ગૌરવ દવે/રાજકો: રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ અને આરોગ્ય વિભાગે કેરીના રસ વેંચતા વેપારીઓ પર તવાઈ બોલાવી છે. આજે અલગ અલગ વિસ્તારોમાં ચેકીંગ કરી અંદાજીત 380 કિલો અખાદ્ય કેરીનો રસનો નાશ કર્યો હતો. મહત્વની વાત એ છે કે, રૂ. 140માં પ્રતિ કિલો ભાવે વેંચાતો કેરીનો રસ કેમિકલ યુક્ત પ્રતિબંધ કલર અને ફ્લેવર યુક્ત હોવાનું સામે આવ્યું છે. જેથી આરોગ્ય અને ફૂડ વિભાગે સ્થળ પર જ નાશ કરી નમૂના વડોદરા લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM આજે સંઘપ્રદેશ દમણમાં 13 કિ.મી લાંબો રોડ શો કરશે, કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ


ઉનાળાની શરૂઆત થતા જ ફળોના રાજા કેરી ખાવાની શરૂઆત થઈ ચૂકી છે. જોકે સસ્તી કેરી અને કેરીનો રસ ખાવાનું લોકો પસંદ કરતાં હોય છે. ત્યારે આજે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં કેરીનો રસ વેચતા વેપારીઓ પર દરોડા કરવામાં આવ્યા હતા. રાજકોટના મવડી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ ચોક નજીક કનકાઈ સીઝન સ્ટોર અને શ્રીરાજ કેરીના રસની દુકાનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અંદાજિત 380 કિલોગ્રામ અખાદ્ય કેરીનો રસ મળી આવ્યો હતો. 


સપનાના વાવેતરમાં છેતરપીંડી! ઘરના ઘરનો ફોટો બતાવી, 'મારા હાળા છેતરી ગયા'


રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગના અધિકારી કેતન રાઠોડે જણાવ્યું હતું કે, પહેલી નજરે આ કેરીનો રસ જ લાગે. પરંતુ આ કેરીનો રસ કેમિકલ યુક્ત પ્રતિબંધિત કલર અને મેંગો ફ્લેવર નાખીને તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રકારના કેરીના રસ ખાવાથી પેટમાં અને જઠરમાં ચાંદા પડવા, પેટમાં બળતરા થવી, જીભમાં ચાંદા પડવા અને કેન્સર જેવા રોગ થવાનો ભય રહેલો છે. આજે સ્થળ પર જ 380 કિલો અખાદ્ય રસનો નાશ કરવામાં આવ્યો છે અને નમૂના લઇ વડોદરા લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે. એટલું જ નહીં વેપારીઓને નોટિસ પણ ફટકારવામાં આવી છે.


તમારા ફેવરિટ અટલ બ્રિજ પરથી નીચે સાબરમતી નદીનો નજારો નહિ માણી શકો


બજાર કેરીનું બોક્સ રૂ. 1300નું અને રસ વેંચાઈ પ્રતિ 140 કિલો ભાવે
રાજકોટમાં કેરીના બોક્સનો ભાવ 1300 રૂપિયા છે. જ્યારે બજારમાં રૂ 140ના ભાવે કેરીનો રસ વેંચાઈ રહ્યો છે. શુ વેપારીઓ સસ્તો નફો કમાવવા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા છે ? કેરીનો રસ કાઢીને બજારમાં વેંચતા વેપારીઓ કેરીને બદલે પ્રતિબંધિત કલર અને ફ્લેવર મિક્સ કરી પપૈયાનું જ્યુસ વેંચી રહ્યા છે. પરંતુ ફ્લેવર હોવાથી લોકો હોંસેહોંસે ખરીદી પણ કરી રહ્યા છે.


ઓનલાઈન ઓર્ડર કરીને વસ્તુ મંગાવી છે તો ચેતી જજો, તમારી સાથે આવુ થઈ શકે છે