Roti Flour: ઘઉં નહીં આ લોટની રોટલી ખાવાની કરી દો શરુઆત, લોખંડ જેવું મજબૂત અને નિરોગી રહેશે શરીર
Roti Flour: મકાઈનો લોટ વિટામિન એ, બી, ઈ થી ભરપુર હોય છે અને સાથે જ તેમાં મિનરલ્સ, આયરન, કોપર, ઝિંક અને સેલેનિયમ હોય છે. મકાઈના લોટને તમે ડાયટમાં અલગ અલગ રીતે સામેલ કરી શકો છો.
Roti Flour: જો શરીર અને હાડકા નબળા હોય તો સતત થાક લાગે છે. હાડકાને મજબૂત બનાવવા માટે કેલ્શિયમ જરૂરી છે. જો તમે તમારા હાડકાને મજબૂત બનાવવા માંગો છો તો ઘઉંના લોટને બદલે મકાઈના લોટની રોટલી ખાવાની શરુઆત કરી દો. મકાઈના લોટની રોટલી ખાવાથી શરીરને અનેક ફાયદા થાય છે. આ રોટલીને શરીર માટે ગુણકારી માનવામાં આવે છે.
આ પણ વાંચો: Cancer Risk: આ આદતો સુધારી લેશો તો કેન્સર થવાનું જોખમ આપોઆપ ઘટી જશે 50 ટકા જેટલું
મકાઈનો લોટ વિટામિન એ, બી, ઈ થી ભરપુર હોય છે અને સાથે જ તેમાં મિનરલ્સ, આયરન, કોપર, ઝિંક અને સેલેનિયમ હોય છે. મકાઈના લોટને તમે ડાયટમાં અલગ અલગ રીતે સામેલ કરી શકો છો. મકાઈના લોટની રોટલી ઉપરાંત તમે સૂપ અને નાસ્તામાં પણ આ લોટથી બનેલી વાનગીઓ ખાઈ શકો છો.
આ પણ વાંચો: Acidity: એસીડીટીથી 5 મિનિટમાં રાહત આપશે ઘરમાં રહેલી આ 6 વસ્તુઓ, ટ્રાય કરી જુઓ એકવાર
મકાઈના લોટની રોટલીથી થતા લાભ
મકાઈ મેગ્નેશિયમ અને આયરનથી ભરપુર હોય છે જે હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. મકાઈની રોટલી ખાવાથી આર્થરાઈટિસ, ઓસ્ટિયોપોરોસિસનું જોખમ ઘટે છે. આ રોટલીનું સેવન કરવાથી પાચન સુધરે છે.
આ પણ વાંચો: Banana : આ 5 સમસ્યામાં ભુલથી પણ ન ખાવા કેળા, ખાવાથી શરુ થઈ જશે હોસ્પિટલના ચક્કર
કેવી રીતે બનાવવી મકાઈના લોટની રોટલી ?
મકાઈના લોટની રોટલી ઘઉંના લોટની રોટલીથી અલગ રીતે બનાવવી પડે છે. મકાઈના લોટમાં પાણી ઉમેરી લોટ બાંધી લેવો. તવો ગરમ થઈ જાય પછી ગરમ તવા પર થોડું ઘી લગાડી દેવું અને પછી તેના પર રોટલી શેકવી જેથી રોટલી તવા પર ચોંટી ન જાય. બંને તરફ ઘી લગાવી રોટલી શેકી લેવી અને પછી ગરમ ગરમ સર્વ કરવી.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)