Mpox Outbreak: મંકીપોક્સ વાયરસ ફરી એક વખત દુનિયાભરના દેશ માટે ચિંતાનો વિષય બની ગયો છે. વર્ષની શરૂઆતમાં કોંગો લોકતાંત્રિક ગણરાજ્યમાં આ બીમારીનો પ્રકોપ જોવા મળ્યો હતો. આ વાયરસના કારણે હજારો લોકો સંક્રમિત થઈ ગયા હતા. ત્યાર પછી આ બીમારીને મહામારી ઘોષિત કરી દેવામાં આવી હતી. હવે આ વાયરસ આફ્રિકાના 13 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે અને સંક્રમણના મામલામાં પણ ગત વર્ષની સરખામણીએ 160% વૃદ્ધિ નોંધાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: કોરોનાનો પણ બાપ છે આ બિમારી, પરિવાર પણ પાણીનું નહીં પૂછે, શરીર પરાથી ખદબદી જશે


ચિંતાની વાત એ છે કે મંકીપોક્સ વાયરસનો ફેલાવ આફ્રિકાની બહાર પણ થવા લાગ્યો છે. પાકિસ્તાનના સ્વાસ્થ્ય સેવા મંત્રાલયે દેશમાં આ વાઇરસના પહેલા કેસને પુષ્ટિ કરી દીધી છે. પાકિસ્તાનમાં જે વ્યક્તિ સંક્રમિત થઈ છે તે સાઉદી અરબથી આવ્યો હતો. પાકિસ્તાનની જેમ સ્વીડનમાં પણ મંકીપોક્સનો પહેલો કેસ નોંધાઈ ચૂક્યો છે. આ વાયરસ સંક્રમિત વ્યક્તિના સામાન્ય સંપર્ક વિશેષ રીતે યૌન સંપર્કના માધ્યમથી સરળતાથી ફેલાઈ જાય છે. 


આ પણ વાંચો: સતત વધી રહ્યા છે ચશ્માના નંબર ? તો આ 3 વસ્તુને દૂધમાં ઉમેરી પીવા લાગો, ઘટશે નંબર


શું છે મંકીપોક્સ?


મંકીપોક્સ એક વાયરસ છે જે માણસ અને પ્રાણી બંનેને પ્રભાવિત કરે છે. આ વાયરસ પણ શીતળાના પરિવારથી સંબંધિત છે. જોકે તેના લક્ષણ ઓછા ગંભીર હોય છે. મંકીપોક્સમાં તાવ, થાક, શરીરમાં દુખાવો અને ત્વચા પર દાણા દેખાવા લાગે છે. મોટાભાગના કેસમાં આ બીમારી ગંભીર નથી હોતી કેટલાક જ મામલામાં બીમારી ગંભીર થઈ શકે છે. 


મંકીપોક્સ કેવી રીતે ફેલાય છે ?


મંકીપોક્સ સંક્રમિત વ્યક્તિ અથવા તો પ્રાણીના સંપર્કમાં આવવાથી ફેલાય છે. આ ચેપી રોગ ત્વચાની ઇજા, ત્વચાથી ત્વચાના સંપર્ક, સંક્રમિત વ્યક્તિ પાસે શ્વાસ લેવાથી કે સંક્રમિત વ્યક્તિએ ઉપયોગમાં લીધેલી વસ્તુનો ઉપયોગ કરવાથી ફેલાઈ શકે છે. 


આ પણ વાંચો: Diabetes: સવારે વાસી મોઢે આ ખાઈ લો આ વસ્તુ, સાંજ સુધીમાં બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં


મંકીપોક્સથી બચવાના ઉપાય 


- હાથ વારંવાર ધોવા અને સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું. 


- સંક્રમિત વ્યક્તિથી દૂર રહેવું. સંક્રમિત વ્યક્તિએ વાપરેલી કોઈપણ વસ્તુ ન વાપરવી. 


- ત્વચા પર જો કોઈ ઘા દેખાય તો તેને ઢાંકીને રાખો. 


- પ્રાણીના સંપર્કમાં આવવાથી બચો. 


આ પણ વાંચો: Milk: આ લોકોએ રાત્રે ભુલથી પણ દૂધ પીવું નહીં, દૂધથી ફાયદાને બદલે થવા લાગશે નુકસાન


- સંક્રમણનું જોખમ ટાળવા માટે સુરક્ષિત યૌન સંબંધ બનાવો. 


- જો તમારા ક્ષેત્રમાં મંકીપોક્સના કેસ નોંધાઈ રહ્યા છે તો રસીકરણ કરાવો. 


મહત્વનું છે કે આફ્રિકા અને અન્ય દેશોમાં જે રીતે મંકીપોક્સના કેસ નોંધાઈ રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને ભારત સરકાર પણ આ વાયરસ પર નજર રાખી રહી છે. સરકાર તરફથી તમામ સાવધાનીઓ રાખવામાં આવી રહી છે તેમ છતાં લોકોએ પણ સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે આ સિવાય મંકીપોક્સના લક્ષણો જણાય તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)