Mild Heart Attack: હાર્ટ એટેક એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા છે. જોકે હાર્ટ એટેક આવે તેના થોડા સમય પહેલા શરીરમાં કેટલાક લક્ષણો જોવા મળે છે. હાર્ટ એટેકના લક્ષણ હંમેશા સ્પષ્ટ નથી હોતા પરંતુ ઘણી વખત સ્પષ્ટ રીતે જોવા મળતા સંકેતોને પણ લોકો સામાન્ય ગણીને અવગણે છે. આ ભૂલ ગંભીર સમસ્યા સર્જી શકે છે. ખાસ કરીને માઈલ્ડ હાર્ટ અટેકની બાબતમાં આ લક્ષણોને અવગણવા જોઈએ નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


શું છે માઈલ્ડ હાર્ટ અટેક ?


માઈલ્ડ હાર્ટ અટેક એવી સ્થિતિ છે જેમાં હૃદય સુધી રક્ત ઓછું પહોંચતુ હોય. જ્યારે ધમનીઓમાં પ્લાક જામવા લાગે છે તો હૃદય સુધી લોહી ઓછું પહોંચતું હોય છે. બ્લડ સર્ક્યુલેશન બાધિત થઈ જવાથી જે સમસ્યા સર્જાય તેને માઈલ્ડ હાર્ટ અટેક કહેવાય છે. આ સ્થિતિ પણ ગંભીર છે અને તેની અવગણના કરવી નહીં. 


આ પણ વાંચો:


માઈલ્ડ હાર્ટ અટેકના લક્ષણ 


માઈલ્ડ હાર્ટ અટેકના લક્ષણ હંમેશા સ્પષ્ટ નથી હોતા. પરંતુ કેટલાક લોકોને આ લક્ષણો સ્પષ્ટ રીતે અનુભવાતા હોય છે. જો આ લક્ષણો શરીરમાં અનુભવાય તો તુરંત જ નિષ્ણાંતની મદદ લેવી જોઈએ. 


1. છાતીમાં દુખાવો કે બેચેની થવી. અચાનક છાતી પર દબાણ કે બળતરા જેવો અનુભવ થવો. 


2. ડાબા હાથ, ગરદન, પીઠ કે જડબામાં દુખાવો થવા લાગવો. 


આ પણ વાંચો:


3. અચાનક શ્વાસ લેવામાં સમસ્યા થવી અને શ્વાસ ફૂલી જવો. 


4. કારણ વિના શ્વાસ લેવામાં સમસ્યા થાય અને પગથિયાં ચડવામાં પણ તકલીફ પડે તો તે માઈલ્ડ હાર્ટ એટેકનું લક્ષણ હોઈ શકે છે. 


5. માઈલ્ડ હાર્ટ અટેકમાં ઘણી વખત ઠંડીનો અનુભવ પણ થાય છે. શરીરમાં અચાનક જ પરસેવો થવા લાગે અને ઠંડી લાગવા લાગે છે. 


આ પણ વાંચો:


6. માઈલ્ડ હાર્ટ એટેકના કેટલાક કેસમાં વ્યક્તિ બેભાન પણ થઈ શકે છે. 


7. ઘણા લોકોને ઉલટી થવા જેવો અનુભવ થાય છે. 


8. માઈલ હાર્ટ એટેકનું સૌથી સામાન્ય લક્ષણ છે જે મોટાભાગના લોકોને અનુભવાય છે તે છે કારણ વિનાનો થાક અને નબળાઈ.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)