપ્રિલ 2020થી એમ્પલોય પેન્શન સ્કીમના (EPS) નિયમોમાં  ફેરફાર થશે.  નવા નિયમ અંતર્ગત EPS પેન્શનર્સને પહેલાં કરતા વધુ પેન્શન મળશે. સરકારે 2009માં EPS સાથે જોડાયેલો નિયમ પરત લીધો હતો જેને ફરી શરૂ કર્યો છે. હવે સરકાર 15 વર્ષ પછી સંપૂર્ણ પેન્શનના કાયદાને ફરીથી શરૂ કરવાની છે. સરકારના આ નિર્ણયથી એ EPFO પેન્શનરને ફાયદો થશે જે 26 સપ્ટેમ્બર, 2008 પહેલાં રિટાયર્ડ થયા છે. કમ્યુટેડ પેન્શનનો વિકલ્પ  પસંદ કરવાની તારીખથી 15 વર્ષ પછી પેન્શનરને પૂર્ણ ફાયદો ફરીથી મળવા લાગશે.

6. વરિષ્ઠ નાગરીકો માટે ITR ફાયલિંગ
75 વર્ષથી વધુ ઉમરના વરીષ્ઠ નાગરીક જેની પાસે ફક્ત આવકના સ્ત્રોત તરીકે પેન્શન અને વ્યાજ હોય છે. તેમને આવકવેરા રીટર્ન ભરવામાંથી મુક્તિ મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news