Soaked Walnuts: કાજુ બદામ અખરોટ જેવા ડ્રાયફ્રુટ નો ઉપયોગ સૌથી વધારે મીઠાઈમાં થાય છે. આ વસ્તુઓ રાત્રે પાણીમાં પલાળીને સવારે ખાવાથી સ્વાસ્થ્યને પણ ફાયદો કરે છે. પરંતુ મોટાભાગે લોકો બદામ, કિસમિસ, દ્રાક્ષ જેવા ડ્રાયફ્રુટને જ રાત્રે પલાળી સવારે ઉપયોગમાં લેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે જો તમે અખરોટને પાણીમાં પલાળીને સવારે ખાવ છો તો તેનાથી સ્વાસ્થ્યને સૌથી વધારે ફાયદો થાય છે ? ખૂબ ઓછા લોકો આ વાત જાણે છે કે અખરોટનું સેવન પાણીમાં પલાળીને કરવાથી તેનાથી શરીરને અઢળક ફાયદા થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અખરોટમાં નેચરલ કમ્પાઉન્ડ હોય છે. આ કમ્પાઉન્ડ ના કારણે તેને કાચા ખાવામાં આવે તો તેનું પાચન ઝડપથી થતું નથી. પરંતુ જો તમે અખરોટને પલાળીને તેનું સેવન કરો છો તો તેમાં રહેલા કમ્પાઉન્ડ બે અસર થઈ જાય છે અને પાચન ક્રિયાને સમસ્યા થતી નથી. આ ઉપરાંત પલાળેલા અખરોટમાં પોષક તત્વો પણ વધી જાય છે. પલાળેલા અખરોટનો સ્વાદ પણ કાચા અખરોટ કરતા વધારે સારો થઈ જાય છે. 


આ પણ વાંચો:


આ પાંચ ફળ ખાધા પછી ક્યારેય ન પીવું પાણી, પીધું તો શરદી-ઉધરસ નહીં છોડે પીછો


જો 30 દિવસમાં એક પણ પિઝા નહીં ખાવ તો શરીરમાં જોવા મળશે આ ફેરફાર, જાણીને લાગશે નવાઈ


સવારના સમયે ડ્રાયફ્રુટ ખાવ પણ મધ સાથે... ડ્રાયફ્રુટ અને મધ સાથે ખાવાથી થશે આ 5 લાભ


પલાળેલા અખરોટ ખાવાના ફાયદા


- જો તમે નિયમિત સવારે પલાળેલા અખરોટ ખાવ છો તો તેનાથી પાચન ક્રિયામાં સુધારો થાય છે.


- અખરોટને પલાડવાથી તેમાં રહેલા કમ્પાઉન્ડ બે અસર થઈ જાય છે અને પોષક તત્વો વધી જાય છે. 


- નિયમિત સવારે ખાલી પેટ પલાળેલા અખરોટ ખાવાથી પાચન સંબંધિત સમસ્યાઓ દૂર થવા લાગે છે. 


- જે લોકોની પાચનશક્તિ નબળી હોય તેમણે નિયમિત પલાળેલા અખરોટ ખાવા જોઈએ.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)